ગોંડલના 20 યુવાન વ્યાપારીઓ સમાજના આગેવાનો છેલ્લા 20 દિવસથી રાત દિવસ એક કરી કોરોનાથી પીડાતા ઓક્સીજનની જરૂરિયાત વાળા દર્દીઓ માટે પ્રાણવાયુ પુરો પાડી રહ્યા છે જામનગર, તાલાળાગીર, મોરબી, વાંકાનેર, અમરેલી સહિતના ગામમાંથી ઓક્સિજનના સિલિન્ડર રિફીલિંગ કરાવવા આવી રહ્યા છે.
પ્રાપ્ત વિગતો મુજબ શ્રી મચ્છુ કઠીયા લુહાર જ્ઞાતિ મંડળ સમગ્ર લુહાર સમાજ મંગલમૂર્તિ મશીનરી, રાજુભાઈ પિત્રોડા, વિમલભાઈ પિત્રોડા, પાલિકા સદસ્ય ઓમદેવસિંહ જાડેજા, કાંતિભાઈ પિત્રોડા, શૈલેષભાઈ રોકડ પાલિકા સદસ્ય, રાજુભાઈ ઉમરાણીયા, પંકજભાઈ રાયચુરા, અર્જુનભાઈ ખાનપરા તેમજ હસમુખભાઈ પટેલ સહિતના યુવાનો દ્વારા છેલ્લા 20 દિવસથી દિવસ રાત એક કરી પ્રાણવાયુની નિરંતર સેવા આપવામાં આવી રહી છે, રોજિંદા ભાવનગર બે ગાડીઓ મોકલી 125 થી પણ વધુ સિલિન્ડર ભરી લાવવામાં આવી રહ્યા છે
ગોંડલ ખાતે સૌરાષ્ટ્ર ભરમાંથી આવતા દર્દીઓના સગા વ્હાલાઓને 650 જેટલા નાના સિલિન્ડર નિશુલ્ક રિફીલિંગ કરી આપવામાં આવી રહ્યા છે રોજિંદા 50 હજારથી પણ વધુ રકમનો ખર્ચ આવી રહ્યો છે. બે દિવસ પહેલાં કોઈ દર્દીના સગા ઇમરજન્સી કેસ લઈને આવ્યા હતા ઓક્સિજન રેગ્યુલેટર ફીટ કરતા ન આવડતું હોય ગ્રુપના સદસ્ય હસમુખભાઈ પરસાણા રેગ્યુલરનું સેટિંગ કરી રહ્યા હતા ત્યાં જ અચાનક બ્લાસ્ટ થતા ડાબી આંખની નીચે અને નાકની બાજુમાં બે ફેકચર થવાની સાથે મોઢા ઉપર છ ટાંકા લેવા પડ્યા હતા પરંતુ આવી દુર્ઘટના થી ગભરાઈ ન જઈ આજે પણ અવિરત સેવા આપી રહ્યા છે અને કહી રહ્યા છે કે દર્દીઓને ઑક્સિજન પૂરું પાડવું એ જ મારો આરામ છે