લૂંટના વેપારીએ કટલેરીના વેપારીને લોકોને નડતરરૂપ આડસ લેવાનું કહેતા ધોકા વડે મારમાર્યો
અમરેલીના બાબરા ખાતે રહેતા અને બુટ ચંપલના વેપારીને ગઈકાલે હનુમાનજી મંદિર પાસે એક કટલેરીના વેપારી એ ધોકા પાઈપ વડે મારમારતા તેને ગંભીર ઈજા પહોચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
જયાં તેને જણાવ્યું હતુ કે તેને કટલેરીના વેપારીને લારીમાં બાંધેલી આડસ સાઈડમાં લેવાનું કહેતા મારમાર્યો હોવાનું જણાવ્યું હતુ.
વિગતો મુજબ બાબરામાં રહેતા અને લૂટ ચપ્પલનો વેપાર કરતા મુફદલભાઈ તાહિરઅલીભાઈ કપાસીએ પોતાની ફરિાયાદમાં જણાવ્યું હતુ કે જે પોતાની લારી લઈ હનુમાનજી મંદિર પાસે હતોત્યારે ત્યાં કટલેરીનો વેપારી ઈમ્તીયાઝ બાબુ સરવૈયા ત્યાં હતા અને તેને પોતાની લારીમાં આડસ બાંધેલી હતી જે લોકોને નડતર રૂપ થતી હોવાથી તેને લઈ લેવા માટે કહ્યું હતુ જેમાં તેને ઉશ્કેરાઈ મુફદલભાઈ સાથે બોલાચાલી કરી ધોકા પાઈપ વડે મારમારતા તેને ગંભીર ઈજા પહોચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ પોલીસે તેની ફરિયાદ પરથી ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.