સુરતનો જેમ-જેમ વિકાસ થતો જય છે તેમ સુરતમાં દિવસેને દિવસે ક્રાઈમની ઘટનાઓમાં વધારો થતો જાય છે ત્યારે જીલ્લામાં થોડા દિવસ પહેલા પિસ્તોલની અણીએ મની ટ્રાન્સફરના દુકાનદાર પાસેથી ૨.૭૫ લાખ લુંટી લેવામાં આવ્યા હતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાતા આરોપીને પકડવામાં સફળતા મળી છે. પોલીસે આ ઘટનામાં બે આરોપીને શકંજામાં લઈને મુદામાલ કબજે કર્યો હતો.
શું બની હતી ઘટના ??
પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના સુરતના લીંબાયત વિસ્તારની છે જ્યાં ૪ એપ્રિલના રોજ લુંટની ઘટના બની હતી. ફરિયાદ સચ્ચેલાલ મોર્યા મંગલપાંડે હોલ પાસે બેંક ઓફ બરોડાના ગ્રાહક સેવા કેન્દ્ર નામથી દુકાન ધરાવે છે. બપોરના ૪ થી ૫ વાગ્યાના અરસામાં તેઓની દુકાન પર ત્રણ ઈસમો ઘૂસીને હથિયારની અણીએ લુંટ કરી હતી. સંચાલકના છાતી તથા લમણાના ભાગે પિસ્ટલ મુકીને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી ટેબલના ખાનામાંથી ૨.૭૫ લાખની રોકડ રકમ લૂંટી નાસી છુટ્યા હતા ત્યારે આ બનાવની જાણ પોલીસને થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પોલીસે આ બનાવમાં ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો.
લૂંટની આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા જેમાં ત્રણ ઈસમો મોપેડ લઈને આવ્યા હતા અને લૂંટ કરીને ભાગતા નજરે ચડ્યા હતા. એટલું જ નહી લૂંટ કરીને ભાગતી વેળાએ લૂંટારુઓની મોપેડ પણ સ્લીપ મારી ગયી હતી જયારે સંચાલક બહાર આવીને તેને પત્થર મારી રોકતો હોવાનું દેખાયું હતું. ત્યારે આ મામલે આરોપીઓને પકડવામાં ક્રાઈમ બ્રાંચની ટીમને સફળતા મળી હતી. ઘટનામાં લૂંટને અંજામ આપનાર ૨૨ વર્ષીય સોનુંકુમાર દાનપાલ વર્મા અને વેડરોડ વિસ્તારમાં રહેતા અને ચાઇનીઝની લારી ચલાવતા ૨૧ વર્ષીય અભિષેકસિંગ ઉર્ફે ચાઇનીસ તેજબહાદુરસિંગને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી એક મોપેડ અને ૨૪ હજારની રોકડ મળી કુલ ૯૪ હજારની મત્તા કબજે કરી હતી. તેમજ ઝડપાયેલા આરોપી સોનુકુમાર વર્મા ગુનાહિત ઈતિહાસ ધરાવે છે ભૂતકાળમાં તેની સામે સલાબતપુરા પોલીસ મથકમાં ઘરફોડ ચોરીનો ગુનો પણ નોંધાયો હતો
કેવી રીતે કરી હતી દુકાનદાર સાથે લુંટ ??
સામાન્ય રીતે કોઈ પણ લુંટારું લુંટ કર્યા પહેલા તેનું કાવતરું જરૂર ઘડે છે ત્યારે આરોપીઓને ઝડપી લીધા બાદ વધુ પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે બેંક ઓફ બરોડાના ગ્રાહક સેવા કેન્દ્ર નામની દુકાનમાં પૈસા ટ્રાન્સફર કરવા માટે અગાઉ ગયો હતો તે સમયે તેણે દુકાનમાં વધારે પ્રમાણમાં રૂપિયા જોયા હતા જેથી લૂંટ કરવાનો પ્લાન બનાવ્યો હતો દરમ્યાન ગત ૪ એપ્રિલના રોજ દુકાનની આજુ બાજુમાં રેકી કરી મોપેડ પર આવી સોનું વર્મા, સન્ની પ્રધાન અને અભિષેક ચાઇનીઝએ દુકાનમાં ઘુસી સન્ની ઉર્ફે પ્રધાને સંચાલકના માથા પર પિસ્ટલ મુકીને ટેબલના ખાનામાંથી રોકડા રૂપિયાની લૂંટ કરી હતી અને ત્યારબાદ નાસી છુટ્યા હતા