પુત્રી મિસા, રાબડી દેવી, પુત્ર તેજસ્વી અને જમાઈને પણ આઈટી દ્વારા નોટિસ ફટકારાઈ
બેનામી સંપતિના મામલે આરજેડી નેતા લાલુ પ્રસાદ યાદવ તથા તેના પરિજનો વિ‚ધ્ધ આઈટી વિભાગે કાર્યવાહી ઝડપી બનાવી છે. આ મામલે અત્યાર સુધી લાલુ પ્રસાદ યાદવના પુત્રી મિસા ભારતી તથા પુત્ર તેજસ્વી યાદવની સંપતિ ટાંચમાં લેવામાં આવી છે. સાથે આ બંને ઉપરાંત લાલુ પ્રસાદ યાદવના પત્ની રાબડી વિ‚ધ્ધ પણ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.
આઈટી વિભાગે આ સાથે તેજસ્વી, મીસા, ભારતી, રાબડી દેવી, લાલુની અન્ય બે પુત્રીઓ ચંદા અને રાગીની યાદવને નોટીસ પાઠવી છે. આ લોકો પાસેથી ૧૭૫ કરોડ ‚પીયાના હિસાબ કિતાબ માગવામાં આવ્યો છે. તેથી હવે આઈટી વિભાગ સમક્ષ હાજર થઈને આ લોકોએ ૧૭૫ કરોડની આવક કયાંથી આવી તેની સ્પષ્ટતા કરવી પડશે આ આરોપીઓમાં લાલ પ્રસાદ યાદવના જમાઈ અને મીસાભારતીના પતિ શૈલેષ કુમારનો પણ સમાવેશ થાય છે. લાલુ પ્રસાદ યાદવના પરિવારના આ સભ્યો બેનામી સંપતિના લાભાર્થી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. બીજી તરફ આઈ.ટી.વિભાગે કુલ ૧૪ સંપતિને આ કેસમાં જોડી છે. જેની માર્કેટ વેલ્યુ લગભગ ૧૭૫ કરોડ ‚પીયા માનવામાં આવે છે. આ સાથે પ્રોપર્ટીમાં દિલ્હીનું ફાર્મ હાઉસ અને ન્યુ ફ્રેન્ડસ કોલોનીનો બંગલાનો પણ સમાવેશ થાય છે.