બિહારના ચારા કૌભાંડ સાથે જોડાયેલા દેવધર ટ્રેઝરી મામલે આજે સીબીઆઈ કોર્ટ સજાની સુનાવણી કરે તેની સંપૂર્ણ શક્યતા છે. આ કેસમાં બિહારના પૂર્વ સીએમ લાલુ પ્રસાદ યાદવ સહિત 16 આરોપીઓઓને 23 ડિસેમ્બરે દોષિત જાહેર કરવામાં આવ્યા છે. લાલુ હાલ રાંચી સેન્ટ્રલ જેલમાં બંધ છે. તેમના પર ચારા કૌભાંડ સાથે જોડાયેલા 7 કેસ નોંધાયેલા છે. તેમાં ચાઈબાસા કેસમાં તેમને 5 વર્ષની સજા થઈ ગઈ છે. જોકે આ કેસમાં તેમને સુપ્રીમ કોર્ટ તરફથી જામીન મળી ગયા છે. બાકીના 5 કેસ પર સુનાવણી ચાલુ છે. 950 કરોડના ચારા કૌભાંડામાં આ 33મો અને લાલુ સાથે જોડાયેલો બીજો મોટો નિર્ણય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.