ચારા કૌભાંડમાં સજા કાપી રહેલા આરજેડી પ્રમુખ અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવ ગુરુવારે રાંચી કોર્ટમાં સરન્ડર કર્યું છે. લાલુ યાદવને હવે બીરસા મુંડા જેલ મોકલવામાં આવશે. ત્યારપછી જેલના ડોક્ટર્સ નક્કી કરશે કે લાલુનો ઈલાજ જેલની હોસ્પિટલમાં થશે કે તેમને રિમ્સ મોકલવાની જરૂર છે.
Jharkhand: RJD Chief Lalu Prasad Yadav reaches CBI Court. He had been ordered to surrender today by Ranchi High Court. #FodderScam pic.twitter.com/v2XbU9BBC5
— ANI (@ANI) August 30, 2018
સરન્ડર કરતાં પહેલાં લાલુ યાદવે કહ્યું છે કે, તેમને ન્યાય વ્યવસ્થા ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે. જે પણ કોર્ટનો આદેશ હશે તે તેમને માન્ય છે. તેમણે કહ્યું છે કે, મારી કોઈ ઈચ્છા નથી. નોંધનીય છે કે, લાલુ 10 મેના રોજ તેમના દીકરા તેજપ્રતાપ યાદવના લગ્નમાં બહાર આવ્યા હતા. હવે 110ના જામીન પછી તેઓ ફરી જેલમાં પાછા જઈ રહ્યા છે.
27 ઓગસ્ટે લાલુના જામીનનો સમય પુરો થતો હતો. તે પહેલાં જ લાલુએ કોર્ટને તેના જામીન 3 મહિના સુધી વધારવાની અરજી કરી હતી. આ અરજીનો કોર્ટે અસ્વીકાર કર્યો હતો અને 30 ઓગસ્ટે સીબીઆઈ કોર્ટમાં સરન્ડર થવાનો આદેશ આપ્યો હતો.