બાપ એવા બેટા, વડ એવા ટેટા
પ્રાણી સંગ્રહાલય માટે રેતીની ખરીદીમાં કટકી થયાના આક્ષેપ
લાલુપ્રસાદ યાદવનું નામ ફરી એક વખત ભ્રષ્ટાચાર કૌભાંડમાં સપડાયું છે. હવે લાલુનો પુત્ર ત્તેજપ્રતાપ યાદવ ઉપર પણ જમીન કૌભાંડ આચર્યાનો આક્ષેપ છે. તેણે પોતાની સત્તાનો દુરઉપયોગ કરી બહોળા પ્રમાણમાં ખનીજ ચોરી કરી હોવાનો આક્ષેપ ઈ રહ્યો છે. આ મામલે ભાજપના નેતા સુશીલકુમાર મોદીએ બિહારના મુખ્યમંત્રી નિતીશકુમારને તપાસ કરવા અરજી કરી છે.
પટણામાં આવેલા સંજય ગાંધી બાયોલોજીકલ પાર્કમાંી બહોળા પ્રમાણમાં રેતીની ચોરી ઈ હોવાનું ખુલ્યા બાદ તેમાં લાલુના પુત્ર ત્તેજપ્રતાપ યાદવની સંડોવણી હોવાના આક્ષેપો ઈ રહ્યાં છે. માટી ખરીદીના કૌભાંડમાં કરોડોની કટકી ઈ છે તેવું વિરોધ પક્ષોનું કહેવું છે. અગાઉ લાલુ પ્રસાદ યાદવે ઘાસચારા કૌભાંડ આચર્યું હતું. ત્યારબાદ હવે તેના પુત્ર ત્તેજપ્રતાપ યાદવની પણ કૌભાંડમાં સંડોવણી ખુલતા તપાસની માંગ ઉઠી રહી છે.