મેલી વિદ્યા કરતી હોવાનો વ્હેમ રાખી

પતિનો આપઘાતનો પ્રયાસ: માતા-પુત્ર ગંભીર, હત્યાની પ્રયાસનો નોંધાતો ગુનો

જામનગર જિલ્લાના લાલપુર નજીક નવી પીપર ગામ પાસે ઝુપડામાં રહેતા શખ્સ એ આજે ઉશકેરાટમાં આવી જઇ પોતાની પત્ની અને પુત્રને ગળા ના ભાગે નાની છરી વડે છરકા કરી દીધા પછી પોતે પણ ગળાના ભાગે છેકા મારી દેતાં ત્રણેયને સારવારમાં ખસેડાયા છે. જેમાં પત્નીની હાલત ગંભીર છે, ત્યારે પુત્રને દસ ટાંકા લેવા પડયા છે. પોલીસે પતી સામે હત્યા પ્રયાસ અંગે ગુન્હો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના નવી પીપર ગામના પાટીયા પાસે ઝૂંપડું બનાવીને રહેતા તુલસીભાઈ અરજણભાઈ સોલંકી નામના 45 વર્ષના યુવાને પોતાના ઘેર પોતાના ઝુપડામાં પત્ની સાથે સામાન્ય ગૃહ કંકાસ બાબતે બોલાચાલી થયા પછી ઘરમાં પડેલું નાનું ચપ્પુ લઇ આવીને પોતાની પત્નીના ગળાના ભાગે છરકા માંરી દીધા હતા, તેથી પત્ની લોહી લોહાણ થઈ હતી.

આ દરમિયાન તેનો હરેશ નામનો 2ર વર્ષનો પુત્ર પણ ઘરમાં હાજર હોવાથી તેને પણ ગળા ના ભાગે છેકા કર્યા હતા. ઉપરાંત પોતાના ગળાનાભાગે પણ ચપ્પુ ના છરકા મારી દેતાં લોહી લુહાણ બન્યો હતો. આ ઘટનાની જાણ થતાં 108 ની ટુકડી ઘટના સ્થળે પહોંચી હતી, અને સોનીબેન તથા તેના પુત્ર હરેશને લોહી નીતરતી  હાલતમાં સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં પહોચ્યા હતા, જ્યાં પુત્રને પ્રાથમિક સારવાર અપાયા પછી તેને ગળાના ભાગીદાર ટાંકા લેવા પડ્યા હતા, અને હાલ સારવાર હેઠળ છે જ્યારે પત્ની સોનીબેન ની હાલત ગંભીર હોવાથી તેણી પર  ક્રિયા કરવામાં આવી રહી છે. ઉપરાંત તુલસીભાઈ પણ ઈજાગ્રડત બન્યો હોવાથી તેને લાલપુરના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે દાખલ કરાયો છે.બનવ ની જાણ થતા લાલપુરનો પોલીસ કા પ્લમ્બર પડે તેમજ લાલપુરની સરકારી હોસ્પિટલ અને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દોડી ગયો હતો.

પોલીસે ઇજાગ્રસ્ત સોનીબેનનું નિવેદન નોંધ્યું હતું, જેમાં તેણીએ પોતાના ઉપર મેંલી વિદ્યા કરેછે તેવી પતિ શંકા કરતો હોવાથી મારી નાખવાના ઇરાદે હુમલો કર્યો હોવાનું જણાવ્યું હતું.

જેથી પોલીસે સોનીબેનની ફરિયાદના આધારે તેના પતિ સામે હત્યા પ્રયાસ અંગેની કલમ 307 તથા અન્ય જુદી જુદી કલમો હેઠળ ગુન્હો નોંધ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.