પુત્રીની સગાઈની લાલચ આપી ગોવાણાના શખ્સે બોલાવી આચર્યું કૃત્ય
લાલપુર તાલુકાના ગોવાણા ગામની વાડીમાં પોરબંદરની પ્રોઢાને ગાંધી રાખી દુષ્કર્મ આચાર્ય હતું. ત્યારબાદ પૈસાની માંગ કરી હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. જેને લઈને પોલીસે આરોપીને દબોચી લીધો હતો જેને કોર્ટમાં રજૂ કરાયા કરાતા કોર્ટે જેલ હવાલે કરવા હુકમ જારી કર્યો હતો.
આ મામલે જાણવા મળતી વિગતો અનુસાર લાલપુર તાલુકાના ગોવાણા ગામમાં રહેતા રાયદે ડાયાભાઈ કરંગીયા નામના 35 વર્ષીય આરોપીએ પોરબંદરની પ્રોઢાને પુત્રીની સગાઈની લાલચ આપી લાલપુર બોલાવી હતી. આ દરમિયાન પ્રોઢા પોતાની પુત્રી સાથે લાલપુર આવી હતી. આથી પુત્રીને ખંભાળિયા તલાટી કમ મંત્રીની પરીક્ષા આપવા માટે મોકલી દઇ અને મહિલાને આરોપી રામદે પોતાની વાડીની ઓરડીએ લઈ ગયો હતો. જ્યાં તેને ગોંધી રાખી હતી અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં છૂટવા માટે પૈસાની માંગણી કરતી હતી. આથી સમગ્ર મામલો બહાર આવ્યો હતો. જે મામલે લાલપુર પોલીસમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસે આરોપી રામદેની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે તેને જેલ હવાલે કરવા હુકમ કર્યો હતો જેને લઈને આરોપીને જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે.