છેલ્લી ઘડીએ મીડિયાને દોડતુ કર્યું, ડિગ્નીટીઓ ‘મેદાન છોડી’ નીકળ્યા!!!
રાજકોટમાં આગામી ૭૧માં પ્રજાસતાક પર્વની રાજયકક્ષાની ઉજવણી થવા જઈ રહી છે. જેન લઈને એકથી એક ચડિયાતા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે ગઈકાલે સહેલાણીઓ માટે પર્યટક સ્થળ તરીકે જાણીતા બનેલા લાલપરી તળાવ ખાતે સ્પીડબોટ તથા વોટરરાઈડનું લોન્ચીંગ શહેરની ડિગ્નીટીઓનાં હસ્તે કરાયું. પરંતુ સંકલનના અભાવે તંત્રએ છેલ્લી ઘડીએ મીડીયાને દોડતું કર્યું અને આ અંગે મોડી જાણકારી આપી આથી તંત્રના સંકલનની અભાવની પોલ ખૂલી પડી છે. રાજકોટમાં નવલુ નજરાણુ તરીકે લાલપરી તળાવ ઉભરી આવ્યું છે.
ત્યારે સ્પીડ બોટ અને વોટર રાઈડના લોન્ચિંગ કાર્યક્રમની તંત્રએ મીડીયાને છેલ્લી ઘડીએ જાણ કરી તંત્રની મોટી ભૂલ સામે આવતા ડિગ્નીટીઓ ફટાફટ કાર્યક્રમ પૂરો નીકળી ગયા. છેલ્લી ઘડીએ મીડીયા દોડયું પણ ત્યાં સુધીમાં ડિગ્નીટીઓ ‘મેદાન છોડી’ નીકળી ગયા હતા. જો કે ‘અબતક’ દૈનિક સમયસર સંપૂર્ણ વિગતો જનતા સમક્ષ મૂકી છે. ડિગ્નીટીઓનાં ગયા બાદ શહેરના અનેક સહેલાણીઓએ સ્પીડબોટ અને વોટર રાઈડની મજા માણી હતી.