કોન્ટ્રાકટ એજન્સીઓ કાર્ડને રીન્યુ કરવામાં ધ્યાન ન આપતી હોવાથી લોકોને હાલાકી
સરકાર દ્વારા અમલમાં આવેલ માં અમૃતમ કાર્ડ શરૂઆતમાં ૧ વર્ષ રીન્યુ કરવામાં આવતુ ત્યારબાદ તેની મુદત ૩ વર્ષ કરવામાં આવી. સરકાર દ્વારા અમલમાં આવેલ લોકોના આરોગ્ય વિષયક યોજના કેશોદના લોકોને ઉપયોગી થતી ન હોય એવું જાણવા મળે છે. કેશોદમાંથી અમુક લોકોની ફરિયાદ એવી ઉઠવા પામી છે કે આ કાર્ડની મુદત પુરી થતા રીન્યુ કરવા માટે કાર્ડમાં આપેલ હેલ્પલાઈન નંબર ઉપર ફોન કરતા તે અધિકારી એમ જણાવે છે કે તમે સ્થાનિક લેવલે રજુઆત કરો એમ કહે છે.
સ્થાનિક લેવલે રજુઆત કરવામાં આવે છે તો તે કર્મચારી જે ડોકયુમેન્ટની જ‚ર હોય તે લઈ અને કહે છે કે ચાર-પાંચ દિવસ લાગશે. તેના કહ્યા મુજબના દિવસો બાદ તપાસ કરવામાં આવે તો ઉઘ્ધતાઈપૂર્વક જવાબ આપવામાં આવે છે અને કોઈપણ રીતે આ અંગે ધ્યાન આપવામાં આવતું નથી.
વધુ ઓફિસનો જે નિશ્ચીત સમય હોય એ સમયે ઓફિસ ખુલતી નથી. સરકાર દ્વારા અધિકૃત અધિકારીઓ દ્વારા આ કાર્ડ કઢાવવા તથા રીન્યુ કરાવવા માટે પ્રાઈવેટ એજન્સીને કોન્ટ્રાકટ આપેલ હોય છે તેથી એ જે કર્મચારી હોય છે તે પુરતુ ધ્યાન નથી દેતા હોતા, આમ આ કામગીરી તાત્કાલિક ધોરણે નથીથતી અને લોકોને પોતાના કામધંધા બંધ રાખી વારંવાર ઓફિસે ધકકા થતા હોય છે અને ઉદાસી સાથે પાછુ ફરવું પડે છે.
આમ માં અમૃતમ યોજના સરકાર દ્વારા અમલમાં આવી તેમાં સરકારનો ઉદેશ્ય સારો છે પરંતુ કર્મચારી અથવા આવા લોકોને નિમણુક થયા બાદ ઉત્સાહપૂર્વક કામગીરી કરવામાં આવી નથી હોતી તેથી લોકો હાલાકી ભોગવે છે તો આવા નિષ્ક્રીય કર્મચારી અથવા તો જે આ કાર્ડ રિન્યુ કરવાની કામગીરી સંભાળે છે. તેમની સામે ત્વરીત પગલા લેવામાં આવે તેવી કેશોદમાંથી માંગણી ઉઠવા પામી છે.