વિદ્યાગુરૂ ફાઉન્ડેશન સંચાલિત
નિષ્ણાંત તબીબો સાથે સપોર્ટીંગ સ્ટાફ સતત ખડે પગે: સાડા પાંચ વર્ષમાં ૮ લાખથી વધુ જરૂરિયાતમંદ દર્દીઓએ લીધો લાભ
વિધાગુરૂ ફાઉન્ડેશન સંચાલીત લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર સૌરાષ્ટ્રના સાવરકુંડલા જિ. અમરેલી સ્થિત તદન નિ:શુલ્ક હોસ્પિટલ છે. આ નિ:શુલ્ક આરોગ્ય મંદિરના જનરલ ઓ.પી.ડી.વિભાગ, ગાયનેક વિભાગ, ડાયાલિસિસ વિભાગ, પેથોલોજી વિભાગ, રેડીયોલોજી વિભાગ, પીડીયાટ્રીક વિભાગ, ફિઝિયોથેરાપી વિભાગ, નેચરોપેથી વિભાગ, સર્જિકલ વિભાગ, આઈ.સી.યુ. વિભાગ, ડેન્ટલ વિભાગ મેડીકલ સ્ટોર વગેરે જેવા વિભાગોનો લાભ છેલ્લા સાડા પાંચ વર્ષમાં લગભગ ૮ લાખથી વધુ જરૂરીયાત મંદ દર્દીઓ લઈ ચૂકયા છે.
દર્દીનારાયણની સેવામાં રત આ સંસ્થાનો મુખ્ય ઉદેશ્ય છેવાડાના જરૂરીયાતમંદ માણસો સુધી નિ:શુલ્ક રીતે આરોગ્ય સેવા પહોચાડવી તેવો છે. નાત ,જાત વર્ણ વર્ગના ભેદ વગર કાર્ય કરતી આ સંસ્થાના સેવાર્થે પૂ. મોરારીબાપુએ ૨૦૧૮માં સાવરકુંડલા ખાતે રામકથા કરી હતી. જે દરમિયાન આ આરોગ્ય મંદિરની મુલાકાત ગુજરાતનાં મુખ્યમંત્રીએ પણ લીધી હતી. ભવિષ્યમાં નવા આરોગ્ય વિભાગોમાં લોકોને વધુમાં વધુ સુવિધાઓ મળે આ સંકલ્પ સાથે આ સંસ્થા લોક કલ્યાણાર્થે અવિરત કાર્ય કરી રહી છે.
હોસ્પિટલ પાસે કવોલીફાઈડ ડોકટર્સની ટીમ અને સપોટીંગ સ્ટાફ છે. જુદા જુદા ક્ષેત્રનાં ખ્યાતનામ તબીબો અહી સમયાંતરે સેવા આપવા આવે છે. એક નાનકડા શહેરમાં ચાલી રહેલી આ આરોગ્ય સેવા આસપાસનાં જનસમુદાય માટે ખરા અર્થમાં ઉપકારક જ છે. કોરોનાના આ કપરા કાળમાં ઘણી બધી વિકટ પરિસ્થિતિમાંથી હોસ્પિટલે પસાર થવું પડયું છે. છતા પણ સેવા પરમો ધર્મ અને દર્દીનારાયણની સેવા કરવી એવો ઉદેશ્ય અને પૂ. બાપુની સત્ય પ્રેમ અને કરૂણાની ભાવના જોડાય હોવાથી પુરીત કેદારી સાથે આ હોસ્પિટલના લગભગ બધા જ વિભાગોમાં આરોગ્ય સેવા શરૂ જ છે. પ્રવર્તમાન સમયમાં સમગ્ર વિશ્ર્વ જયારે કોરોના વાઈરસ સંક્રમણથી પ્રભાવિત રહ્યું છે. ત્યારે પણ આ હોસ્પિટલમાં તમામ સેવાઓ અવિરત પણે અપાઈ રહી છે. કોરોનાના કારણે અહી આવતા દર્દીઓ માટે વિશેષ સાવચેતી રાખવામાં આવે છે.
હાલની કોરોના મહામારીની પરિસ્થિતિમાં સાવચેતીનાં પગલા રૂપે આરોગ્ય મંદિરમાં તપાસ કરાવવા આવતા પહેલા ફોન નંબર ૦૨૮૪૫-૨૨૫૫૬૬ મો.નં. ૦૯૫૭૪૩૧૨૪૩૪ પર રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત બનાવાયું છે. અને તેને સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે. વધુમાં વધુ આરોગ્ય મંદિરની સેવાનો લભા લેત તવી ટ્રસ્ટ દ્વારા અપીલ કરાઈ છે. વધુ વિગત માટે ભરતભાઈ જોષી મો. ૯૪૨૯૦ ૭૭૦૦૧, દિવ્યકાંતભાઈ સૂચક મો. ૯૮૨૦૨ ૨૦૧૨૦ ઉપર સંપર્ક કરવો