ગુજરાતમાં પ્લાન્ટો સ્થાપવા ૨૦ કંપનીઓને કેન્દ્રીય પર્યાવરણ અને વન વિભાગની મંજૂરી: રૂપાણી સરકારની મંજૂરી બાદ આ ક્ષેત્રમાં વિશાળ ઉત્પાદન અને વિપુલ રોજગારીની તકો ઉભી થવાનો ઉદ્યોગ નિષ્ણાંતોનો મત
આપણા દેશ ભારતમાં સદીઓ પૂર્વે જીવ આધારીત જૈવિક ખેતીથતી હતી જેના કારણે થતી મબલક આવકના કારણે ભારત વિશ્ર્વભરમાં ‘સોને કી ચીડીયા’ બનીને ખેતી પ્રધાન દેશ બન્યો હતો.પરંતુ દેશવાસીઓનાં કમનસીબે દેશ પર ૧૫૦ વર્ષ સુધી શાસન કરનારા અંગ્રેજોએ ખેત ઉત્પાદન વધારવાના નામે ભારતમાં પેસ્ટીસ્ટાઈડ યુકત ખેતી લાવ્યા હતા. અંગ્રેજોના રંગેરૂપ અને ભાષાથી અભિભૂત થયેલા ભારતીયો આ પેસ્ટીસ્ટાઈડયુકત ખેતીને આધુનિક ખેતી માનીને તેને અપનાવવા લાગ્યા હતા જેથી હાલ દેશભરમાં પેસ્ટીસ્ટાઈડયુકત ઝેરી ખેતી થઈ રહી છે. પરંતુ અંગ્રેજો સહિતના વિદેશીઓને હવે પેસ્ટીસ્ટાઈડયુકત ખેતી ઝેરી લાગી રહી હોય ઓર્ગેનીકના નામ મૂળ ભારતીય પરંપરાગત જૈવિક ખેતી તરફ પાછા વળી રહ્યા છે. ત્યારે મનુષ્ય જીવનમાં અતિ જરૂરી એવા જીવ વિજ્ઞાનને પ્રોત્સાહન આપવાનો કેન્દ્રની મોદી સરકારે નિર્ણય કર્યો છે. વર્તમાનનું ભૌતિક વિજ્ઞાન જેના પર ઉભુ છે. એવા જીવ વિજ્ઞાનને પ્રોત્સાહન આપવાનો રાજયની રૂપાણી સરકારે પણ ટુંક સમયમાં મહત્વપૂર્ણ નિર્ણય લે તેવી સંભાવના વ્યકત થઈ રહી છે.
ગુજરાતમાં દાયકાઓ પૂર્વેની રાજય સરકારોની ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાની નીતિના કારણે મધ્ય અને દક્ષિણ ગુજરાતનાં અનેક વિસ્તારોમાં મોટાપ્રમાણમાં ઔદ્યોગિક વસાહતો સ્થાપાઈ હતી આ ઔદ્યોગિક વસાહતોમાં અનેક કેમીકલો બનાવતા કારખાનાઓ ધમધમી રહ્યા છે. પરંતુ કમનસીબો એગ્રોકેમિકલ્સ ક્ષેત્રમાં જોઈએ તેટલી કંપનીઓ રસ દાખવ્યો ન હતો જેથી આ ક્ષેત્રમાં ભારત પોતાની જરૂરીયાતો માયે ચીન સહિતના દેશોનીઆયાતો પર નિર્ભર રહેવા પામ્યું હતુ, કેન્દ્રની મોદી સરકારે તાજેતરમાં ભારતીય ઉદ્યોગકારોને પ્રોત્સાહન આપવા ‘મેઈક ઈન ઈન્ડીયા’ ‘સ્ટાર્ટઅપ ઈન્ડીયા’ સહિતની અનેક નવી યોજનાઓ બનાવીને તેમને અનેક મદદો આપવાનો નિર્ણય કર્યો છે. જેના ભાગ રૂપે હવે એગ્રોકેમીકલ્સ ક્ષેત્રમાં ભારતને સ્વનિર્ભર બનાવવા ગુજરાતમાં ૨૦ કંપનીઓને ત્રણ હજાર કરોડ રૂાના ખર્ચે પ્લાન્ટો સ્થાપવાને કેન્દ્રીય પર્યાવરણ વન અને કલાઈમેટ ચેન્જ વિભાગે લીલીઝંડી આપી છે.
આ કંપનીઓને હવે, રાજય સરકાર દ્વારા પર્યાવરણીય મંજૂરી આપવામાં આવશે તો દક્ષિણ ગુજરાતના ભરૂચ જિલ્લામાં આવેલા અંકલેશ્ર્વર, વાગર, સહિતના સ્થાનો પર આ વિશાળ પ્લાન્ટો ટુંક સમયમાં ધમધમતા થશે. આ પ્લાન્ટો કાર્યરત થવાથી રોજગારીની વિશાળ તકો ઉભી થવાની સાથે વિવિધ એગ્રોકેમીકલ્સ પ્રોડકટનું મોટા પ્રમાણમાં ઉત્પાદન થવાથી દેશની જરૂરીયાત કરતા વધારે વિવિધ પ્રોડકટોનું ઉત્પાદન થશે. જેથી. આવી એગ્રોકેમિકલ્સ પ્રોડકટોને વિદેશોમાં નિકાસ કરીને વિદેશી હુંડીયામણ પણ મેળવી શકશે જે કંપનીઓને તેમના પ્રોજેકટ્સ માટે આગળ વધારવામાં આવી છે. તેમાં ભારત રાસાયણ લીમીટેડ, ચેમિનોવા ઈન્ડિયા લિમિટેડ ટેગરોસ કેમિકલ ઈન્ડિયાક, નિયોજન કેમિકલ્સ લિ., મેઘમાની ઓર્ગેનિકસ લિમિટેડ અને ઈન્સેકિટસાઈડ્સ ઈન્ડિયા લિમિટેડ જેવી કંપનીઓનો સમાવેશ થાય છે. અંકલેશ્ર્વરના પાનોલી સ્થિત તેના પ્લાન્ટમાં જંતૂનાશકો અને પેસ્ટિસાઈડ વિશિષ્ટ મધ્યવતી ઉત્પાદન ક્ષમતાના વિસ્તરણ માટે ડેનમાર્કનીચેમિનોવાને આ મહિનાની શરૂઆતમાં એન્વાયમેન્ટ કલીયરન્સ આપવામાં આવ્યું છે. એમઓઈએફસીનાં જાહેરનામા મુજબ પ્રોજેકટની કિમંત આશરે ૭૯૦ કરોડ રૂપીયા છે. ભરૂચના વાગરા ખાતે રંગ રસાયણો અને એગ્રો ઈન્ટરમીડીએટ્સ યુનિટ સથાપવા માટેના નિયોજન કેમિકલ્સ લિ.ના. ૧૫૦ કરોડ રૂપીયાના પ્રોજેકટને પણ મંજૂરી આપવામાં આવી છે.
ભરૂચ જિલ્લાના વાગરા ખાતે સયાખા જીઆઈડીસી ઔદ્યોગિક વસાહત ખાતે એગ્રોકેમિકલ્સ ક્ષેત્રમાં ભારતના વિશાળ જૂથની મુખ્ય કંપની ભારત રસાયણ લિમિટેડ બીઆરએલ એગ્રો કેમિકલ્સ અને તેમના મધ્યસ્થી માટે નવી ઉત્પાદન સુવિધા સ્થાપવાની યોજના બનાવી છે. આ પ્રોજેકટનો ખર્ચ ૩૧૦ કરોડ રૂપીયા છે.
તાજેતરમાં મંજૂરી મેળવનારા વિસ્તરણ અને નવા પ્રોજેકટ એગ્રોકેમિકલ્સ, જંતુનાશકો, રંગો અને મધ્યસ્થી અને અન્ય રસાયણો માટે મોટાભાગનાં નવા રોકાણો એ જંતુનાશકોની હાલની ક્ષમતાના વિસ્તરણ અને નવા જંતુનાશક ઉત્પાદનો ઉમેરવા માટે છે.
એગ્રો કેમિકલ ક્ષેત્રમાં ચીનથી વિશ્ર્વના બાકીનાં દેશોમાં મોટાભાગ સપ્લાય આવે છે. છેલ્લા એકાદ વર્ષથી વધુને વધુ યુરોપીયન અને અમેરિકન કંપનીઓ જંતુનાશકો, નીંદણનાશકો, હર્બિસાઈડ્સ બનાવવા માટેના એકમો માટે, ભારત તરફ ધ્યાન આપવાનું શરૂકરી દીધી છે. તેમ ફિકકીના નેશનલ કેમિકલ્સ સમિતિના અધ્યક્ષ દીપક મહેતાએ જણાવ્યું હતુ કે એકલા ચીન પર આધાર રાખવાના બદલે દુનિયા એ હવે ભારત તરફ વધુ નજર રાખી રહી છે.
ઉદ્યોગના આગેવાનોએ જણાવ્યું હતુ કે છેલ્લા કેટલાક વષોમાં ભારતમાંથી જંતુનાશકોનાં નિકાસમાં મજબૂત વૃધ્ધિ જોવા મળી છે. ધરેલુ માંગ પણ વધી રહી છે. એગ્રોકેમિકલ, જંતુનાશક દવા, જંતુનાશક, મધ્યવર્તી અને ફોર્મ્યુલેશનની માંગ અને ઉપલબ્ધતા વચ્ચેનું અંતર વર્ષોથી વધવાની સંભાવના છે. આનાથી આવા પ્રોજેકટની માંગ વધવા પામી છે જે આ અંતરને દૂર કરવામાં મદદ કરી શકે તેમ છે.
ઘણી કંપનીઓ સલ્ફયુરિક એસિડ અને કોસ્ટિક એલ્કલીઝ જેવા મૂળભૂત રસાયણો માટેની ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારોમાં આવા ઉત્પાદનોની સારી માંગ છે. તેમ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝે જણાવ્યું હતુ.