બેન્કિંગ કોરસપોન્ડન્ટની કામગીરી કરતા રેશનીંગ દુકાન ધારકો રોકડ ઉપાડને આપે છે પ્રોત્સાહન
નોટબંધી બાદ ડિજીટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે સરકારે અલગ અલગ નિર્ણયો કર્યા છે જેમાં રેશનિંગની દુકાનો ઉપર પણ ડિજીટલ પેમેન્ટ ાય તે માટેનો નિર્ણય કરવામાં આવ્યો હતો. પરંતુ રેશનીંગવાળાની લાલીયાવાળીને કારણે ડિજીટલાઈઝેશન અભેરાઈએ ચડયું છે.
કહેવાય રહ્યું છે કે, ઘણી રેશનીંગની દુકાન ધારકો બેન્કિંગ કોરસપોન્ડન્ટ પણ હોવાી ડિજીટલ પેમેન્ટને પણ પ્રોત્સાહન આપવાના બદલે ‚પિયા ઉપાડીને તેમને ચૂકવવામાં આવે તે પધ્ધતિ ઉપર ભાર મુકી રહ્યાં છે.
આવા બેન્કિંગ કોરસપોન્ડન્ટ અને રેસનીંગ દુકાન ધારકોના કારણે ડિજીટલ પેમેન્ટને પ્રોત્સાહન મળી રહ્યું ની અને લોકોને પણ નવી ઢબ સ્વીકારતા ોડી વાર લાગી રહી છે. અગાઉ મોટાપાયે જાહેરાતો યા બાદ સરકાર દ્વારા પણ આ બાબતે તપાસ કરવામાં આવે તો કામગીરી ડિજીટલ પેમેન્ટની દિશામાં વાળી શકાય તેમ છે. દેશમાં અંદાજીત ૬ લાખ રેશનીંગની દુકાનો છે જેમાંી ઘણા દુકાન ધારકો બેન્કીંગ કોરસપોન્ડન્ટ હોવાી ડિજીટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવાની દિશામાં કામ કરતા ની.
કોરસપોન્ડન્ટ હોવાી રોકડ ઉપાડ પર દુકાન ધારકોને કમિશન મળે છે જેના કારણે ડિજીટલ પેમેન્ટને અભેરાઈએ ચડાવવામાં આવ્યું છે. તેમાં પણ આગામી સમયમાં આધાર આધારિત પધ્ધતિ શ‚ વાની હોવાી ડિજીટલ પેમેન્ટની કામગીરી કયાં પહોંચશે તે જોવાનું રહ્યું છે.
ખરેખર તંત્રએ બેન્કિંગ કોરસપોન્ડન્ટ રેશનીંગ દુકાન ધારકો ઉપર તપાસ કરવી જોઈએ અને ડિજીટલાઈઝેશનનું પ્રમાણ વધે તે માટે કડક પગલા પણ લેવા જોઈએ.
ડીજીટલાઈઝેશનને પ્રોત્સાહન આપવા માટે માત્ર વાતો જ‚રી નથી પરંતુ એક વખત નિયમની અમલવાહી થયા બાદ તેના પર સતત નજર પણ રાખવી જોઈએ. જેથી ડીજીટલ પેમેન્ટને મળતા પ્રોત્સાહનમાં પણ વિકાસ જોવા મળે. રેશનીંગની દુકાનોને ડિજીટલ પેમેન્ટ પઘ્ધતિથી સજ્જ કરવા માટે સરકારે એક પછી એક મહત્વના પગલા ભર્યા છે પરંતુ તેના પર ધ્યાન આપવામાં આવતુ ન હોવાથી બેન્કીંગ કોરસપોન્ડન્ટ કમાય રહ્યા છે અને ડીજીટલ પેમેન્ટને પ્રોત્સાહન મળી રહ્યું નથી.
બેન્કીંગ કોરસપોન્ડન્ટને રોકડ ઉપાડ થતા બે થી પાંચ ‚પિયાનો ફાયદો થતો હોવાથી દુકાને આવતા ગ્રાહકોને રોકડ-ઉપાડ માટે કહેવામાં આવે છે અને ડીજીટલ પેમેન્ટને અભેરાઈએ ચડાવી અંગત સ્વાર્થ ઉપર ભાર મુકાય છે. આ સ્વાર્થના કારણે સરકારના ડીજીટલ પેમેન્ટના સપનાને ધુળ ચડી રહી છે.