તાલુકાની ચિંતા ન કરવા વિવિધ સમાજના આગેવાનોએ આપ્યો કોલ

ઉપલેટા શહેર તાલુકા કોંગ્રેસ પક્ષના સંગઠનના હોદેદારો તથા કાર્યકરોનું સ્નેહમિલન યોજાયું હતું. જેમાં પાટીદાર, આહિર, દરબાર, રબારી, મુસ્લિમ, લોહાણા, મોચી સહિત સમાજના આગેવાનો બહોળી સંખ્યામાં હાજર રહેલ હતા. કોંગ્રેસ પક્ષના સ્નેહમિલનમાં પોરબંદર લોકસભા મત વિસ્તારના કોંગ્રેસના ઉમેદવાર અને ધોરાજીના લડાયક ધારાસભ્ય લલિતભાઈ વસોયાએ જણાવેલ કે આ વિસ્તાર મારું ઘર છે.

મારા ઘરની ચિંતા કોંગ્રેસના કાર્યકરો ઉપર છોડીને જાવ છું. કાર્યકરોને શિખ આપતા લલિત વસોયાએ જણાવેલ કે લોકોને મારા ધારાસભ્ય તરીકેની કામગીરી અને આ વિસ્તારના રોડ-રસ્તા, ખેડુતોના કામો જોઈને મતદારો પાસે મત માંગજો. વધુમાં લલિત વસોયાએ જણાવેલ કે શકિતશાળી માણસોના વિરોધ જાજો હોય છે પણ હું પોરબંદર બેઠક ઉપરથી એક લાખ મતથી વિજય બનવાનો છું.

આ સ્નેહમિલનમાં લાખાભાઈ ડાંગર, નયનભાઈ જીવાણી, સોમભાઈ મકવાણા, નારણભાઈ સેલાણા, પીઠાભાઈ મકવાણા, રજાકભાઈ હિંગોરા, હનીફભાઈ, ખીમાડાડા ચંદ્રવાડિયા, કપિલ સોલંકી, ધર્મેશભાઈ ભાસ્કર, બાબુભાઈ મિયાત્રા, ખોડલધામ સમિતિના પ્રમુખ વિઠ્ઠલભાઈ વોરા, મજબનભાઈ હુંબલ, આરતીબેન મકવાણા, પ્રવિણાબેન નંદાણીયા, નારણભાઈ સેલાણા, વલ્લભભાઈ મુરાણી, ભરતભાઈ કલોલા, કિશોરભાઈ વેકરીયા, અંકિતભાઈ પટેલ સહિત કોંગ્રેસના વિશાળ સંખ્યામાં કાર્યકરો હાજર રહેલ હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.