આરબીઆઈએ સહકારી બેન્કોના સંચાલન માટે તૈયાર કરેલા કડક નિયમોને ટૂંક સમયમાં અમલમાં મુકાશે
ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા સહકારી બેંકો માટે કડક નિયમો સાથેની નવી માર્ગદર્શિકા માટેના અમલ માટેની તૈયારી કરી રહ્યું છે. શહેરી સહકારી બેંકની આર્થિક ડામાડોળ પરિસ્થિતી અને વહિવટમાં દલાતરવાડી જેવા ઘાટનો અંત લાવવા માટે આરબીઆઈ નવા નિયમો લાવી રહી છે. સહકારી બેંકોના સંચાલન માટે નિયમો અને વ્યક્તિગત અને સામૂહિક ધોરણે થાપણ મુકનારા અને ધિરાણ કરનારા અને રોકાણ કરનારાઓ માટે કડક નિયમોની અમલવારી માટે કમર કસવામાં આવી રહી છે.
આરબીઆઈ દ્વારા ૫૦૦ કરોડથી વધુની અસકયામતો ધરાવતી શહેરી સહકારી બેંકોને તેમના વ્યાપારી સહયોગી આ સાથે વ્યવહારો અંગેની માહિતી આપવા જણાવાયું છે. શહેરી સહકારી આરબીઆઈ દ્વારા સ્થિત વધુ સુદ્રઢ બનાવવા અને થાપણદારોના હિતોની રક્ષા કરવા અને નિયમ મુજબની જરૂરી સહાય માટે સહકારી બેંકોને મદદરૂપ વા માટે આ નિર્ણય લીધો છે. આરબીઆઈ પ્રાદેશિક સહકારી બેંકો માટે એક ખાસ નીતિ વિષયક મુસદ્દો અને સમીક્ષા માટે તૈયાર થવાના કારણમાં પુનાની મહારાષ્ટ્ર કો.ઓપરેટીવ બેંક પીએમસીના ફડચા અને એચડીઆઈએલ જુને નિયમ વગર નાણા ધરીને બેંક ડુબી ગઈ તેવા કિસ્સાનું પુનરાવર્તન ન થાય તે માટે આરબીઆએ શહેરી સહકારી બેંકના વહિવટ ઉપર નિયંત્રણ માટેની કવાયત હાથ ધરી છે. આરબીઆઈના માર્ગદર્શન હેઠલ સહકારી બેંકોને નિયમ મુજબ ચલાવવા માટે અને જરૂરી આર્થિક સહાય માટે આરબીઆઈ ૩૧ ડીસેમ્બર સુધીમાં માર્ગદર્શિકઓ બહાર પાડશે.
શહેરી સહકારી બેંકોના નાણા, વહિવટ વ્યવહાર અને ધિરાણનો વ્યવસ્થ તંત્ર સુદ્રઢ અને વ્યવસ્તિ બનાવવા માટે આરબીઆઈ દ્વારા કડક વ્યવ્સ્થા ઉભી કરવામાં આવનારી છે. ડિઝીટલ અને ઈન્ટર કનેક્ટિવીટીથી પેમેન્ટ મૂડીની મર્યાદા અને ડિઝીટલ સેવાઓની સાથે સાથે જોબમાં સામે બેંકોને સુરક્ષિત રાખવા માટે સમ્યાંતર નેટવર્ક ઉભુ કરવામાં આવ્યું છે. શહેરી અને ગ્રામ્ય સહકારી લેશે માટે કડક નિયમો, બેંકોની સેવાઓની સાથે સાથે નાણાંકિય વ્યવહાર, ધિરાણ મેળવવા અને આપવાની પ્રક્રિયા પર ડિઝીટલ નેટવર્કિંગ સતત નજર રાખવામાં આવનારી છે.
અત્યારે સહકારી બેંકોનો વહિવટમાં ચાલતી લાલીયાવાડીથી બેંકના ડિરેકટરો અને ભ્રષ્ટ કર્મચારીઓ પોતાની રીતે બેંકનું વહિવટ ચલાવે છે. ઘણાં કિસ્સામાં ગધા વગરની ગધેડીને અમદાવાદના ભાડાની જેમ સહકારી બેંકો ધિરાણ લેનારની આર્થિક ક્ષમતા અને લોન પર કરવાની ત્રેવડ માપ્યા વગર જ કરોડો રૂપિયાની લોન આપી દે છે. મહારાષ્ટ્રની પીએમસી બેંકમાં પણ આવી જ રીતે એચપીઆઈએલને આપેલું ધિરાણ ડુબી ગયું હતું. આરબીઆઈ હવે સહકારી બેંકો પર નિયમોનો કડક સંજોગો લગાવવા કમરકસી રહી છે.
દેશના સહકારી ક્ષેત્રની બેંકોમાં ગેર વહિવટની વાત થાય છે ત્યારે ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રના સહકારી ક્ષેત્રની કેટલીક બેંકોનો વહિવટ ધ્યાને લેવામાં આવે તો રાજકોટ જિલ્લાના સહકારી બેન્ક રાજકોટ જિલ્લાના સહકારી બેંક, નાગરિક બેંક સહિતની જિલ્લાના સહકારી ક્ષેત્રની મોટાભાગની બેંકો સતત નફો કરે છે. શપણદારોને સવાયા વ્યાજ અને વળતર આપતા ક્ષેત્ર તરીકે હંમેશા સરાહનીય બન્યું છે.