મોચી સમાજ દ્વારા મહારકતદાન કેમ્પ અને ભજન સંઘ્યા સહિતના  આયોજનો

રાજકોટ સંતશ્રી લાલાબાપાની ૭૬મી પુણ્યાતીથી નિમિત્તે સંત લાલાબાપા મોચી જ્ઞાતિ યુવક મંડળ દ્વારા તા. ૧૮ ને મંગળવારના રોજ રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે સાંજે પ થી ૧૦ દરમ્યાન મહા રકતદાન કેમ્પ, મહાઆરતી, સમુહ પ્રસાદ, ભજન સંઘ્યા અને સંતરી લાલાબાપાની જીવન ઝરમરની વિડીયો ડી.વી.ડી.નું વિમોચન કરવામાં આવનાર છે.

સંત લાલાબાપાની ૭૬મી પુણ્તતિથીના મુખ્યદાતા રાજુભાઇ જેઠવા છે. તેમજ લાલાબાપાની જીવન ઝરમરની વિડીયો ડી.વી.ડી. બનાવનાર કિશોરભાઇ વાઢીયા, ધીરુભાઇ વાઠીયા અને ચંદ્રકાંતભાઇ જણસારી છે. તે ઉપરાંત વિરજી મેધજી ચાવડા, યુ.એસ.એ. પરીવાર, રાજકોટ મોચી જ્ઞાતિ સમાજ ટ્રસ્ટ, રાજુભાઇ હિરાભાઇ ચૌહાણ, જયેશભાઇ આર્ય, અલ્પા ફર્નીચર, જય ખોડીયાર સ્ક્રેપ સપ્લાયર્સ, રાહુલ ઓર્નામેન્ટનો સહયોગ પણ મળેલ છે. વિશેષમાં રાજકોટ પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહેલોત દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત પણ યોગદાન આપવામાં આવેલ છે.

મહારકતદાન શિબીરનું સંચાલન અનીલભાઇ ચાવડા દ્વારા કરવામાં આવશે. ચૌહાણ સાઉન્ડ તરફથી માઇક અને ઓરકેસ્ટ્રાની સેવા આપવામાં આવશે. આર.કે. સ્ટુડીઓ રામભાઇ ચૌહાણ તરફથી વિડીયો શુટીંગની સેવા છે. વસંતભાઇ, રસીકભાઇ, જેન્તીભાઇ અને ધર્મેશભાઇ તરફથી કોલ્ડ્રીંકસ શરબતની સેવા આપવામાં આવશે.

આ સંસ્થા દ્વારા મોચી જ્ઞાતિનું સમુલ મહાપ્રસાદનું ૮મું વર્ષ છે. અને સતત અવિરત સફળતા પ્રાપ્ત કરેલ છે. આ સમગ્ર કાર્યક્રમનું સંચલાન  અને એનાઉન્ટસમેન્ટ મોચી જ્ઞાતિના પ્રખ્યાત એનાઉન્સર ઉમેશભાઇ વાળા કરશે. તેમની સેવાઓ આપશે. ઉપરાંત રવિભાઇ ચૌહાણ દ્વારા મુખ્ય મહેમાનોને મોમેન્ટોની સેવાઓ આપવામાં આવશે.

આ કાર્યક્રમમાં રાજકોટમા વસતા મોચી જ્ઞાતિના કુટુંબોની વસતી ગણતરીનું ફોર્મ આપવામાં આવશે. અને રાજકોટ શહેરના વસતા કુટુંબોની યાદી તૈયાર કરવામાં આવશે. આ કાર્યક્રમ સફળ બનાવવા માટે રાજકોટ મોચી જ્ઞાતિ સમાજ ટ્રસ્ટ સીતારામ ધુન મંડળ રાજકોટ મોચી  જ્ઞાતિ કર્મચારી પ્રગતિ મૅડળ, કોઠારીયા રોડ, મોચી જ્ઞાતિ સમાજ અને અગીયારસ ગત મંડળના રાજકોટ તેમની સેવાઓ આપશે. આ આયોજનના સફળ સુકાનીઓ પ્રમુખ દીનેશભાઇ ચૌહાણ મો. નં. ૯૮૭૯૮ ૯૫૯૯૦, મંત્રી અમીતભાઇ વાળા મો. નં. ૯૮૨૪૫ ૮૮૯૦૯, ઉપપ્રમુખ તેજસ ચૌહાણ, ઉપપ્રમુખ પ્રશાંત ચુડાસમા, ખજાનચી ભરતભાઇ ચૌહાણ, રાજુભાઇ ચૌહાણ અને નીતીનભાઇ ચૌહાણ છે. આ સંસ્થાનું કાર્યાલય સંત લાલાબાપા મોચી યુવક મંડળ (ટ્રસ્ટ) અમીત ન્યુઝ મોચીબજાર મેઇન રોડ, રાજકોટ ખાતે આવેલ

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.