બંને સમાજના લોકોએ સાથે મળી જન્માષ્ટમી પર્વ ઉજવી એકતાના દર્શન કરાવ્ય
લાલબહાદૂર શાસ્ત્રી ટાઉનશીપમાં રહેતા હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકોએ સાથે મળીને જન્માષ્ટમીની ઉજવણી કરી હતી. ઉપરાંત આ પ્રસંગે હિન્દુ અને મુસ્લિમ સમાજના યુવાનોએ એકતાના દર્શન કરાવી લાલ બહાદૂર શાસ્ત્રી ટાઉન ધાર્મિક સંગઠન બનાવ્યું છે. આ અંગે વિસ્તૃત આપવા સંગઠનના આગેવાનોએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
લાલ બહાદૂર શાસ્ત્રી ટાઉનશીપ મુખ્યમંત્રી આવાસ યોજના, બજરંગ ચોક પાસે, રેલનગર, રાજકોટ દ્વારા જન્માષ્ટમી મહોત્સવ અનેરા ઉત્સાહ સાથે ઉજવવામાં આવેલ જેમાં મુસ્લીમ સમાજ અને હિન્દુ ધર્મના સહીયારા યોગદાનથી આ પર્વ ઉજવવામાં આવેલ અને હિન્દુ મુસ્લીમ એકતાના દર્શન થયેલ જન્માષ્ટમીમાં લાલબહાદૂર શાસ્ત્રી ટાઉનશીપમાં મુખ્ય ગેટ પાસે ફલોટ બનાવવામાં આવેલ જેમાં ભગવાન શ્રી કૃષ્ણની કુટીરમાં બિરાજમાન કૃષ્ણ, કૈલાસ પર્વત અને કૃષ્ણ ભગવાનનો ઝુલો બનાવવામાં આવેલ હતો. અને રાત્રીનાં ૧૨ કલાકે કૃષ્ણ જન્મોત્સવ અને મટકી ફોડનો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. આ આયોજનમાં મુસ્લીમ તથા હિન્દુ સમાજના યુવાનોના ઉત્સાહથી પ્રથમ વખત આવી એકતા દ્વારા આયોજન થયેલ અને કૃષ્ણ જન્મની સાથે એક ધાર્મિક સંગઠન બનાવવામા આવેલ જેનું નામ લાલબહાદૂર શાસ્ત્રી ટાઉનશીપ ધાર્મિક સંગઠન રાખવામાં આવેલ જેમાં ૪૩થી વધુ ભાઈઓ તથા બેનોએ નામ નોંધણી કરાવેલ હતી.
આમ આ સોસાયટી અને સંગઠન દ્વારા એક સમાજમાં દાખલો ઉભો કરેલ છે.