Abtak Media Google News

સૌરાષ્ટ્ર-તમિલ સંસ્કૃતિનો નાતો જગ જુનો

સોમનાથ દક્ષિણ ભારત આદીકાળથી સંબંધો ધરાવે છે અને નિભાવે છે

ધુધવતા રત્નાકર સાગર કાંઠે બિરાજતા ભારતના બાર જયોતિલીંગ પ્રથમ સોમનાથ મહાદેવ સાનિઘ્યે તા. 17 એપ્રિલ થી ર7 એપ્રિલ સુધી રાષ્ટ્રીય  કક્ષાનો સૌરાષ્ટ્ર-તાલિમ સંગમ યોજાઇ રહ્યો છે. ત્યારે એ પણ જાણવું રસપ્રદ થશે કે સોમનાથ મહાદેવના મંદિરની બરાબર સામે સર્કલ પાસેના ત્રિવેણી રોડ ઉપર દક્ષિણ તામિલ શૈલીથી બનેલા ભગવાન લક્ષ્મીનારાયણ મંદિર તથા બાલાજી મંદિર વરસો પૂર્વેથી આજપણ વિદ્યમાન છે.

નયનરમ્ય, પાવનકારી શ્રી લક્ષ્મીનારાયણ મંદિરના મહંત મધુસુદન સ્વામી ગુરુ શયામસુંદર સ્વામી મુલાકાતમાં તેમણે જણાવ્યું કે આ મંદિર રામાનુજ સંપ્રદાયના ભાગરુપે છે કે જેની મુખ્ય યાદી તોતાપુરી મઠ (વન મામલે નાંગુડેરી) સંપ્રદાયનું આ મંદિર છે જે રામાનુજ સંપ્રદાયનો તામિલનાડ સાથે સંબંધ છે. દક્ષિણ પંચરત્ના આગમ દ્રવિડ પઘ્ધતિથી આ લક્ષ્મીનારાયણ  મંદિર બંધાયેલ છે. આ મંદિરમાં ગોપુરમ અને મંદિર કળશ રાજગોપુરમ, સ્થંભ ગરુડ તેમજ પાયાથી શિખર સુધીનું તમામ શિલ્પો – કોતરણી દક્ષિણ પઘ્ધતિ મુજબ જ થાય છે.

એટલું જ નહીં આ મંદિરના બાંધકામ માટે ખાસ  તામિલનાડ થી શિલ્પો બોલાવામાં આવેલા અને મંદિરની પ્રાણપ્રતિષ્ઠામાં પણ દક્ષિણ ના પંડિતો તાલિમનાડથી ખાસ બોલાવાયેલ. આજે પણ મંદિરની પુજા, આરતી, નિત્ય પ્રભુસેવા દ્રવિડ તામિલનાડ પઘ્ધતિ મુબ જ થાય છે. સોમનાથ આવતા દર્શનાર્થીઓ આ મંદિરે દર્શન, પુજન અર્થે આવતા રહે છે તેમાં પણ તામિલનાડથી આવેલા યાત્રિકો તો ખાસ અહીં આવે છે. બાજુમ)ં જ તીરુપતિ બાલાજી શૈલીનું બાલાજી મંદિર આવેલું છે જે પણ રામાનુજ સંપ્રદાય સાથે અને દક્ષિણ ભારતની પુજા પઘ્ધતિથી જોડાયેલું છે. આ મંદિરના મહંતોના પૂર્વજો સમયાંતરે તામિલનાડના આસ્થા સ્થળોએ યાત્રા કરતા જ રહેલ છે.

આ મંદિરોના ઉત્સવો પણ તામિલનાડ, દ્રવિડ- દક્ષિણ રામાનુજ સંપ્રદાયની રીતે જ આજ દિવસો સુધી ઉજવાય છે.

તામિલનાડ, કેરલના વ્યવસાય અર્થે સ્થાયી અહીં થયેલા લોકોએ ભીડભંડજન પાસે કાર્તિક સ્વામી મંદિર અને વેેરાવળ ખાતે અયપ્પા મંદિર ભાવિકો માટે દર્શનીય પૂજનીય છે. વેરાવળ સુત્રાપાડા, મોડાસા, કોડીનારના ઉઘોગોમાં તામિલનાડ કેરલના લોકો કાંતો ઉઘોગો કે દરિયાઇ ઉત્પાદન વિભાગમાં જોડાયેલા રહેતા હોય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.