કોર્પોરેશનના રૂા.૨૪.૯૩ કરોડ જમા કરાવી દીધા હોય બ્રિજ નિર્માણનું તમામ કામ રેલવે વિભાગ દ્વારા કરાશે
પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી રાજકોટ ખાતે થવાની છે. આ ઉજવણીનો આવતીકાલી પ્રારંભ થઈ રહ્યો છે. અલગ અલગ વિભાગો દ્વારા કરોડો પિયાના પ્રોજેકટના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે. ત્યારે લક્ષ્મીનગર અંડરબ્રિજ પ્રોજેકટનું આગામી ૨૫મી જાન્યુઆરીના રોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવશે.
લક્ષ્મીનગર નાલા પર દર વર્ષે ચોમાસાની સીઝન દરમિયાન વરસાદી પાણી ભરાતા હોવાના કારણે નાલુ બંધ થઈ જાય છે. છેલ્લા કેટલાક વવર્ષો આ નાલુ જૂના અને નવા રાજકોટને જોડતું મુખ્ય માર્ગ બની ગયો છે. મહાપાલિકા દ્વારા ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે અહીં અંડરબ્રિજ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ માટે રૂા.૨૪.૯૩ કરોડ રેલવે વિભાગને જમા કરી દેવામાં આવ્યા છે. ટેન્ડર પ્રસિધ્ધ કરવા સહિતની મોટાભાગની કામગીરી પૂર્ણ થઈ જવા પામી છે. પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી અંતર્ગત આ અંડરબ્રિજનું ખાતમુહૂર્ત થાય તે દિશામાં ધમધમાટ ચાલી રહ્યો છે. ૨૫મીએ મુખ્યમંત્રી લક્ષ્મીનગર અંડરબ્રિજનું ખાતમુહૂર્ત કરશે. રાજ્ય સરકારના અલગ અલગ મંત્રીઓ, નાયબ મુખ્યમંત્રી અને મુખ્યમંત્રી દ્વારા રાજકોટમાં સતત ૮ દિવસ સુધી અલગ અલગ કરોડો રૂપિયાના પ્રોજેકટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.