તમારી નોકરીમાં સમસ્યાઓ થતી હોય, ધનની ખામીના કારણે કોઈ કાર્ય ન થતાં હોય તો તમે પણ કરી શકો છો લક્ષ્મીજીને પ્રસન્ન કરવાની આ સૌથી સરળ અને પ્રભાવશાળી સાધના.આ સાધના ને અષ્ટલક્ષ્મીની પૂજા તરીકે ઓળખાય છે. આ પૂજા કરવાથી દરિદ્રતા અને નિર્ધનતાથી મુક્તિ મળી જાય છે.
અષ્ટલક્ષ્મી સાધનાનો ઉદ્દેશ જીવનમાંથી ધનના અભાવને દૂર કરવાનો હોય છે. આ સાધના કરનાર કરજના ચક્રવ્યુહમાંથી પણ બહાર આવી જાય છે. આયુષ્યમાં વધારો થાય છે અને બુદ્ધિ કુશાગ્ર બને છે. પરીવારમાં સુખ-શાંતિ આવે છે અને સમાજમાં માન-સન્માન પ્રાપ્ત થાય છે. વ્યક્તિના જીવનની નાની-મોટી સમસ્યાઓ તો દૂર થાય જ છે સાથે વૈભવ પણ વધે છે.
સાધના વિધિ :
કોઈપણ માસના સોમવાર અથવા શુક્રવારની રાત્રે 9:30થી 11 કલાક વચ્ચે ગુલાબી કપડાં ધારણ કરી અને શ્રી યંત્ર અને અષ્ટલક્ષ્મીના ફોટાની બાજોઠ પર સ્થાપના કરવી. સ્થાપના માટે પણ ગુલાબી આસનનો ઉપયોગ કરવો. એક થાળીમાં ગાયના ઘીના 8 દીવા કરી અને અગરબત્તી કરવી. માતાજીને લાલ ફુલની માળા ચડાવવી અને માવાની મીઠાઈનો ભોગ ધરાવવો. અષ્ટગંધથી શ્રી યંત્ર અને લક્ષ્મીજીના ફોટા પર તિલક કરવું અને કમળગટ્ટાની માળાથી નીચે દર્શાવેલા મંત્રનો યથાસંભવ જાપ કરવો.