- રિષભ પંતે રૂ.27 કરોડ, શ્રેયસ અય્યર રૂ.26.75 કરોડ મેળવીને ઈતિહાસ રચ્યો: પ્રથમ દિવસે હરાજીમાં 72 ખેલાડીઓ માટે 10 ફ્રેન્ચાઝીઓએ રૂ.467.95 કરોડ ખર્ચ કર્યા: 2025ના ઓક્શનમાં શ્રેયસ અય્યર 26.75 કરોડની બોલી સાથે બીજો સૌથી મોંઘો ખેલાડી, અર્શદીપને પંજાબે 18 કરોડમાં ખરીદ્યો
આઈપીએલની બે દિવસીય મેગા હરાજીનો રવિવારે જેદ્દાહ ખાતે આવેલા અબાદી અલ જોહર એરેના ખાતે પ્રારંભ થયો હતો. હરાજીમાં પ્રથમ દિવસે ટોચના ખેલાડીઓ ઉપરાંત કેપ તથા અનકેપ ખેલાડીઓની પ્રથમ યાદીના કુલ 84 ખેલાડીઓ માટે બોલી લગાવવામાં આવી હતી. બપોરના 3.30 કલાકે હરાજીનો પ્રારંભ થયો હતો જે મોડી રાત સુધી ચાલુ રહી હતી. પ્રથમ દિવસની હરાજીમાં 72 ખેલાડીઓ પાછળ ટીમોએ રૂ.467.95 કરોડ ખર્ચ કર્યા હતા.ઓસ્ટ્રેલિયાના દિગજ્જ ડેવિડ વોર્નર સહિતના 12 ખેલાડીઓ વણવેચાયેલા રહ્યા હતા. પ્રથમ દિવસે વિકેટકીપર ઓલરાઉન્ડર્સ અને બોલર્સ માટે આઈપીએલની 10 ટીમો વચ્ચે ભારે ખેંચતાણ જોવા મળી હતી. દિલ્હીના પૂર્વ કેપ્ટન રિશભ પંતને લખનૌ સુપર જાયન્ટ્સે રૂ.27 કરોડમાં ખરીદતા પંત આઈપીએલના ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો હતો. શ્રેયસ ઐયરને પંજાબ કિંગ્સે રૂ.26.75 કરોડમાં ખરીદ્યો હતો. આ સાથે જ બે ભારતીય ખેલાડીઓને રૂ.25 કરોડથી વધુમાં ખરીદવામાં આવતા આઈપીએલમાં ઈતિહાસ રચાયો હતો. કોલકાતા નાઈટ રાઈડર્સે વેંક્ટેશ ઐયરને હરાજીમાં રાઈટ ટુ મેચ કાર્ડ દ્વારા રૂ.23.75 કરોડમાં પરત લીધો હતો. ઓલરાઉન્ડર વેંક્ટેશ માટે આ જેકપોટ સાબિત થયો હતો. વેંક્ટેશને ખરીદવા માટે કોલકાતા અને બેંગલોર વચ્ચે સ્પર્ધા જોવા મળી હતી અને આખરે કેકેઆર વેંક્ટેશને જાળવી રાખવામાં સફળ થયું હતું.પંજાબની ટીમે પ્રથમ દિવસે હરાજીમાં સૌથી વધુ 10 ખેલાડીઓ ખરીદ્યા હતા અને તેણે બે ખેલાડીઓ રિટેન કર્યા હતા. હજુ પણ પંજાબ પાસે 13 સ્લોટ બાકી છે અને તેનું બાકી પર્સ રૂ.22.50 કરોડ છે. પંજાબ પાસે હરાજી અગાઉ સૌથી વધુ રૂ.110.50 કરોડનું પર્સ હતું. ગુજરાત ટાઈટન્સે કુલ નવ ખેલાડીઓ મેળવ્યા હતા. જોસ બટલરને રૂ.15.75 કરોડમાં જીટીએ લીધો હતો જ્યારે મોહમ્મદ સિરાઝને રૂ.12.25 કરોડમાં ટીમમાં સામેલ કર્યો હતો. ગુજરાતની ટીમ પાસે હવે પર્સમાં રૂ.17.50 કરોડ બચ્યા છે અને તેણે 11 સ્લોટ ભરવાના છે. ગુજરાતની ટીમે કેપ્ટન ગિલ, રાશિદ, સાઈ સુદર્શન સહિત પાંચ ખેલાડીઓને રિટેન કર્યા હતા. ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગત સિઝનની ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સે સાત-સાત ખેલાડીઓ હરાજીમાં ખરીદ્યા હતા. આઈપીએલની આ 18મી હરાજી છે. હરાજીના પ્રથમ સેટમાં કુલ 6 ખેલાડીઓએ મોટી બોલીઓ લાગી. આમાં સૌથી મોટી બોલી ઋષભ પંત પર 27 કરોડ રૂપિયા જ્યારે શ્રેયસ અય્યર પર 26.75 કરોડ રૂપિયાની બોલી હતી. આ સિવાય જોસ બટલર, અર્શદીપ સિંહ, મિશેલ સ્ટાર્ક અને કાગિસો રબાડા પણ આ સેટમાં વેચાયા.
પંતને લખનઉએ ખરીદ્યો
ઋષભ પંતને લખનૌ સુપર જાયન્ટ્સે 27 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. પંત આઇપીએલ ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. જ્યારે પંતની બોલી રૂ. 20.75 કરોડ સુધી પહોંચી ત્યારે દિલ્હી કેપિટલ્સે આરટીએમ કાર્ડનો ઉપયોગ કર્યો હતો. જોકે, લખનૌ સુપર જાયન્ટ્સે બિડિંગ વધારીને રૂ. 27 કરોડ કરી દીધી હતી. દિલ્હી કેપિટલ્સે ફરીથી પંત માટે આરટીએમ કરવામાં રસ દાખવ્યો નથી.
શ્રેયસ અય્યર માટે દિલ્હી અને પંજાબ વચ્ચે જંગ જામ્યો
શ્રેયસ અય્યરને ખરીદવા માટે દિલ્હી, પંજાબ અને કોલકાતામાં જંગ થઈ. આ પછી, ભારતીય સ્ટાર બેટ્સમેન અને આઇપીએલ 2024 વિજેતા કેપ્ટનને પંજાબ કિંગ્સે ₹26.75 કરોડમાં ખરીદ્યો હતો.
વેંકટેશ અય્યરને જેકપોટ: રૂ.23.75 કરોડ સાથે કોલકતાએ જ ખરીધો
ગત સિઝનમાં કોલકાતાને ચેમ્પિયન બનાવનાર વેંકટેશ અય્યરને ફ્રેન્ચાઈઝીએ ફરીથી ટીમમાં સામેલ કર્યો છે.કેકેઆરએ તેને 23.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. આ સાથે તે આઇપીએલ ઈતિહાસનો ત્રીજો સૌથી મોંઘો ભારતીય ખેલાડી બની ગયો છે. બેંગલુરુએ બિડિંગમાં અય્યર પર 23.50 કરોડ રૂપિયા સુધીની બોલી લગાવી હતી. તેની બેઝ પ્રાઇસ 2 કરોડ રૂપિયા હતી. 2024ની ઈંઙક સિઝનમાં, અય્યરે કોલકાતા તરફથી રમતા 14 મેચમાં 370 રન બનાવ્યા હતા અને 3 વિકેટ પણ લીધી હતી.
આઇપીએલ ઇતિહાસમાં
- સૌથી મોંઘા ખેલાડી
- ઋષભ પંત: 27 કરોડ (2025)
- શ્રેયસ અય્યર: 26.75 કરોડ (2025)
- મિચેલ સ્ટાર્ક: 24.75 કરોડ
- પેટ કમિન્સ: 20.50 કરોડ
- અર્શદીપ સિંહ: 18 કરોડ (2025)
- સેમ કરન: 18.5 કરોડ
- કેમેરોન ગ્રીન: 17.5 કરોડ
- બેન સ્ટોક્સ: 16.25 કરોડ
- ક્રિસ મોરિસ: 16.25 કરોડ
- યુવરાજ સિંહ: 16 કરોડ
બટલર ગુજરાત ટાઇટન્સમાં ગયો
જોસ બટલરને ગુજરાત ટાઇટન્સે ખરીદ્યો છે. જીટીએ તેને 15.75 કરોડમાં ખરીદ્યો છે.લિસ્ટમાં નંબર-1 ખેલાડી જોસ બટલરને ગુજરાત ટાઇટન્સે રૂ. 15.75 કરોડમાં ખરીદ્યો હતો. તેની બેઝ પ્રાઇસ 2 કરોડ રૂપિયા હતી. ઇંગ્લેન્ડનો સફેદ બોલનો કેપ્ટન જોસ ગત સિઝનમાં રાજસ્થાન રોયલ્સ તરફથી રમ્યો હતો. તેણે 2024માં 11 મેચમાં 359 રન બનાવ્યા હતા જેમાં 2 સદી સામેલ હતી.
કે.એલ.રાહુલ રૂ.14 કરોડ સાથે દિલ્લી તરફથી રમશે
લખનઉના પૂર્વ કેપ્ટન કેએલ રાહુલને દિલ્હીએ 14 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. તેની બેઝ પ્રાઇસ 2 કરોડ રૂપિયા હતી. દિલ્હી રાહુલને પણ પોતાનો કેપ્ટન બનાવી શકે છે. બોલી લગાવ્યા બાદ લખનઉએ રાહુલ માટે તેના આરટીએમ કાર્ડનો ઉપયોગ કરવાનો ઇનકાર કર્યો હતો. ગત સિઝનમાં લખનઉ તરફથી રમતા રાહુલે 14 મેચમાં 520 રન બનાવ્યા હતા જેમાં 4 ફિફ્ટી સામેલ હતી.
અર્શદીપ સિંહની રૂ.18 કરોડ સાથે પંજાબમાં વાપસી
આઈપીએલની હરાજીની શરૂઆતમાં અર્શદીપ સિંહ સૌથી મોંઘો ભારતીય ખેલાડી બન્યો હતો. પંજાબ આરટીએમનો ઉપયોગ કરીને તેને 18 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો હતો. તેની બેઝ પ્રાઈઝ 4 કરોડ રૂપિયા હતી.
9 ખેલાડીઓ
- અનસોલ્ડ રહ્યા
- દેવદત્ત પડીકાલ
- ડેવિડ વોર્નર
- અનમોલપ્રીત સિંહ
- યશ ધૂલ
- વકાર સલામખૈલ
- ઉત્કર્ષ સિંઘ
- જોની બેયીસ્ટો
- ઉપેન્દ્ર યાદવ
- લવનિથ સીસોદીયા
ચહલ 18 કરોડમાં પંજાબમાં ગયો: 9 ગણી કિંમત મળી
પંજાબે કેપ્ડ ખેલાડી યુઝવેન્દ્ર ચહલને બીજા સેટમાંથી 18 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ સાથે તે આઇપીએલ ઈતિહાસનો સૌથી મોંઘો ભારતીય સ્પિનર બની ગયો. તેની મબેઝ પ્રાઇસ 2 કરોડ રૂપિયા હતી. ગત સિઝનમાં ચહલ રાજસ્થાન તરફથી રમ્યો હતો,
તેણે 15 મેચમાં 18 વિકેટ ઝડપી હતી. ચહલ આઈપીએલના ઈતિહાસમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. તેણે 2013માં આઈપીએલમાં ડેબ્યૂ કર્યું હતું, ત્યારથી લઈને 2024 સુધી તેણે 160 મેચમાં 205 વિકેટ ઝડપી છે.
સ્ટાર્ક દિલ્હી કેપિટલ્સમાં ગયો
મિશેલ સ્ટાર્કને દિલ્હી કેપિટલ્સે 11.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો. કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર)એ પણ સ્ટાર્કને ખરીદવામાં રસ દાખવ્યો, પરંતુ અંતિમ દાવ દિલ્હીમાં ગયો. આ હરાજી પહેલા મિશેલ ઈંઙક ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી હતો. સ્ટાર્કને કેકેઆરએ ગત સિઝનમાં 24.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
સિરાઝ હવે ગુજરાતમાંથી રમશે: 12.25 કરોડમાં ખરીદાયો
ગુજરાતે કેપ્ડ ખેલાડી મોહમ્મદ સિરાજને બીજા સેટમાંથી રૂ. 12.25 કરોડમાં ખરીદ્યો હતો. તેની બેઝ પ્રાઇસ 2 કરોડ રૂપિયા હતી. બોલી લગાવ્યા બાદ આરસીબીએ તેના આરટીએમ કાર્ડનો ઉપયોગ કરવાનો ઇનકાર કર્યો હતો. ગત સિઝનમાં સિરાજ બેંગલુરુ તરફથી રમ્યો હતો, તેણે 14 મેચમાં 15 વિકેટ લીધી હતી.
9.75 કરોડ રૂપિયામાં અશ્વિનની ચેન્નાઈમાં વાપસી
ભારતીય સ્પિનર રવિચંદ્રન અશ્વિનની આઈપીએલની પ્રથમ ટીમમાં વાપસી થઈ છે. ચેન્નાઈએ તેને 9.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. તેની બેઝ પ્રાઇસ 2 કરોડ રૂપિયા હતી. 2024 આઇપીએલ સિઝનમાં, રવિચંદ્રન અશ્વિને રાજસ્થાન તરફથી રમતા 15 મેચમાં 9 વિકેટ લીધી હતી.
વિકેટકીપર બેટરન ફિલ સોલ્ટને બેંગલુરુએ રૂ.11.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો
ઇંગ્લેન્ડનો વિકેટકીપર બેટરન ફિલ સોલ્ટને બેંગલુરુએ 11.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. તેની બેઝ પ્રાઇસ 2 કરોડ રૂપિયા હતી. ગત સિઝનમાં તેણે કોલકાતા માટે 12 મેચમાં 435 રન બનાવ્યા હતા જેમાં ચાર અડધી સદી સામેલ હતી.
કાગીસો રબાડાને રૂ.10.75 કરોડમાં ગુજરાતે ખરીદ્યો
કાગીસો રબાડાને ગુજરાત ટાઇટન્સે રૂ.10.75 કરોડમાં પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. તેની બેઝ પ્રાઈઝ 2 કરોડ રૂપિયા હતી.મેગા ઓક્શનમાં અર્શદીપ સિંહ બાદ કગીસો રબાડા અને ગત આઈપીએલમાં ધૂમ મચાવનાર વિદેશી ખેલાડી વિકેટકીપર-બેટ્સમેન જોસ બટલરને પણ ખરીદી લીધો છે.
જીતેશ શર્માને બેંગલુરુએ 11 કરોડ રૂપિયામાં ખરીદ્યો
વિકેટકીપર બેટર જીતેશ શર્માને બેંગલુરુએ 11 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. તેની બેઝ પ્રાઇસ 1 કરોડ રૂપિયા હતી. પંજાબે તેના માટે આરટીએમ કાર્ડનો ઉપયોગ કર્યો હતો, પરંતુ અંતિમ બિડમાં તેને ખરીદવાનો ઇનકાર કર્યો હતો, કારણ કે બેંગલુરુએ તેના માટે 11 કરોડ રૂપિયાની કિંમત દર્શાવી હતી. પંજાબ તેની સાથે મેળ ખાતું ન હતું. 2024ની આઇપીએલ સિઝનમાં તેણે પંજાબ માટે 14 મેચમાં 187 રન બનાવ્યા હતા.
વિકેટકીપર બેટર ઈશાન કિશનને હૈદરાબાદે 11.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો
વિકેટકીપર બેટર ઈશાન કિશનને હૈદરાબાદે 11.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. તેની બેઝ પ્રાઇસ 2 કરોડ રૂપિયા હતી. ગત સિઝનમાં તેણે મુંબઈ માટે 14 મેચમાં 320 રન બનાવ્યા હતા જેમાં એક અડધી સદી સામેલ હતી.
ડેવિડ મિલર હવે લખનવની ટીમમાંથી રમશે
બીજા સેટના કેપ્ડ ખેલાડી ડેવિડ મિલરને લખનઉએ 7.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તેની બેઝ પ્રાઇસ 2 કરોડ રૂપિયા હતી. ગત સિઝનમાં સાઉથ આફ્રિકાના બેટર ડેવિડ મિલરે ગુજરાત તરફથી રમતા 9 મેચમાં 210 રન બનાવ્યા હતા.
`ટ્રેન્ટ બોલ્ટને મુંબઈએ 12.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો
ન્યૂઝીલેન્ડનો ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટને મુંબઈએ 12.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. તેની બેઝ પ્રાઇસ 2 કરોડ રૂપિયા હતી. શરૂઆતમાં રાજસ્થાન અને લખનઉએ ટ્રેન્ટ બોલ્ટ પર બોલી લગાવી, પછી મુંબઈ પ્રવેશ્યું અને જીત્યું. ગત સિઝનમાં તેણે રાજસ્થાન માટે 16 મેચમાં 16 વિકેટ ઝડપી હતી.
મેક્સવેલ ત્રીજી વખત પંજાબમાં સામેલ
ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલને પંજાબે 4.20 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. તેની બેઝ પ્રાઇસ 2 કરોડ રૂપિયા હતી. બેંગલુરુએ તેના માટે આરટીએમ કાર્ડનો ઉપયોગ કર્યો ન હતો. છેલ્લી સિઝનમાં, બેંગલુરુ તરફથી રમતા, તેણે 10 મેચમાં 52 રન બનાવ્યા અને 6 વિકેટ લીધી. મેક્સવેલ ત્રીજી વખત પંજાબમાં ગયો છે.
શમીને 10 કરોડમાં સનરાઇઝર્સે ખરીદ્યો
મોહમ્મદ શમીને સનરાઇઝર્સ હૈદરાબાદે 10 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. કોલકાતા નાઈટ રાઈડર્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સે પણ શમી માટે બોલી લગાવી, પરંતુ અંતિમ દાવ સનરાઈઝર્સ પાસે ગયો.