આરબીઆઈના નેજા નીચે લક્ષ્મીવિલાસનું બીડું ઝડપતી સિંગાપુર બેંક

લક્ષ્મી વિલાસ બેન્ક અને ડીબીએસના મર્જરને કેબિનેટની લીલીઝંડી મળતા ખાતાધારકોને હાશકારો: ડીબીએસની તમામ બ્રાન્ચમાંથી લક્ષ્મી વિલાસના ખાતેદારો સેવા લઈ શકશે

લક્ષ્મી વિલાસ બેંક અને ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા લિમિટેડને મર્જ કરવાની મંજૂરી મળતા લક્ષ્મી વિલાસ બેંકના ખાતાધારકોને રાહત થઈ છે. આવતીકાલથી લક્ષ્મી વિલાસ બેન્કના ખાતેદારો પોતાના ખાતામાંથી ૨૫૦૦૦થી વધુ નાણાં પણ ઉપાડી શકશે. આવતીકાલથી બેન્ક ધમધમતી થઈ જશે. લક્ષ્મીવિલાસ બેંક પાસે ૨૦ લાખ ખાતાધારકો છે, તેઓને સુરક્ષા મળશે. લક્ષ્મી વિલાસ બેંકના ૪૦૦૦ કર્મચારીઓની નોકરી પણ સુરક્ષિત રહેશે.

બીજી તરફ ડીબીએસ બેન્ક અને લક્ષ્મી વિલાસ બેંકના મર્જરમાં લક્ષ્મી વિલાસ બેન્કના શેરમાં સટ્ટાકીય પ્રવૃત્તિ  થાય નહીં તે માટે તંત્ર સતર્ક છે અને આજથી લક્ષ્મી વિલાસના શેરના ટ્રેડિંગ ઉપર પ્રતિબંધ મુકાઈ ગયો છે.

નોંધનીય છે કે, કેન્દ્રીય કેબિનેટે મુશ્કેલીમાં મૂકાયેલી લક્ષ્મીવિલાસ બેંકનાં ડેવલપમેન્ટ ઓફ ઇન્ડિયા લિમિટેડમાં મર્જ કરવાની દરખાસ્તને મંજૂરી આપી હતી. હવે બંને બેંકો વચ્ચે મર્જર માટેની મંજૂરી મળી જતા લક્ષ્મી વિલાસ બેંકના ખાતેદારો ડીબીએસ બેંકની શાખાઓમાંથી પણ પૈસાની લેતી દેતી કરી શકશે. મર્જરની આ સમગ્ર પ્રક્રિયામાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ નોંધપાત્ર ભૂમિકા ભજવી છે. આ ઉપરાંત બેંકનું મર્જર થયા બાદ શહેરમાં મોટાપાયે સટ્ટાકીય પ્રવૃત્તિ ન થાય તે માટે આજથી લક્ષ્મી વિલાસ બેન્કના ટ્રેડિંગ ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.

RBI cut

ઉલ્લેખનીય છે કે, ભારતીય રિઝર્વ બેન્કે ૧૭ નવેમ્બરે દક્ષિણ ભારત કેન્દ્રીત લક્ષ્મી વિલાસ બેન્કને એક મહિનાના મોરેટોરિયમમાં મુકી હતી. આરબીઆઈએ બેન્કને આદેશ આપ્યો હતો કે આગામી એક મહિના સુધી બેન્કમંથી કોઈ ગ્રાહક ૨૫ હજારથી વધુનો ઉપાડ કરી શકશે નહીં. આરબીઆઈના આ નિર્ણયની અસર બેન્કના શેરો પર પણ જોવા મળી રહી છે.

બેન્કના શેર છેક રૂપિયા સાડા સાત સુધી ગગડી ગયા હતા અને ડીબીએસ સાથે મર્જર થશે તો ઉછળશે તેવી ચર્ચાઓ ચાલી રહી હતી. આવા સંજોગોમાં શેરમાં સટ્ટાકીય પ્રવૃત્તિ વિકસી શકે છે તેના પરિણામે આ બેગ ના શેરના ટ્રેડિંગ ઉપર પ્રતિબંધ મૂકી દેવાયો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.