હાવર્ડના શિક્ષણનો લાભ ભારત ઉપરાંત બાંગ્લાદેશ, પાકિસ્તાન, શ્રીલંકા નેપાળને પણ મળશે
હાવર્ડને ભારત સહિત એશિયામાં લઇ આવવા લક્ષ્મી મિત્તલની ૧પ૦ કરોડની સખાવત કરવામાં આવી છે.
ઉઘોગપતિ લક્ષ્મી મિત્તલે હાવર્ડ યુનિવસીટીની સાઉથ એશિયા ઇન્સ્ટીટયુટને રપ મીલીયન અમેરીકી ડોલર એટલે કે આશરે ૧૫૦ કરોડ રૂપિયાનું સખાવત આપ્યું છે. તેમણે મિત્તલ ફાઉન્ડેશનની સ્થાપના કરી છે. જેના અંતર્ગત આ સખાવત આપી છે. હવે હાવર્ડ યુનિવસીટીના સાઉથ એશિયા ઇન્સ્ટીટયુટનું નામ બદલને લક્ષ્મી મિત્તલ સાઉજ એશિયા ઇન્સ્ટીટયુટ કરવામાં આવ્યું છે.
મિત્તલ ફાઉન્ડેશન ડોનેશો સાઉથ એશિયામાં જગ પ્રખ્યાત હાવર્ડ યુનિવસીટીને લાવવા માટે ભગીરથ પ્રયાસો કર્યા છે હવે હાવર્ડ યુનિવસીટીના ઇન્સ્ટીટયુટનો લાભ દક્ષિણ એશિયન દેશો જેવા કે ભારત, અફધાનિસ્તાન, ફિલિપિન્સ, બાંગ્લાદેશ, ભૂતાન માલદિવ્સ, મ્યાંમાર, શ્રીલંકા, નેપાલ, પાકિસ્તાનને મળશે.
મિત્તલ ફાઉન્ડેશનની સ્થાપના સ્ટીલ કિંગ તરીકે ઓળખાતા ભારતીય મુળના એન.આરઇ. આઇ (બીન નિવાસી ભારતીય) ધનાઢય બિઝનેશમેન લક્ષ્મી મિત્તલે વર્ષ ૨૦૦૩ માં કરી હતી. તેમણે હાવર્ડની જ બિઝનેશ સ્કુલમાં શિક્ષણ લીધું હતું. ત્યાર બાદ હાવર્ડ યુનિવસીટીના ફેકલ્ટી ડાયરેકટર પ્રો. ડો. તરૂલ ધવનને પોતાની તમન્ના જણાવી હતી કે હાવર્ડ યુનિવસીટીની બિઝનેશ સ્કુલોનો લાભ સાઉથ એશિયન દેશોને પણ મળે