LVBના ખાતેદારોને તમામ બેકિંગ સેવાઓ પુરી પાડી વધુ ને વધુ લાભ આપવાની DBSની જાહેરાત

હાલ સેવિંગ્સ અને ફિક્ઝ્ડ્ ડિપોઝિટ પરના વ્યાજદારોમાં કોઈ બદલાવ નહીં: DBS

બેકિંગ ઈતિહાસની ભારતની વર્ષો જૂની બેંક લક્ષ્મી વિલાસ અને ડેવલપમેટ બેંક ઓફ સિંગાપૂરનું વિલય થઈ ગયું છે. સિંગાપુર બેંક દ્વારા લક્ષ્મીની ‘વિલાસ’ ધમધમતા ખાતેદારોની સાથે સાથે શેરધારકોને પણ હાશકારો થયો છે !! તાજેતરમાં ડીબીએસ ઈન્ડિયાએ જાહેરાત કરી છે કે, એલવીબીના તમામ ગ્રાહકોને સિંગાપુર બેંકની તમામ સુવિધાઓ મળશે અને સેવિગ્સ તેમજ ફિકસડ ડિપોઝીટ પર વ્યાજદરોમાં હાલ કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી. ડીબીએસની આ જાહેરાતથી એલવીબીના જૂના ખાતેદારોને હાશકારો થયો છે તો આ સાથે ડીબીએસે એલબીએસની કમાન સંભાળી લેતા આવતા દિવસોમાં શેરધારકો માટે ‘અચ્છેદીન’ આવે તેવી પૂરી શકયતા છે.

ઉલ્લેખનીય છે કે, ગત માસની શરૂઆતમાં લક્ષ્મી વિલાસ બેંક પર આર્થિક તરલતા લાવવાને લઈ રિઝર્વ બેંકે મોરેટોરીયમ પીરયડની લગામ કસી હતી અને આ વચ્ચે સિંગાપુરની ડેવલપમેન્ટ બેંક સાથેના તેના મર્જરની વાતોએ ઘણી અટકળો ઉપજાવી હતી પરંતુ હવે, કેન્દ્રની અને રીઝર્વ બેંકની લીલીઝંડી મળી જતા બને બેંકોનું મર્જર થઈ ગયું છે. જણાવી દઈએ કે, વષૅ ૨૦૧૮માં પ્રતિશેર રૂ.૧૦૦ના ભાવે ડીબીએસે લક્ષ્મી વિલાસ બેંકનો ૫૦%થી વધુ હિસ્સો ખરીદી તેને ઓવરટેક કરવા તત્પરતા દાખવી હતી. પરંતુ કંપની એકટ અને ફોરેન ડાયરેકટ ઈન્વેસ્ટમેન્ટ અનુસાર અને તેની મર્યાદાને કારણે તે વખતે વિલયને મંજૂરી મળી ન હતી. અગાઉ બેંકીંગ સેકટરમાં ૧૫ થી ૩૦ ટકા એફડીઆઈને જ મંજૂરી હતી પરંતુ હાલ તે મર્યાદા હટી જતા ડીબીએસ અને એલવીબીનું જોડાણ શકય બન્યું છે.

બેંકીગ રેગ્યુલેશન એકટ, ૧૯૪૯ની કલમ ૪૫ હેઠળ સરકાર અને ભારતીય રીઝર્વ બેંકને પ્રાપ્તી

વિશેષાધિકાર અંતર્ગત ડીબીએસ અને એલવીબીનું વિલય ગત ૨૭ નવેમ્બરથી જ પ્રભાવી થઈ ગયું હતુ. આ વિલયથી એલવીબીનાં ગ્રાહકો, કર્મચારીઓ તેમજ શેર ધારકો માટે વધુ સારી સ્થિતિ ઉભી થવાની તીવ્ર સંભાવના છે. કે જે પાછલા થોડા સમયથી અનિશ્ર્ચિતતામાં હતી.

હાલ ડીસીએસ ઈન્ડિયા હેઠળ કાર્યરત એલવીબીની તમામ શાખાઓ, ડીજીટલ ચેનલ અને એટીએમ પહેલાની જેમ પુન: સક્રિય થઈ ગઈ છે. જે આવતા દિવસોમાં વધુ સક્રિય અને લાભદાયી બનશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી. ડીબીએસ બેંકે કહ્યું કે, તેની ટીમ એલવીબીની સિસ્ટમ અને તેના નેટવર્કને ડીબીએસમાં ઈન્ટીગ્રેટ કરવા માટે એલવીબીનાં સહકર્મીઓ સાથે કામ કરી રહી છે. એક વખત સિસ્ટમનું એકીકરણ થઈ ગયા બાદ ગ્રાહકોને વધુને વધુ સેવાઓનો લાભ મળશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.