મુખ્ય દાતા તરીકેનો લાભ મેળવતા વિશ્ર્વ ઉમિયા ફાઉન્ડેશનના ઉપપ્રમુખ ડી.એન. ગોલ
લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવનો બુધવારથી શુભારંભ થવા જઈ રહ્યો છે. કડવા પાટીદાર પરિવારોનું ઉંઝા તરફ આગમન થવા લાગ્યું છે. ભકતો મહોત્સવને માણવા આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.ત્યારે લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવ પૂર્વે આગામી તા.૧૭/૧૨ને મંગળવારના રોજ બપોરે ભવ્ય અખંડ જયોત શોભાયાત્રા નીકળશે. અખંડ જયોત શોભાયાત્રા બપોરે પાઠશાળાથી નીકળી લક્ષચંડીના મુખ્ય યજ્ઞ કુંડ સુધી પહોચશે. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભકતો જોડાશે.
અખંડ જયોત શોભાયાત્રાનો મુખ્ય દાતા તરીકેનો લાભ વિશ્ર્વ ઉમિયા ફાઉન્ડેશનના ઉપપ્રમુખ ડી.એન. ગોલ પરિવારે લીધો છે. ગોલ પરિવારે આ શોભાયાત્રા મહોત્સવમાં સર્વે સગા સ્નેહી, મિત્ર મંડળ, દાતા પરિવાર તેમજ બહોળી સંખ્યામાં સમાજના પરિવારને ઉમટી પડવા આહવાન કર્યું છે. આ ઉપરાંત તા.૧૮/૧૨થી ૨૨/૧૨ સુધી ડી.એન.ગોલ પરિવાર મહાયજ્ઞમાં બેસવાનો લાભ લેશે મહાઉત્સવને ભવ્યાતિભવ્ય રીતે ઉજવવા કાર્યકરો દિનરાત મહેનત કરી રહ્યા છે.
યજ્ઞશાળાના તેજોમય વાતાવરણની અલૌકિક શકિતથી પવિત્ર બનતું મન અને બુધ્ધિ
પાંચેય ઈન્દ્રિયોને ઈશ્ર્વર તરફ વાળવા પ્રદક્ષિણા મહત્વની: રાજેશભાઈ શુકલ, લક્ષચંડી મહાયજ્ઞની પ્રદક્ષિણાનું મહત્વ સમજાવતા મુખ્ય ગોર
લક્ષચંડી મહાયજ્ઞની યજ્ઞશાળાની પ્રદક્ષિણાનું તાત્પર્ય અને એના પશયદા સમજાવતા લક્ષચંડી મહાયજ્ઞના મુખ્યગોર રાજેશભાઈ શુકલ (મુડેઠીવાળા)ના જણાવ્યા મુજબ, વૈદિક સનાતન ધર્મમાં પ્રદક્ષિણાનું વિશેષ મહત્વ છે.સર્વ પ્રથમ માતા પિતાને વંદન કરી તેમની પ્રદક્ષિણા કરવી જોઈએ, જેમકે દેવાધિદેવ મહાદેવ અને મા પાર્વતીએ વિશ્ર્વ પરિભ્રમણ જે પહેલુ કરી આવે તે ખરૂ ઉકિતને ગણેશજીએ માતા પિતાની પ્રદક્ષિણાફરી પૂર્ણ કરી હતી. હૃદય અને ભાવપૂર્વક પ્રદક્ષિણા કરીને ઋણમૂકત થવાય છે. જે સ્થળે યજ્ઞ થતો હોય, મંદિર હોય તે સ્થળની પ્રદક્ષિણા કરવી જો,એ, પ્રદક્ષિણા કરતી વખતે ઈષ્ટદેવનું સ્મરણ કરવું જોઈએ. યજ્ઞશાળા અથવા જયાં વૈદિક મંત્રોનું પઠન થતુ હોય તે સ્થાન વિશિષ્ટ તેજોમય હોય છે. આ વાતાવરણમાં એક અલૌકિક શકિતનો પ્રાદુર્ભાવ થાય છે.જેને કારણે મન અને બુધ્ધિ પવિત્ર થાય છે. મનુષ્યના શરીરમાં જ્ઞાનતંતુ, રકતાભિષણ પર આ તેજોમય તત્વની અસર વર્તાય છે. પાંચ ઈન્દ્રીયોને ઈશ્ર્વર તરફ વાળવા માટે પ્રદક્ષિણા મહત્વની છે.વિશેષમાં તેમણે જણાવ્યું કે, લક્ષચંડી મહાયજ્ઞ પહેલા એક લાખ દુર્ગા સપ્તસતીના પાઠનું પઠન બાદ ૫ હજાર વધુ પાઠ કરાશે. ટુંકમાં એક લાખ પાંચ હજાર પાઠ થશે.