લૂંટ, છેડતી, ધાક-ધમકી, અપહરણ, મારામારી સહિતના હથકંડાઓ અપનાવી પરિવાર પર ત્રાસ ગુજાર્યો

જૂનાગઢ લુખ્ખાગીરી ફૂલીફાલી છે શહેરનાખામધ્રોળ રોડ પર જીવનધારા સોસાયટીમાં રહેતા એક પરિવાર પાસેથી મકાન પડાવી લેવાબેપાવલી દાદાઓએ પરિવાર પર ત્રાસ ગુજારવામાં પાછીપાની કરી ન હતી આ ઘટનામાં પોલીસે દક્ષાબેન મનસુખભાઈ પરમારની ફરિયાદ પરથી ગુનો નોંધી બંને પાવલી દાદાઓને ઝડપી લોકઅપમાં નાખ્યા હતા લુખ્ખાગીરી અને મવાલીગીરીથી ત્રસ્ત લોકોએ એક તબકકે નિરાંતઅનુભવી હતી.

બનાવની પોલીસ સુત્રો પાસેથી મળતી વિગતોઅનુસાર શહેરના ખામધ્રોળ રોડ પર જીવનધારા સોસાયટીમા રહેતા દક્ષાબેન મનસુખભાઈ પરમારઉ.૨૪ વાળાએ પોલીસને એવા મતલબની ફરિયાદ આવી હતી. જહાંગીરઅને શાહ‚ખ બંને લુખ્ખાઓએયુવતીના ઘર જઈ મકાન પડાવીલેવાની ધમકી આપી તેના ભાઈનું અપહરણ કરી બાઈક અને રોકડ બેહજારની લૂંટ ચલાવી છે.

યુવતીને છેડતી કરી હતી આ અંગે યુવતીએ તાલુકા પોલીસસ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બંને લુખ્ખાઓને ઝડપી લીધા હતા. પોલીસને ફરિયાદીએપોતાના મકાન પર રાત્રીનાં સાડાત્રણ વાગે જહાંગીર અને શાહ‚ખ આવી લૂખ્ખાગીરી આચરીહતી ઘરમાં તોડફોડ કરી દક્ષાબેનનું બાવડુ પકડી નિર્લજજ માંગણી કરી હતી.

પરિવારનાઅન્ય શખ્સો રાત્રીનાં જાગી જતા યુવતીના નાનાભાઈ પ્રકાશને છરીની અણીએ બળજબરીથીઉઠાવી જઈ મારમારી તેના ખીસ્સામાંથી રૂ.૧૦૦૦ની લૂંટ ચલાવેલ તેમજ અગાઉ પણ પરિવારપાસેથી ૩૦૦૦ રૂ. અને મોટર સાયકલ પડાવી ગયેલ આ ઉપરાંત આરોપીઓએ એવી પણ ધમકી ઉચ્ચારેલકે જો તમારે મકાન રહેવું હોય.

તો અમોને રૂપીયા આપવા પડશે નહિ તો યુવતીને ઉપાડી જશુ લુખ્ખાઓના ત્રાસથી ત્રસ્ત થઈ પરિવાર પોલીસના શરણે પહોચ્યો હતો. પોલીસે ગુનેગારો વીરૂધ્ધ આઈ.પી.સી. ૩૯૪, ૩૬૫. ૩૮૭, ૩૫૪ (ક), ૫૨૩, ૫૦૬ (૨) ૧૧૪ તેમજ જીપીએકટ ૧૩૫ અન્વયે ગુનો નોંધી આરોપીઓને ઝડપી લોકઅપ હવાલેકર્યા હતા. ઘટનાની તપાસ તાલુકા પોલીસ સ્ટેશનના આર.કે. રાઠવા ચલાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.