નર્મદાની કેનાલમાં પાણી છોડતા કચરો આવતા ગાબડા પડયાનો નર્મદા કર્મચારીઓનો અંદાજ
ધ્રાંગધ્રા સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો કેનાલમાં પાણી છોડવાની રાહ જોઇને બેઠા હતા. નર્મદા વિભાગે ૧૨૫ ક્યુસેક પાણી તો છોડ્યુ પરંતુ રાજસીતાપુર અને સરવાળ કેનાલમાં ગાબડા પડતા પાણી ખેતરોમાં ઘૂસી ગયા હતા. પાકને જીવતદાન આપવા માટે છોડવામાં આવેલા પાણીએ જ ઉભી મોલાતનો સોથ વાળી દેતા ખેડૂતોને કપાળે હાથ દઇને રોવાનો વારો આવ્યો છે. અંદાજે એક હજાર વીઘા જમીનમાં વાવેલો પાક બળી જવાના ભયથી ખેડૂતોમાં રોષ સાથે ચિંતાનો માહોલ સર્જાયો છે.સુરેન્દ્રનગર જિલ્લામાં આ વર્ષે અપૂરતા વરસાદને કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે. તેમાં પણ કેનાલોમાં પાણી ન છોડવામાં આવતા ખેડૂતો મુશ્કેલીમાં મૂકાઇ ગયા હતા. આખુ વર્ષ ફેલ થવાના ભયથી જગતનો તાત ચિંતાતુર હતો. મોલાતને બચાવવાનો એક માત્ર આધાર નર્મદા કેનાલના નીર હતા. અને આથી જ કેનાલમાં પાણી છોડવા માટે ખેડૂતોએ ઉગ્ર રજૂઆતો પણ કરી હતી. ખેડૂતોની માંગણીને ધ્યાને લઇને જિલ્લાની ઘણી કેનાલોમાં પાણી છોડતા ખેડૂતોને હાશકારો થયો હતો.
પરંતુ ધ્રાંગધ્રા તાલુકામાંથી પસાર થતી નર્મદા કેનાલમાં ૧૨૫ ક્યુસેક પાણી છોડાતા સીતાપુર અને સરવાળ ગામ પાસે ગાબડા પડતા દોડધામ મચી હતી. ઘટનાની જાણ થતા ખેડૂતો અને નર્મદા વિભાગના અધિકારીઓ કેનાલ પર પહોંચી ગયા હતા. પરંતુ પાણીનો પ્રવાહ એટલો બધો હતો કે, તેને રોકવુ મુશ્કેલ હતુ. અને આથી ખેડૂતો પોતાના ખેતરમાં ઘૂસતા પાણીને જોતા રહ્યા અને પાણીએ અને પાણીએ ઉભી મોલાતનો સોથ વાળી દીધો હતો. કેનાલની બાજુમાં આવેલા ખેતરોમાં સૌથી વધુ નુકશાન થયુ છે. ઉપરથી છોડવામાં આવેલુ પાણી તુરંત બંધ કરવામાં આવતા વધુ ખુવારી થતા અટકી હતી. તેમ છતાં અંદાજે ૧ હજાર વીઘા જમીનમાં વાવેલા પાકનો નાશ થયાનો અંદાજ છે.પાક બચાવવા કેનાલમાં ૧૨૫ ક્યુસેક પાણી છોડાયું, ૨ ગાબડાં પડતાં ખેતરો ધોવાઈ ગયાંકેનાલની જાળીમાં કચરો ભરાયોને પાણી ઓવર ફલો થતા કેનાલ તૂટી, હજાર વીઘાના પાકને નુકસાન થયું છે ખેડૂતો ને રતા પાણી એ રોવા નો વારો આવ્યો છે