પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજના૬૮મા પ્રમુખવરણી દિને.

રાજકોટમાં વસતા ૮૦૦૦થી અધિક બી.એ.પી.એસ.પરિવારો એક સાથે ઘરસભામાં જોડાયા

વિશ્વભરમાં સમજણ અને સંપનું, અધ્યાત્મ અને એકતાનું અમૃત લઈને પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે પોતાની વિચરણસરિતા દેશ-વિદેશના મહેલોથી માંડીને આદિવાસીઓના કુબા કે કચ્છવાસીઓનાભૂંગા સુધી વહાવી હતી. ૧૭,૦૦૦થી વધુ ગામો-શહેરોના ૨,૫૦,૦૦૦થી વધુ કુટુંબોની કુટુંબયાત્રા એમણે શા માટે કરી છે? આ નિર્લેપ મહાપુરુષને બાળ, યુવાન, વડીલ કે મહિલાઓની પારિવારિક, સાંસ્કૃતિક, નૈતિક અને સામાજિક સમસ્યાઓ ઉકલે તેમાં આટલો બધો રસ કેમ હતો? કારણકે તેમને ખ્યાલ હતો કે સમાજનું સર્વાંગી ઉત્થાનનું કેન્દ્રબિંદુ ગૃહસ્થનું ઘર છે!

પ્રમુખવરણી દિન આંબલીવાળી પોળ             આજે સમગ્ર વિશ્વ ૨૧મી સદીમાં વિજ્ઞાન અને ટેકનોલોજી તરફ હરણફાળ ભરી રહ્યું છે, માનવીય સંબંધોનું સ્થાન જ્યારે પ્રત્યક્ષના બદલે પૂરક માધ્યમોએ લીધું છે ત્યારે તેની સાથે સાથે પ્રશ્નોમાં પણ એટલો જ વધારો થયો છે. આજે સમાજમાં આર્થિક પ્રશ્નો, માનસિક પ્રશ્નો, સામાજિક પ્રશ્નો અનેપારિવારિક પ્રશ્નો વધી રહ્યા છે.6 19

આજથી ઘણા વર્ષો પૂર્વે પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે જ સનાતન હિન્દુ શાસ્ત્રોમાં રહેલો પરમ શાંતિનો અને સુખી કુટુંબ જીવનનો અદભુત રાજમાર્ગ ઘરસભા સ્વરૂપે સમગ્ર માનવજાતને આપ્યો હતો. પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ ઘરસભાની વ્યાખ્યા કરતાં અતિ સરળ શબ્દોમાં કહે છે,‘ઘરસભા એટલે ઘરની શોભા’. ઘરસભા એખરા અર્થમાં સુખી પારિવારિકજીવન જીવવાનીતેમજ કલેશ અને કંકાસ મુક્ત જીવન જીવવાની એક અનોખી જડીબુટ્ટી છે.

શ્રીમદ્દ ભાગવત તેના પહેલા અધ્યાયના ત્રીજા સ્કંધના૨૧માં શ્લોકમાં કહે છે કે,જે ઘરમાં નિત્ય ભગવાન તથા ભગવાનના ભક્તોની કથા થાય છે તે ઘર તીર્થરૂપ છે અને તે કથા ત્યાં વસનારાઓના પાપોનો નાશ કરે છે.

5 32

સમગ્ર વિશ્વમાં બી.એ.પી.એસ.ના લાખો અનુયાયીઓ દરરોજ રાત્રે એક સમયે સમગ્ર પરિવાર સાથે બેસીને ઘરસભા કરે છે. જેમાં પરિવારના સભ્યો નિશ્ચિત દિને અને નિશ્ચિત સમયે ભેગા થઈ સનાતન હિન્દુ સંસ્કૃતિના અમૂલ્ય ગ્રંથ તેમજ અન્ય પ્રેરણાદાયી સાહિત્યનું પઠન કરી એકબીજાને સમજવાની ભાવના સાથે પારિવારિક પ્રશ્નોની ચર્ચા કરી સમાધાન મેળવવાનો પ્રામાણિક પ્રયાસ કરે છે.

ઘરસભા એ ન માત્ર ધર્મને અનુસરતી વ્યક્તિઓ માટે પરંતુ કોઈપણ બિન ધર્મી તેમજ પરધર્મી વ્યક્તિ માટે એટલી જ અસરકારક સાબિત થઈ છે. જેના પરિણામે જે-તે વ્યક્તિના જીવનમાં ગૃહશાંતિ અને પારિવારિક એકતા તેમજ જીવનલક્ષી મૂલ્યોમાં વધારો થયો છે.ઘરસભા જીવનશાંતિનું સર્વસ્વીકૃત માધ્યમ છે.

7 15

પરિવારમાં સંપ માટે પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ કહેતા કે,‘જો પરિવારમાં સંપ હશે તો સત્સંગનું અને ભગવાન ભજવાનું સુખ તથા આનંદ આવશે. અને તેના માટે એકબીજા માટે ખમવું, ઘસાવું, મનગમતું મુકવું અને અનુકુળ થવું.’ આમ, દુનિયાના કોઈપણ છેડે રહેલો વ્યક્તિ ઘરસભાના માધ્યમને અજમાવી પોતપોતાના વ્યક્તિગત,પારિવારિક જીવન તેમજ રાષ્ટ્રને ઉન્નતિના માર્ગે દોરી શકે છે.

જેઠ સુદ ચોથ,તારીખ ૧૭ જૂને પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજને એમના ગુરૂ બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે બી.એ.પી.એસ. સંસ્થાના પ્રમુખ તરીકે નિયુક્ત કરી ચાદર ઓઢાડી હતી તેને ૬૮ વર્ષ પૂર્ણ થતા એમને પ્રિય એવા ઘરસભાના માધ્યમ દ્વારા ભક્તિઅર્ઘ્ય અર્પણ કરવામાં આવ્યું હતું જેમાં પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની આજ્ઞા તેમજ પ્રેરણાથી રવિવારે સવારે ૧૦ થી ૧૧ વાગ્યા દરમ્યાન સમગ્ર વિશ્વમાં ભારત સહિત એશિયા પેસીફીક, નોર્થ અમેરિકા, યુ.કે.-યુરોપ, આફ્રિકા અને મીડલ ઈષ્ટમાં વસતા બી.એ.પી.એસ.ના હરિભક્તોના પરિવારો એક સાથે ઘરસભામાં જોડાયા હતા.

ઘેર ઘેર ઘરસભા રાજકોટ

રાજકોટમાં વસતા ૮૦૦૦થી અધિક બી.એ.પી.એસ.ના હરિભક્તોના પરિવારો એક સાથે ઘરસભામાં જોડાયા હતાઅનેપરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજને ઘરસભાના માધ્યમ દ્વારા ભક્તિઅર્ઘ્ય અર્પણ કરવામાં આવ્યું હતું.

ઘેર ઘેર ઘરસભામાં યોજાયેલ કાર્યક્રમ

૧૦ મિ. – ધૂન, કીર્તન,સમૂહગાન

૧૦ મિ. – વાંચન : ભીડો વેઠી રાજી કર્યા

૦૫ મિ. – ગોષ્ઠી

૩૦ મિ. – રમત-એક્ટીવીટી : સમજીએ સ્વામીની રીત

૦૫ મિ. – ગુરુ ઋણ અદા કેમ કરીએ?

 

 

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.