પબ્લિસરો તેમજ કંપનીઓને પોતાની મિટીંગ લતા મંગેશકરની સાથે ફિકસ કરાવવાના પૈસા લેતી હતી મહિલા

સ્વરોની કોકિલાના નામથી મશહુર ગાયિકા જેણે ફિલ્મી જગતમાં પોતાના મધુર કંઠથી સૌને મોહિ લીધા છે. “એ મેરે વતન કે લાગો… ગાઈ ભલભલાને રડાવી દીધા હતા તેવી લતા મંગેશકરના નામે એક મહિલાએ લાખો રૂપિયાની ઠગાઈ કરવાનું સામે આવ્યું છે. જેની પોલીસ તપાસ કરી રહી છે. નાલાસોપારા વિસ્તારની રેવતી ખરે લતાના નામે દાનના સ્વ‚પમાં લોકો પાસેથી મોટી રકમ વસુલી રહી હતી. પોલીસે જણાવ્યું કે રેવતીએ લતા મંગેશકરના નામે લેટરહેડ છપાવી પ્રતિષ્ઠિ લોકોની તેમજ એનજીઓની મુલાકાત લઈ દાન એકઠું કરતી.

એક સામાજીકકર્તાએ જયારે આ બાબતે લતાને શુભકામના પાઠવી ત્યારે તેમને ખબર પડી જેની તેણે પોલીસ ફરિયાદ કરી. શ‚આતમાં સામે આવ્યું કે રેવતી પુસ્તક વિમોચન, તેમજ અન્ય પાટીમાં જઈને લોકોને “મંગેશકર ચેરીટી વિશે જણાવતી તેમજ પેંમ્પલેટ પણ આપતી હતી. સાથે પોતે લતા મંગેશકરની પર્સનલ આસિસ્ટન્ટ છે તેવું લોકોને કહી પબ્લિશર કંપની તેમજ લતા મંગેશકર સાથે તેમની મિટીંગ ફિક્સ કરાવવાના પૈસા લેતી.

રેવતીએ જેમની પાસેથી ઠગાઈ કરીને પૈસા લીધા છે તેના પોલીસે સ્ટેટમેન્ટ લઈ આગળ કાર્યવાહી શરૂ કરી ઝોન-૨ના ડીસીપી દેયાંગ ચૌહાણે જણાવ્યું કે આ પ્રકારના ઘણા લોકો છે જેણે રેવતીને લાખોની રકમ દાનમાં આપી છે. કારણ કે લતા મંગેશકરનું નામ તેના નામ સાથે જોડાયેલું હતું. પોલીસને આશંકા છે કે રેવતી આખું રેકેટ ચલાવે છે. આ ઉપરાંત પણ તે લાખો રૂપિયા બનાવી ચૂકી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.