- કરૂણા સેવક ગૌ સેવા ટ્રસ્ટ આયોજીત લોકડાયરાને ‘અબતક’ ચેનલ-ડિજીટલ માધ્યમથી હજારોએ માણ્યો: કરૂણા સેવક
- ગૌ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ-સુરત દ્વારા ‘ૐ બીમાર નંદી ગૌશાળા’ જસદણ માટે કલાકારોએ ફલાવેલી ઝોળીનો સુંદર પ્રતિસાદ
કરુણા સેવક ગૌ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા આયોજિત ‘ૐ બીમાર નંદી ગૌશાળા’ ટ્રસ્ટ જસદણ વયોવૃદ્ધ બીમાર ગાયોના લાભાર્થે ગત તા.12 ના રોજ નવા 150 ફૂટ રીંગ રોડ ઠાકર ચોક પાસે રાત્રે 8 વાગ્યાથી લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ ફ્રેન્ડ્સ ક્લબ રાજકોટ અને કનૈયા ગૌશાંતિ ગૌશાળા દ્વારા રાત્રીના 12 વાગ્યા સુધી મહારક્તદાન કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.
ગૌશાળાના લાભાર્થી યોજવામાં આવેલા આ ભવ્ય લોકડાયરામાં સુમધુર સ્વરો દ્વારા ખ્યાતિ પામેલા કલાકારો રાજભા ગઢવી,અલ્પાબેન પટેલ,વિશાલ પટેલ,રાધિકા દાવડાએ લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા હાસ્યરસ પીરસી લોકોને પેટ પકડી હસાવતા હિતેશભાઈ અંટાળા એ જમાવટ કરી હતી. લોક ડાયરાની સાથોસાથ મહારક્તદાન કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેમાં 101 યુનિટ એકત્ર થયું હતું.
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન પોરબંદર થી પધારેલા વૈષ્ણવાચાર્ય વસંતકુમાર મહારાજ ઉપસ્થિત રહ્યા હતા. ચોટીલા ગાદીપતિ સુભાષ ગિરીબાપુ, હિંગળાજ શક્તિપીઠના શૈલેષ ગીરીબાપુ,આરતી માતા, મહંત ભાર્ગવદાસ બાપુ, ડો.વલ્લભભાઈ કથીરિયા,ભાનુબેન બાબરીયા વગેરે મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.આશરે ચાર હજાર જેટલા ચાહકો અને પ્રેક્ષકોએ મોજ માણી હતી. પ્રખ્યાત કલાકાર વિશાલ પટેલે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે,આજે રાજકોટના આંગણે ભવ્યાતીભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ લોકડાયરા માંથી જે દાન એકત્ર થશે એ ૐ બીમાર નંદી ગૌશાળા ના લાભાર્થે જવાનો છે.સુરત કરુણા ગૌસેવા ચેરીટેબલ ટ્રસ્ટ જે 365 દિવસ સેવા આપતી સંસ્થા છે જેના દ્વારા લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજભા ગઢવી, અલ્પાબેન પટેલ, હિતેશભાઈ અંટાળા,ર ાધિકાબેન દાવડા વગેરે કલાકારોને રાજકોટ વાસીઓનો ખૂબ પ્રેમ મળે છે.
ઓમ બીમાર નંદી ગૌશાળાના બાલકૃષ્ણભાઈ જણાવ્યુ છે કે ઓમ બીમાર નંદી ગૌશાળાના જસદણ જેના મહંત છે ભાર્ગવ દાસ બાપુ તેમની ગૌ માટેની અવિરત સેવા ચાલે છે અમારે ત્યાં આશરે 2500 લૂલી-લંગડી બીમાર ગાયો છે એના લાભાર્થે શ્રી કરુણા ગૌસેવા ચેરીટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા આ લોકડાયરોનું આયાજેન કરાયું છે.
સૌરાષ્ટ્ર-ગુજરાતની તમામ ગૌશાળામાં દાન આપવાના છીએ: સમીરભાઈ ખીરા
અબતક મીડિયા સાથે થયેલી ખાસ વાતચીતમાં ફ્રેન્ડ્સ ગ્રુપના સહમંત્રી સમીરભાઈ ખીરાએ જણાવ્યું કે કરુણા સેવક ગૌ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા આયોજિત ૐ બીમાર નંદી ગૌશાળા ટ્રસ્ટ જસદણના લાભાર્થે આજરોજ રાજકોટ ખાતે મોટામૌવાના આ વિશાળ પટાંગણમાં ગાયો ના લાભાર્થે લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છેઆ ફાળાથી ગાયોને લાભ મળે,નિર મળે,સારવાર મળે એ અમારું આયોજન છે.
આજે આશરે ચાર હજાર થી પાંચ હજાર લોકો એકઠા થયા હતા. રાજકોટ તેમજ સમગ્ર ગુજરાતમાંથી સંતો મહંતો પણ પધાર્યા હતા દેશ વિદેશથી પણ ફંડ ફાળો આવેલો છે,એક જ માત્ર ગાયોને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે ગાય આપણી માતા છે અને તે બીમાર પડી ન જાય એનું ધ્યાન રાખવું જોઈએ અને એના લાભાર્થે અમે આ ભવ્ય લોકડાયરા નું આયોજન કરેલું છે.આજે ચોટીલાના મહંતશ્રી પણ હાજર છે તેમજ જસદણના ભગવાનદાસ બાપુ હાજર છે તેમજ રાજકોટના હાજર રહ્યા હતા.
ગૌસેવાના લાભાર્થે મને ગાવાનો મોકો આપવા બદલ ટ્રસ્ટ અને ગૌશાળાનો આભાર માનુ છું : અલ્પાબેન પટેલ
સમગ્ર દુનિયામાં પોતાના સુમધુર સૂરો દ્વારા ખ્યાતિ પામનાર અલ્પાબેન પટેલે અબતક મીડિયા સાથે થયેલી ખાસ વાતચીતમાં જણાવ્યું કે આજરોજ કરુણા ગૌસેવા ટ્રસ્ટ સુરત દ્વારા ૐ બીમાર નંદી ગૌશાળા ટ્રસ્ટના લાભાર્થે આ ભવ્યાતીભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે.આ લોક ડાયરામાં ઘણા નામાંકિત કલાકારો હાજર રહ્યા છે. રાજભા ગઢવી,વિજયભાઈ પટેલ,હિતેશભાઈ અંટાળા જેવા નામાંકિત કલાકારોની ઉપસ્થિતિ છે. ટ્રસ્ટ અને ગૌશાળા બંનેનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે મને અહીં ગાવાનો મોકો આપ્યો અને ખાસ અહીં જે રકમ એકઠી થાય તે ગાયોના સારા સ્વાસ્થ્ય માટે જવાનું છે તેમજ રાજકોટવાસીઓનો પણ અમને ખૂબ પ્રેમ મળી રહ્યો છે.
દાનનું મોટું ભંડોળ એકત્ર થયું એનો મને રાજીપો : રાજભા ગઢવી
અબતક મીડિયા સાથેની થયેલી ખાસ વાતચીતમાં સમગ્ર દેશ-દુનિયામાં ખ્યાતિ પામેલા લોકસાહિત્યકાર રાજભા ગઢવી જણાવે છે કે રાજકોટના આંગણે આજનો ભવ્ય કાર્યક્રમ અને લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે જે ખાસ તો જસદણ પાસે ૐ બીમાર નંદી ગૌશાળાના લાભાર્થે રાખવામાં આવ્યો છે.ખૂબ બહોળી સંખ્યામાં લોકો એકત્ર થયા છે અને દાનનું ભંડોળ પણ ખૂબ એકત્રક થયું છે જેનો હું રાજીપો વ્યક્ત કરું છું,સાથોસાથ જે બ્લડ ડોનેશનનો કાર્યક્રમ હતો,જેમાં લોકોને લોહીની જરૂરિયાત હોય તેના માટે બહોળી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન પણ કરેલ છે જે બાબતે હું રાજી છું.ધર્મ માટે અને તેના અસ્તિત્વ માટે આવા સેવાના કાર્યો કાયમ માટે થતા રહે એવી કામના કરું છું.
તળપદી ભાષાને જીવંત રાખવાનો હંમેશા મારો પ્રયાસ છે: હિતેશ અંટાળા
સુપ્રસિદ્ધ અને તળપદી ભાષાને જીવન રાખી લોકોને પેટ પકડી હસાવતા જગવિખ્યાત હાસ્ય કલાકાર હિતેશભાઈ અંટાળાએ અબતક મીડિયા સાથે થયેલી ખાસ વાતચીતમાં જણાવ્યું કે આજરોજ જે ભવ્યાતીભવ્ય લોકડાયરનું આયોજન જસદણ સ્થિત ૐ બીમાર નંદી ગૌશાળા ટ્રસ્ટના લાભાર્થે છે.ખૂબ સુંદર ભવ્ય લોકડાયરાના આયોજનમાં ખ્યાતનામ કલાકારો છે રાજભા ગઢવી,અલ્પાબેન પટેલ,હિતેશભાઈ અંટાળા,વિશાલ પટેલ અને રાધિકા દાવડા પોતાના સુમધુર સુરો રેલાવના છે. આ ગૌશાળા ના લાભાર્થે આયોજન એટલા માટે કરવામાં આવ્યું છે કે આવનારી પેઢીઓ ને ખબર પડે કે ગાય ફક્ત પશુ નથી ગાય આપણી માતા છે.બધાને વિનંતી કરું છું કે આપણે એક હિન્દુના દીકરા તરીકે ગાયોને સાચવવી જોઈએ.સનાતન સંસ્કૃતિનું આ પ્રતીક કહેવાય જેને મારે અને તમારે સાચવવી જોઈએ અને આવા ધર્મના અને સેવાના કાર્યોમાં અવિરત ભાગ લેવો જોઈએ.