અદાણી ફાઉન્ડેશન દ્વારા લખપત તાલુકાના 18 ગામોના પશુપાલકો જેઓ સરહદ ડેરી તથા માહી ડેરીમાં પોતાના ગામમાંથી વધારે દૂધ ભરાવે છે.તેઓને પ્રોત્સાહિત કરવા માટે શ્રેષ્ઠ દૂધ ઉત્પાદક પશુપાલન પ્રોત્સાહન કાર્યક્રમ યોજાયો હતો.જેમાં કુલ 90 પશુપાલકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત 18 ગામોમાં પશુઓને સારવાર માટે ગેવીસી આપવામાં આવી હતી. ગામના અગ્રણીઓ દ્વારા મહેમાનોને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં અબડાસા પ્રાંત અધિકારી કે જે વાઘેલા,અદાણી સિમેન્ટ પ્લાન્ટ હેડ વિવેક મિશ્રા સહીતના પશુપાલકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
મળતી માહિતી મુજબ, અદાણી ફાઉન્ડેશન દ્વારા અબડાસા અને લખપત તાલુકાના 18 ગામોના પશુપાલકો જેઓ સરહદ ડેરી તથા માહી ડેરીમાં પોતાના ગામમાંથી વધારે દૂધ ભરાવે છે. તેમજ તેઓને પ્રોત્સાહિત કરવા માટે શ્રેષ્ઠ દૂધ ઉત્પાદક પશુપાલન પ્રોત્સાહન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કુલ 90 પશુપાલકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત 18 ગામોમાં પશુઓને સારવાર માટે ગેવીસી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં અબડાસા પ્રાંત અધિકારી કે જે વાઘેલા, અદાણી સિમેન્ટ પ્લાન્ટ હેડ વિવેક મિશ્રા, અબડાસા તાલુકા પંચાયતના પ્રમુખ મહાવીરસિંહ જાડેજા, લખપત તાલુકા પંચાયતના પ્રમુખ પ્રતિનિધિ જશુભા જાડેજા તથા અદાણી ફાઉન્ડેશનના સી.એસ.આર હેડ પંકિતા શાહ તથા પીપર સરપંચ માવજી મહેશ્વરી, તાલુકા પંચાયત સદસ્ય અલી લાખા કેર તેમજ પશુપાલકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ગામના અગ્રણીઓ દ્વારા મહેમાનોને સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ સરહદ ડેરીના ડોક્ટર ભાવેશે ડેરીમાં દૂધ આપવા તથા પશુ સંબંધિત અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમજ નલિયા વેટનરી ઓફિસર શેરસિંહ ચૌહાણ દ્વારા પશુપાલકોને પશુ આરોગ્ય સાચવણી રાખવાની કાળજી અંગે માર્ગદર્શન આપ્યું હતું.
રમેશ ભાનુશાલી