લેગ સ્પીનર શાદાબ ખાન, હારિસ રઉફ અને હૈદર અલીને કોરોના પોઝિટિવ
કોરોનાએ ક્રિકેટ જગતને પણ બક્ષ્યું નથી. કોરોનાની ઝપેટમાં ખેલાડીઓ પણ આવી ગયા છે ત્યારે લોકડાઉન બાદ ઈંગ્લેન્ડ ટુર પર પાકિસ્તાનની ટીમ ૨૮ જુનનાં રોજ ઈંગ્લેન્ડ જવા રવાના થવાની છે તે પૂર્વે જ પાકિસ્તાનનાં પાક.નાં ત્રણ ખેલાડી શાદાબ ખાન, હારિસ રઉફ અને હૈદર અલીનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા હાલ આ ખેલાડીઓને હોમ આઈસોલેટ થવા જણાવ્યું છે. ઈંગ્લેન્ડ ટુર પહેલા પાકિસ્તાનનાં ત્રણ ખેલાડીઓને લખલખુ થઈ જતા પાકિસ્તાન બોર્ડ ચિંતાતુર બન્યુ છે અને બોર્ડને પણ તાવ પહેલા આવતી ઠંડી જેવો માહોલ પણ જોવા મળ્યો છે. ૨૮ જુનનાં રોજ ઈંગ્લેન્ડ પ્રવાસે જનારી પાકિસ્તાનની ટીમનાં ખેલાડીઓને કોરોના ટેસ્ટ નેગેટીવ આવ્યો હતો કે જે રાવલપીંડીમાં થયો હોવાનું પણ સુત્રો દ્વારા જાણવા મળ્યું છે ત્યારે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા ૪ ખેલાડીઓને ઈંગ્લેન્ડ ટુર માટે રીઝર્વ પણ રાખવામાં આવ્યા છે જેમાં બિલાલ આસીફ, ઈમરાન બટ, મુસા ખાન અને મોહમદ નવાઝનો સમાવેશ કરાયો છે.
ખતરનાક કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા સતત વધી રહી છે અને ક્રિકેટ જગતમાં પણ આનાથી સંક્રમિત ખેલાડીઓ સામે આવી રહ્યાં છે. હવે પાકિસ્તાનના ત્રણ ક્રિકેટરોનો કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે જે ઈંગ્લેન્ડ વિરુદ્ધ સિરીઝ માટે રવાના થવાના હતા. પાકિસ્તાનના ક્રિકેટ બોર્ડે આની પુષ્ટિ કરી. પીસીબી અનુસાર, પાકિસ્તાનના ક્રિકેટર શાદાબ ખાન, હારિસ રઉફ અને હૈદર અલી કોરોના વાયરસ પોઝિટિવ નોંધાયા છે. પીસીબીએ એક નિવેદનમાં કહ્યું, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે હૈદર અલી, હારિસ રઉફ અને શાદાબ ખાનના કોરોના પોઝિટિવ હોવાની પુષ્ટિ કરી છે. કોવિડ-૧૯ માટે તેમના ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. ત્રણ ક્રિકેટર્સને હવે સેલ્ફ-આઈસોલેશનમાં રહેવું પડશે. બોર્ડે કહ્યું, પાકિસ્તાનની નેશનલ ટીમના ઈંગ્લેન્ડ પ્રવાસ માટે રવાના થતા પહેલા રવિવારે રાવલપિંડીમાં કોરોના ટેસ્ટ કરાવવા સુધી ખેલાડીઓમાં આ વાયરસથી સંક્રમિત હોવાના કોઈ લક્ષણ દેખાયા નહોતા.બોર્ડે કહ્યું કે, પીસીબીની મેડિકલ પેનલ તે ત્રણેય ખેલાડીઓના સંપર્કમાં જેમને તરત સેલ્ફ-આઈસોલેશનમાં જવાની સલાહ આપવામાં આવી છે. આ જ મહિના શરૂઆતમાં પાકિસ્તાનનો પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદી પણ આ ખતરનાક વાયરસથી સંક્રમિત નોંધાયો હતો.