• જય રણછોડ, માખણચોરના નાદ સાથે
  • ભાવિકોને ભગવાન જગન્નાથના મામેરા દર્શનનો લ્હાવો લીધો: ભગવાનને સોના ચાંદીના ઘરેણા ફળ ફ્રૂટ વાઘા તથા વિવિધ ભોગ ધરાવાયા

ધર્મનગરી રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં અષાઢી બીજ ની ઉજવણીની તડામાર તૈયારીઓ સાથે ભગવાન જગન્નાથ ,ભાઈબલભદ્ર અને બહેન સુભદ્રા સાથે ભગવાન નગર ચર્ચાએ નીકળશે રાજકોટમાં ભગવાનની રથયાત્રા માટે તૈયારીઓ ચાલી રહી છે.

શહેરના કાલાવડ રોડ પર આવેલ જગન્નાથ મંદિર ખાતે અષાઢી બીજ ના ધર્મોત્સવ ની ઉજવણીના તોરણ બંધાયા હોય  છે કાલે અષાઢી બીજના શુભ દિવસે સવારે 8:30 વાગે ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામજી અલૌકિક રથમાં બિરાજમાન થઈ પરંપરાગત રીતે રાજકોટ મહાનગરના વિવિધ રાજમાર્ગો પર ધર્મ પ્રેમી ભાવિકોને દર્શનનો લ્હાવો આપવા નગર ચર્ચા એ નીકળશે.

આ મહોત્સવના આરંભમાં  યજમાન અભયભાઈ ગણપતરાય ભારદ્વાજ નીતિનભાઈ ગણપત રાય ભારદ્વાજ પરિવાર તરફથી મામેરાવિધિ કરવામાં આવી છે

ભગવાન જગન્નાથની યોજાનારી રથયાત્રામાં ભગવાન જગન્નાથના મામેરાના  કરવામાં આવ્યા હતા. તેમા મોસાળમાં ભાણેજને લાડ લડાવવામાં આવ્યા હતા. ભગવાન જગન્નાથ અને તેમના ભાઈ બલભદ્ર તથા બહેન સુભદ્રાજીનું  મામેરા દર્શન કરાવવામાં આવ્યા હતા.  આમ ભાવિકોને ભગવાન જગન્નાથના મામેરા દર્શનનો લ્હાવો મળી રહ્યો છે.

મામેરાના દર્શન માટે ભક્તોની ભારે ભીડ જામી હતી. આના પગલે મામેરું ભગવાનનું મોસાળ  જય રણછોડ, માખણચોરના નાદ સાથે ગૂંજી ઉઠ્યું છે. ભગવાનને સોનાના આભૂષણો અને વાઘા પહેરાવાશે અને મહાભોગ ધરાવામાં આવ્યા હતા. તેની સાથે વિવિધ ભજન મંડળીઓ પણ ભજનકીર્તન કરશે.

ઉલ્લેખનીય છે કે ભગવાન જગન્નાથની રથયાત્રા પૂર્વે તેમનું  મામેરુ કરવામાં આવે છે. જગન્નાથ પુરીની રથયાત્રામાં પણ આ જ શિરસ્તાનું પાલન કરવામાં આવે છે. ભક્તો માટે સાંજે પાંચ વાગ્યાથી ભગવાનનું મામેરા દર્શન ખુલ્લુ મૂકવામાં આવ્યું હતું.  ભક્તોની ભારે ભીડ ઉમટી હતી

ભાવિકોને ભગવાનના દર્શનમાં તકલીફ ન પડે અને તેઓ મામેરું ભગવાનના સારી રીતે દર્શન કરીને અહીંથી નીકળી શકે તે માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં છે તેની સાથે શ્રદ્ધાળુઓને પ્રસાદ આપવામાં આવી રહ્યો છે. ભગવાનની હાલમાં વિવિધ રીતે સરભરા કરવામાં આવી રહી છે. શ્રદ્ધાળુઓમાં પણ ભગવાનના આગમનને લઈને આનંદ અને ઉમંગની લાગણી છે.

અષાઢી બીજ સાત જુલાઈ રવિવારે સવારે 8:30 વાગે જગન્નાથ મંદિરના પ્રાગણમાંથી નીકળનાર રથયાત્રા ની બહિધિ વિધિ રાજકોટના રાજવીએ ઠાકોર સાહેબ માધાતા સિંહજી જાડેજા ના હસ્તે રથ ખેંચીને શુભારંભ કરવામાં આવશે,

તેમજ નેત્રોત્સવ પૂજન વિધિ મહારથી આજે સવારે આઠ વાગે થી 12:00 વાગ્યા કરવામાં આવ્યું હતું અષાઢી બીજના દિવસે પરંપરાગત રીતે યોજનારી રથયાત્રા દર વર્ષની જેમ આ વર્ષે પણ કૈલાશધામ આશ્રમ નાના મવા થી સવારે 8:30 વાગે પ્રસ્થાન થશે અને રાત્રે 8:30 વાગે નિજ મંદિરમાં મહા આરતી સાથે  સંપન્ન થશે આ મહોત્સવ નો લાભ લેવા જગન્નાથજી મંદિર ના મહંત ત્યાગી મનમોહનદાસ રામ કિશોરદાસજી દ્વારા આહવાન કરવામાં આવ્યું છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.