‘લાખાભાઈ એટલે લાખના માણહ’ રાજુભાઈ બોરીચા: સૌનો સાથ સોનો વિકાસ ભાજપ માટે સૂત્ર નહિ, શ્ર્વાસ છે: પ્રવીણભાઈ પગડા
પ્રજા વચ્ચે રહી પ્રજાના કામ કરતો રહીશ અને પ્રજાનો કદી વિશ્વાસ ભંગ નહી કરું એવો વિશ્વાસ રાજકોટ ગ્રામ્યના ભાજપના ઉમેદવાર શ્રી લાખાભાઈ સાગઠિયાએ જુ સભામાં મતદારોને આપ્યો હતો. પ્રજોનો વિશ્વાસ એ જ મારો શ્વાસ છે અને મારો શ્વાસ અને પ્રજાનો વિશ્વાસ કદી અલગ યો ની અને શે નહિ. જે ખંતી પ્રજાના કામ કર્યા છે અને વિશ્વાસ સંપાદિત કર્યો છે તે જ લગની વધુ કામ કરવાની શક્તિ મતદાતા આપશે તેવો પણ વિશ્વાસ રાજકોટ ગ્રામ્ય ધારાસભા બેઠક પરના ભાજપના ઉમેદવાર લાખાભાઈ સાગઠિયાએ વ્યક્ત કર્યો હતો
ઉમેદવારી ફોર્મ ભર્યા પછીના બીજા જ દિવસી આ વિસ્તારમાં ભાજપનો ચૂંટણી પ્રચારમાં પક્ષના કાર્યકરો ઉપરાંત આ વિસ્તારના લાખાભાઈના ચાહકો સ્વયંભૂ જોડાયા હતાં. તે જ તેની લોકપ્રિયતા સૂચવે છે, અને તેનો પડઘો તેમની ચિક્કાર જૂ સભામાં પણ જોવા મળે છે.
ઓમનગર વિસ્તાર તા મવડી વિસ્તારમાં યોજાયેલી જૂ સભામાં બોલતા રાજુભાઈ બોરીચાએ જણાવ્યું હતું કે, લાખાભાઈ સાગઠિયા મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને બાબા સાહેબ આંબેડકરના સમાજ વિકાસના સિધ્ધાંતને નજર સમક્ષ રાખી કામ કરનારા લાખેણા માનવી છે. આ લાખેણા માનવીના લલાટે વિજય તિલક કરવા તેમણે અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યુ હતું કે, લાખના માણહ લાખાભાઈને વિજયી બનાવવા એટલે આ વિસ્તારના વિકાસને ગતિ આપવી.
જૂસભામાં પ્રવીણભાઈ પગડાએ કહ્યું હતું કે ૨૦૧૨માં ચૂંટાયેલા ભાજપના ભાનુબેન બાબરિયાની જાગૃતિી ભાજપ સરકારે આ વિસ્તારમાં કરેલા કાર્યોની ગતિને વેગવાન બનાવવાની તાકાત લાખાભાઈનો સહજ ગુણ છે. લોકો તેમને વિજયી બનાવી આ વિસ્તારનાં વિકાસને જ આગળ વધાવશે તે નિશ્ચિત છે. તેમણે ઉમેર્યું હતું કે સૌનો સાથ સૌનો વિકાસ એ ભાજપ માટે સૂત્ર નહીં પણ શ્વાસ છે.
આ જુ સભાઓમાં અગ્રણીઓ વલ્લભભાઈ સેખલિયા, ચેતનભાઈ રામાણી, અરવિંદભાઈ સિંધવ, બાબુભાઈ સોરઠિયા સહિતના અગ્રણીઓ ઉપસ્તિ રહ્યાં હતાં.