પાણી પ્રશ્રની હૈયાવરાળ લોકો એવીએમ મશીનમાં ઠાલવે તેવી પરિસ્થિતિ
ટંકારા તાલુકાના લજાઇ, હડમતીયા અને ધ્રુવનગરમાં ભર ઉનાળે પીવાના પાણીની સમસ્યા વિકરાળ બની છે ત્રણ ગામને પાણી પુરૂ પાડતી મેઇન લાઇન જ રાજકોટ નેશનલ હાઇવે નુ કામ ચાલતુ હોવાથી લાઈનક્ટ થઇ જતા અને બુધવારના વિજ કાપથી થોડા ઘણા બોરવેલના પાણી પણ પશુઓને ન મળતા રીતસરના અબોલ પશુઓ પણ ભાંભરડા નાખી ગયા છે ગામડાઓની ગ્રહિણીઓ તો આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને હૈયાવરાળ ઈવીએમ પર ઠાલવે તો ના નહી
ગામડાઓમાં વસતા આદિવાસી ખેતમજુરોના તો પાણી નુ ટીપુ પણ દોહ્યલુ બની ગયુ હોય તેમ પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે , સરકારી સ્કુલોમાં બાળકો માટે તેમજ મધ્યાહન ભોજન માટે વપરાતા પાણીની સમસ્યા વિકરાળ બની ગઈ છે .આ બાબતે હડમતીયા ગામના સરપંચ સાથે ટેલીફોનિક વાત કરતા તેઓએ જણાવ્યુ હતુ કે. આ પ્રશ્ન છેલ્લા પાંચ-છ દિવસથી સર્જયો છે.
પણ કોઇ પાણી પૂરવઠા તંત્રના અધિકારીઓ આજ સુધી ફકીયા પણ નથી, ત્યારે પાણી પૂરવઠા બોર્ડ આ ગંભીર પાણીની સમસ્યાને તત્કાલીન હલ કરે તેવી લોક માગણી ઉઠી છે. હાલ તો આપણા રાજકીય આગેવાનો , ધારાસભ્ય , સાંસદ , પક્ષ કે વિપક્ષ તો પોતાના જ કામમાં વ્યસ્ત હોઈ તેમ લાગી રહ્યું છે.પણ આ અબોલ પશુઓ અને માનવ સમાજ પર રહેમ રાખી વહેતી તકે પાણી પૂરવઠો રાબેતા મુજબ ચાલુ થાય તેવી પાણી પૂરવઠા બોર્ડને નમ્ર અરજ સામાજીક તથા જાગ્રત નાગિરક રમેશભાઇ ઠાકોર કરી રહીયા છે.