પાછળ પાછળ મદદ માટે જેલમાં પહોંચી ગયા લાલુના સેવકો
ચારા ગોટાળા કાંડમાં સજા ભોગવી રહેલા બિહારના સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ હાલ બિરસા મુંદ્રા સેન્ટ્રલ જેલમાં મોકલાયા છે તો તેમની પાછળ પાછળ તેમને બે ચેલા પણ ચમચાગીરી કરવા જુના કેસની કબુલી કરી પોતે જ સરન્ડર થઈ ગયા છે. લાલુના બે ચમચાઓમાં એકનું નામ મદન યાદવ છે. હાલ ૧૦ હજાર રૂપિયાની ખોટી ચોરી અંગે બિરસા મુંડા જેલમાં બંધ છે. રસપ્રદ વાત તો એ છે કે મદન યાદવ ૨ ગૌશાળા અને એક એસયુવીનો માલિક છે તે ૧૦ હજારની ચોરી કરે ? જોકે મદને લાલુના સહાયક હોવાની ચોખ્ખી મનાઈ કરી છે.
આરજેડીના પ્રવકતા શકિતસિંહ યાદવ જણાવે છે કે પોલીસ હજુ તપાસ કરી રહી છે કે બન્ને જેલમાં કઈ રીતે પહોંચ્યા, જયારે લાલુજીએ તો કયારેય આવું કીધુ નથી. હવે પોલીસના દાવા પ્રમાણે આ મામલો ખુબ જ રસપ્રદ બની રહ્યો છે. વાત એમ છે કે જયારે સુમિત નામના વ્યકિતએ ૨૩ ડિસેમ્બરે મદન અને લક્ષ્મણના વિરોધમાં જયારે કેસ નોંધાયો ત્યારે કોઈને પણ શક ગયો ન હતો. પરંતુ જે દિવસે લાલુને દોષી જાહેર કરવામાં આવ્યો ત્યારે જ મદન અને લક્ષ્મણે પણ પોતાના ગુનાની કબુલાત કરી અને તેઓ બિરસા મુંડા જેલમાં મોકલી દેવાયા.
બાદમાં પોલીસને જાણ થઈ કે મદન અને લાલુ એક બિજાના પરિચયમાં છે. ત્યારબાદ બધા જ માલની માહિતી ગોતવામાં આવી. જયારે મદન ગાયબ થઈ ગયો ત્યારે એક સ્થાનિક ચા વેંચનારા મનોજ કુમારે જણાવ્યું હતું કે, તેની આર્થિક પરિસ્થિતિ નબળી નથી કે તેમને આવા કામ કરવા પડે. જયારે અચાનક જ મદન ગાયબ થઈ ગયો તો લોકોએ પણ કહ્યું છે તે ચોકકસથી ચોકકસ લાલુની સાથે રહી જણાવ્યું હતું કે, મદન લાલુની સેવા કરવા જ જેલમાં ગયો છે આમ તો જાઈ લાલુના ચમચાઓએ હદ વટાવી.