હાલમાં લેડીસોની ફેશનમાં અવાર નવાર નવો ટ્રેડ જોવા મળી રહ્યો છે. અને જો અત્યારની વાત કરવામાં આવે તો સૌથી વધુ લેડીસમાં કપદને લઈને એક અનોખો જ ટ્રેડ જોવા મળી રહ્યો છે. લેડીસો અત્યારે હાલ સૌથી વધુ ઑફ સોલ્ડર ક્લોથ પહેરવાનું પસંદ કરે છે. ઑફ શોલ્ડર એટલે જેમાં શોલ્ડર ન હોય એટલે કે જે ટૉપ શોલ્ડર કવર ન કરે.

1 103ઑફ શોલ્ડરમાં બે પ્રકાર આવે છે જેમ કે જે ટૉપ કે ડ્રેસ માત્ર બસ્ટ લાઇન જ કવર કરે અને બીજી સ્ટાઇલ એ છે જેમાં નેક સુધી ડ્રેસ આવતો હોય, પરંતુ નેકમાં ઇલૅસ્ટિક હોય છે જેથી જગ્યા અને ફંક્શન અનુસાર તમે નેકલાઇન ઉપર-નીચે કરી શકો. ઑફ શોલ્ડરમાં ડ્રેસ, ટૉપ, શૉર્ટ ડ્રેસ તો આવે જ છે અને તમે ઑફ શોલ્ડર પૅટર્નમાં બ્લાઉઝ પણ કરાવી શકો.

ડ્રેસ :

TB1Ju3.PFXXXXXMXXXXXXXXXXXX 0જો તમે ઑફ શોલ્ડર પૅટર્નમાં ડ્રેસ પહેરવા માગતા હો તો ખૂબ કાળજીપૂર્વક ફંક્શનને અનુરૂપ ડ્રેસની પસંદગી કરવી. જો તમારું શરીર સુડોળ હોય તો જ ઑફ શોલ્ડર ડ્રેસ પહેરવો. જો તમને ઑફ શોલ્ડર ડ્રેસ પહેરવો હોય અને કૉન્શ્યસ ફીલ ન કરવું હોય તો હાથ કવર થાય એ રીતનો ડ્રેસ સિલેક્ટ કરવો. હાથ કવર થાય એટલે જેમાં સ્લીવ્ઝ હોય પરંતુ સ્લીવ્ઝ શોલ્ડર કવર ન કરે અને માત્ર બસ્ટ લાઇનથી એલ્બો સુધી અથવા થ્રી-ફોર્થ કે ફુલ લેન્ગ્થમાં હોય. જે ડ્રેસ બસ્ટ લાઇનથી ચાલુ થાય અને અને જેમાં શોલ્ડર કવર ન થયાં હોય એવા ડ્રેસ પહેરવા માટે ખૂબ કૉન્ફિડન્સની જરૂર હોય છે તેમ જ એવી પર્સનાલિટી પણ હોવી જોઈએ અને સાથે સુડોળ શરીર પણ હોવું જોઈએ.

આવા ડ્રેસ કૉર્સેટ ફિટિંગમાં બનાવવામાં આવે છે જેમાં પેટનો અને કમરનો ભાગ હાઇલાઇટ થાય છે. જેમનાં શોલ્ડર નેરો છે તેઓ આ ટાઇપના ડ્રેસ પહેરી શકે જેનાથી નેરો શોલ્ડર હાઇલાઇટ થશે. જેમની ફ્રેમ ઑફ બૉડી થોડી બ્રૉડ હોય તેમને આ ઑફ શોલ્ડર પૅટર્ન વધારે સારી લાગે છે. જો તમારું શરીર થોડું ભરાવદાર હોય તો તમે એવો ડ્રેસ પહેરી શકો જેમાં નેક લાઇનમાં ઇલૅસ્ટિક હોય જેથી ફંક્શનને અનુરૂપ તમે નેકલાઇન ઍડ્જસ્ટ કરી શકો.

ટૉપ્સ :

2016 das mulheres nova tend ncia da moda ટૉપ્સમાં ઑફ શોલ્ડર પૅટર્નમાં કૅઝ્યુઅલ અને ફૉર્મલ એમ બન્ને આવે છે. કૅઝ્યુઅલ ટૉપ્સ મોટા ભાગે કૉટન ક્રશ ફૅબ્રિક અથવા સિન્થેટિક ફૅબ્રિકમાં હોય છે. સિન્થેટિક ફૅબ્રિકમાં જે ઑફ શોલ્ડર ટૉપ આવે છે એ મોટા ભાગે ટ્રાન્સપેરન્ટ હોય છે અથવા તો એમાં જ હોઝિયરીની સ્લિપ અટેચ હોય છે. જે ટૉપ ટ્રાન્સપેરન્ટ હોય છે અને જો તમારો પેટનો ભાગ વધારે હોય તો ટ્રાન્સપેરન્ટ ટૉપ ન પહેરવું. પેટનો ભાગ વધારે હોય તો કૉટન ક્રશ ફૅબ્રિકવાળું ઑફ શોલ્ડર ટૉપ પહેરી શકાય.

ક્રશ ફૅબ્રિકવાળા ટૉપની હેમલાઇનમાં ઇલૅસ્ટિક હોય એવી પૅટર્ન પસંદ કરવી જેનાથી પર્હેયા પછી બલૂન-ઇફેક્ટ આવશે અને પેટનો ભાગ છુપાઈ જશે એટલે કે હાઇલાઇટ નહીં થાય. કૅઝ્યુઅલ લુક માટે ઑફ શોલ્ડર ટૉપ્સ ડેનિમ પર કે શૉર્ટ્સ પર પહેરી શકાય.

પ્લાઝો:

Untitled 1 46જો તમે કંઈક અલગ જ ટ્રાય કરવું હોય તો પ્લાઝો પહેરવું જોઈએ. પ્લાઝો પર ઑફ શોલ્ડર ટૉપ પહેરી શકાય અથવા તો એ-લાઇન સ્કર્ટ સાથે પણ કૉટન ક્રશવાળું ઑફ શોલ્ડર ટૉપ સારું લાગી શકે. સિન્થેટિક ફૅબ્રિકવાળું ઑફ શોલ્ડર ટૉપ ડેનિમના ની લેન્ગ્થ સ્કર્ટ સાથે સારું લાગી શકે. ઑફ શોલ્ડર ટૉપ સાથે હાઈ પોની સારી લાગી શકે અથવા તો ઓપન હેર પણ રાખી શકાય

બ્લાઉઝ :

6 captivating off shoulder saree blouse 6લેડીસ અત્યારે તેના તમામ ક્લોથ્સ ઑફ સોલ્ડર પહેરવાનું પસંદ જ કરે છે ત્યારે મહિલાઓ સૌથી વધુ પ્લેન સાડી સાથે ઑફ શોલ્ડર બ્લાઉઝ પહેરવાનું પસંદ કરે છે. ઑફ શોલ્ડર બ્લાઉઝ પહેરવાથી ઇન્ડો-વેસ્ટર્ન લુક આવે છે જેથી પ્લેન સાડી પર પહેર્યું હોય તો વધારે સારું લાગશે.

ઑફ શોલ્ડર બ્લાઉઝ સાથે મોટા ભાગે બેન્ગૉલી સ્ટાઇલમાં પહેરેલી સાડી જ સારી લાગે છે. ઑફ શોલ્ડર બ્લાઉઝ મોટા ભાગે રૉ-સિલ્ક ફૅબ્રિકમાં સારાં લાગે અથવા તો  ટેક્ચર્ડ નેટમાં સારાં લાગે છે. રૉ-સિલ્કમાં બનાવવાનો એક જ પલ્સ પૉઇન્ટ એ કે બ્લાઉઝનું ફિટિંગ સારું આવે છે એટલે કે ફૅબ્રિક બૉડી પર બરાબર બેસે છે અને રૉ-સિલ્ક એ પ્લેન ફૅબ્રિક હોવાથી કોઈ પણ સાડી સાથે મિક્સ-મૅચ કરી શકાય અને ટેક્ચર્ડ નેટમાં બનાવવાથી એક એક્સ્ટ્રા ફૅન્સી લુક મળે છે.

ફૅન્સી નેટવાળાં ઑફ શોલ્ડર બ્લાઉઝ ખાસ કરીને શિફોન કે જ્યૉર્જેટની સાડી સાથે સારાં લાગી શકે જે ખાસ કરીને પ્લેન હોય અથવા તો એમાં બાદલા છાંટેલા હોય કે પછી પ્લેન સાડીમાં હેવી બૉર્ડરનો લુક આપ્યો હોય. નેટવાળાં ઑફ શોલ્ડર બ્લાઉઝ સીવડાવતી વખતે ખાસ ધ્યાન એ રાખવું કે ફિટિંગ બરાબર હોય અને જો આખી બૅક ટ્રાન્સપેરન્ટ આપવી હોય તો બ્લાઉઝમાં આગળ કપ્સ નખાવવાં જરૂરી છે. ઑફ શોલ્ડર બ્લાઉઝમાં સ્વીટ હાર્ટ નેકલાઇન સૌથી વધારે સરસ લાગે અને એમાં પણ કંઈક અલગ કરવું હોય તો બ્લાઉઝમાં નેકલાઇન પર કૉલર આપી શકાય જે નેકલાઇનથી હાથને કવર કરે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.