હમઝા અલકાયદામાં મહત્વના પદ પર હોવાનો તેના પરિવારનો ઉલ્લેખ
અમેરીકામાં ૨૦૦૧માં થયેલા આતંકી હુમલાના મુખ્ય સુત્રધાર ઓસામા બીન લાદેનના પુત્ર હમઝા બીનલાદેને આજ હુમલામાં વિમાન હાઇઝેક કરનાર મહમદ અટ્ટાની પુત્રી સાથે લગ્ન કરી લીધા છે. ઓસામાના પરિવારે આ વાતને સમર્થન આપ્યું છે.
લાદેખના સાવકા ભાઇઓએ એક ઇન્ટરવ્યુમાં આ વાતનો ઉલ્લેખ કર્યો હતો. અહમદ અને હસન અલઅત્તાએ કહ્યું કે, લાગે છે કે હમઝા ને હવે અથ કાયદામાં ખુબ ઉંચુ પદ મળી ગયું છે. અને તે પોતાના પિતાના મોતનો બદલો લેવાની ફિરાકમાં છે.
ઉલ્લેખનીય છે કે સાત વર્ષ પહેલા અમેરિકાએ ઓસામા બિન લાદેનને ઠાર કર્યો હતો. હુમઝા ઓસામાની ત્રણ પત્નીઓ માંથી એકનો પુત્ર છે. લાદેનની આ પત્ની અમેરિકા પરના હુમલા વખતે એબટાબાદમાં રહેતી હતી.
લાદેનનો બીજો એક પુત્ર ખાલીદ એબટાબાદમા ઠાર મરાયો હતો. જયારે ત્રીજો પુત્ર સાદ પણ અફઘાનિસ્તાનમાં ર૦૦૯ માં ઠાર મરાયો સૂત્રોના જણાવ્યા પ્રમાણે હવે હમઝા તેના પિતાના અધુરા કામને અંજામ આપશે અને તેના પિતાની જગ્યાએ રહેશે.