ભારત દુનિયાનો સૌથી વધુ દૂધ ઉત્પાદન કરતો દેશ હોવા છતાં દેશની 70 ટકા વસ્તી દૂધ કે દૂધ બનાવટની વસ્તુઓ પચાવી શકતી નથી, આની પાછળનું મુખ્ય કારણ તેમા રહેલા લેકટોઝ બેકટેરીયા છે,આવા લોકો માટે એક સારા સમાચાર છે,આણંદની કૃષિ યુનિવર્સીટીનાં ડેરી સાયન્સનાં વૈજ્ઞાનિકો દ્વારા સ્વદેશી વિકસીત ટેકનોલોજીનો ઉપયોગ કરીને લેકટોઝ ફ્રી દૂધ તૈયાર કર્યું છે.
ખાસ કરીને જો વાત કરવામાં આવે તો દૂધ એ અનેક પ્રોટીન આપતું અને સ્વાસ્થય માટે લાભકારક છે,પરંતુ કેટલાક લોકો આ દૂધને પચાવી શકતા નથી,અને આવા લોકો માટે દેશમાં કેટલીક દૂધ કંપનીઓ દ્વારા લેકટોઝ ફ્રી દૂધ તૈયાર કરી વેચવામાં આવે છે,પરંતુ આ ભારતીય કંપનીઓને લેકટોઝ ફ્રી દૂધનાં ઉત્પાદન માટેની ટેકનોલોજી માટે વિદેશ પર નિર્ભર રહેવું પડે છે,અને દેશનાં મોટા ભાગનાં ડેરી ઉત્પાદકો ડેન્માર્ક જેવા દેશોમાં કૃત્રિમ રીતે વિકસીત એન્ઝાઈમ્સ આયાત કરીને લેકટોઝ ફ્રી દૂધ તૈયાર કરવામાં આવે છે.
તેમજ લેકટોઝ ફ્રી દૂધ તૈયાર કરવા માટે ડેરીઓને એન્ઝાઈમ્સને કેમીકલ સાથે મિકસ કરવા માટે પણ વિદેશથી આયાત ટેકનોલોજી પર નિર્ભર રહેવું પડતું હતું. ત્યારે આણંદની કૃષિ યુનિવર્સીટીનાં ડેરી સાયન્સ વિભાગનાં વૈજ્ઞાનિકો દ્વારા તેઓની લેબોરેટરીમાં સંશોધન કરીને મેક ઈન ઈન્ડીયા પ્રોજેકટ અંતર્ગત લેકટોઝ ફ્રી દૂધ ઉત્પાદન કરવાની સંપૂર્ણ સ્વદેશી ટેકનોલોજી વિકસાવી છે,જેનાં કારણે હવે ડેરીઓને વિદેશી ટેકનોલોજી પર નિર્ભર રહેવું પડશે નહી અને સ્વદેશી ટેકનોલોજીથી તેઓ લેકટોઝ ફ્રી દૂધ તૈયાર કરી શકશે.
આણંદનાં વૈજ્ઞાનિકો દ્વારા તૈયાર કરાયેલી આ ટેકનોલોજીથી લેકટોઝ ફ્રી દૂધનું પ્રોડકશન કોસ્ટ પણ ધટશે,અને બાયોલોજીકલ રીતે તૈયાર કરાયેલા આ બેકટેરીયાથી લેકટોઝ ફ્રી દૂધની પ્રોડકશન કિંમત 30 રુપિયા પ્રતી લીટર ઘટી જશે.
લેકટોઝ ફ્રી દૂધ ન મળવાનાં કારણે ગ્રાહકો માટે મુસ્કેલી સર્જાતી હતી,પરંતુ માર્કેટમાં તેની ખુબજ ડીમાન્ડ હોઈ આણંદનાં ગુજરાત કો.ઓ મિલ્ક માર્કટીંગ ફેડરેશનનાં અધ્યક્ષ આર એસ સોઢીએ પણ આ સંશોધનને આવકાર્યું છે,અને અમૂલ દ્વારા આ ટેકનોલોજીનો સૌથી પ્રથમ ઉપયોગ કરવાની તૈયારી બતાવી છે.
ગુજરાત કો.ઓ મિલ્ક માર્કેટીંગ ફેડરેશનનાં મેનેજીંગ ડીરેકટર આર એસ સોઢીએ જણાવ્યું હતું કે અમે આ સ્વદેશી સંશોધનને આવકારીએ છીએ,અને અમૂલનાં દરેક સ્ટોર પર પુરતા પ્રમાણમાં લેકટોઝ- ફ્રી દૂધ મળી રહે તે માટે આ ટેકનોલોજી ખુબ જ ફાયદાકારક રહેશે.
લેકટોઝ બેકટેરીયાની અસરનાં પરિણામે કેટલાક લોકો અને બાળકો દૂધમાં રહેલી સુગરને પચાવી નથી શકતા આવા લોકો જો દૂધ કે તેની અન્ય પ્રોડકટસનું સેવન કરે તો તેમને શરીરમાં ખાલી ચઢવી ઝાડા,પેટમાં દુખવું કે વોમીટ થવાની સમસ્યા સર્જાય છે,ત્યારે લેકટોઝ ફ્રી દૂધનાં સેવનથી આવી કોઈ સમસ્યા સર્જાશે નહી.
આણંદ કૃષિ યુનીનાં વૈજ્ઞાનિક ડૉ.સુબ્રાતો હાતીએ જણાવ્યું હતું કે દૂધમાં લેકટોઝનાં કારણે ખાસ કરીને સાઉથ ઈન્ડીયા અને દિલ્હી સહીતનાં કેટલાક રાજયોનાં વિસ્તારોંમાં લોકોને દૂધ પાચન થતું નથી તેમનાં માટે લેકટોઝ ફ્રી દૂધ બનાવવા માટેની સ્વદેશી ટેકનોલોજી બનાવી છે,જેનાં કારણે લેકટોઝ ફ્રી દૂધ આસાનીથી પચાવી શકાશે તેમજ તેનાંથી દૂધમાં આવતા પ્રોટીન કેલ્સીયમ ફેટ સહીતનાં તત્વો મળશે.
રાજય સરકાર દ્વારા મેક ઈન ઈન્ડીયા પ્રોજેકટ અંતર્ગત આ પ્રોજેકટ સમગ્ર રાજયમાંથી માત્ર આ એક પ્રોજેકટ પસંદ કરાયું હતું અને તેમાં વૈજ્ઞાનિકોએ કરેલા સંશોધનને સફળતા મળતા સમગ્ર દેશમાં એક માત્ર લેકટોઝ ફ્રી દૂધ બનાવવા માટેની આ પ્રથમ સ્વદેશી ટેકનોલોજી તૈયાર થઈ છે,