વિટામિન ડી કે જે આપણને સૂર્યપ્રકાશથી પ્રાપ્ત થાય છે. શરીરમાં વિટમિન ડીની યોગ્ય માત્રા દરેક વ્યક્તિ માટે ખૂબ જરૂરી છે. વીટામીન ડી આપણા શરીરમાં ફોસ્ફરસ અને કેલ્શિયમની માત્રાને નિયમિત કરે છે. વિટામીન ડી હાડકાઓ મજબૂત કરે કરે છે, ઉપરાંત શરીરમાં કોલેસ્ટ્રોલની માત્રા ઘટાડે છે. વીટામીન ડીની ઉણપ ડિપ્રેશન પણ પેદા કરી શકે છે.
યુકે નેશનલ હેલ્થ સર્વિસિઝના મત મૂજબ વીટામીન ડી ની ઉણપને કારણે બાળકોના હાડકાઓને સૌથી ખરાબ અસર થાય છે તેમજ મોટી ઉંમરે પણ હાડકાનો દુખાવો તેના કારણે સર્જાય છે.વિટામીન ડીની ઉણપને કારણે બીજા પણ ઘણા મોટા રોગને આપણે નોતરી એ છીએ એ જાણવુ ખૂબ જ અગત્યનું છે કે તેની ઊણપને કારણે પ્રોસ્ટેટ કેન્સર, તણાવ, ડાયાબિટીસ જેવા ઘાતક રોગો પણ સર્જાય શકે છે.
એક સર્વે અનુસાર 75% 25 વર્ષથી ઓછી આયુના યુવાઓમાં વીટામીન ડીની ઊણપ વર્તાય છે કે જેનું મુખ્ય કારણ પોષણક્ષમ આહારની કમી છે. એક આંકડા મુજબ 79% પુરુષો અને 75% સ્ત્રીઓમાં વીટામીન ડી તેમના શરીરમાં પૂરતી માત્રામાં જણાયુ નહોતુ.
વિટામીન ડીની ઊણપના કારણો
હાલના સમયમાં લોકોનું વધતું જતું બહારના જંક ફૂડનું સેવન ,બેઠાળુ જીવન તેમજ વધુ પ્રમાણમાં ઓફીસની અંદર બેસીને કાર્ય કરવું કે જે સૂર્યપ્રકાશથી દૂર રાખે છે જે શરીરમાં વીટામીન ડી ડેફીસીઅન્સી સર્જી શકે છે.
વિટામીન ડી થી ભરપુર પોષકતત્વો ધરાવતો ખોરાક જેમકે ફણગાવેલા કઠોળ, દૂધ, દહીં વગેરેનું સેવાન નું પ્રમાણ વધારવાથી ઊણપ દૂર કરી શકાય.
વિટામિન ડીની ઉણપના લક્ષણો
- જો તમે વધુ થાક અનુભવો છો તમારા શરીરમાં વિટામિન ડીની કમી હોઇ શકે છે.
- સાંધાનો કે સ્નાયુઓનો દુખાવો, શરીરમાં સામાન્ય નબળાઇ કે ચાલવામાં મુશ્કેલી થવી
- ખૂબ વધુ વાળ ખરવા
- ઇજાઓમાં રૂઝ ન આવવી અથવા ખૂબ સમય લાગવો
- લાંબા સમયની પાચન સંબંધિત સમસ્યા
- શરીરમાં વિટામિન ડીની ઉણપવાળા મોટાભાગના લોકોને હતાશાનો સામનો કરવો પડે છે.