વિશ્ર્વની સૌથી મોટી લોકશાહી નું માંન ધરાવતા ભારત નીરાષ્ટ્રીય ધરોહર વિવિધતામાં એકતા ના પાયા પર રચાયેલી છે, ભારતનું બંધારણ પ્રત્યેક નાગરિક ના મૌલિક અધિકારો નું સુદ્રઢ પણ રક્ષણ કરે છે, અલબત્ત ભારતના સર્વભોમત્વ સાથે કોઈ પણ પ્રકારની સમજૂતી ને જરા પણ અવકાશ જ નથી ,ત્યારે દેશ માટે હવે ધર્મના વાડા અને સાંપ્રદાયિક કાયદાકીય ભેદભાવો પરવડે તેમ નથી, સમાન સિવિલ કોડ ની આવશ્યકતા પર વારંવાર ભાર મૂકવામાં આવે છે ,પરંતુ “રાજકીય તુષ્ટિકરણ” ના કારણે દેશ માટે આવશ્યક એવા આ મુદ્દા પર ક્યારેય ગંભીરપણે પરિણામ દાયી વિચારણા પણ થઇ શકી નથી, ભારત જેવા વિશાળ લોકતંત્ર ધરાવતા દેશનું બંધારણ અને તેની રાષ્ટ્રીય નીતિ ના કેન્દ્રમાં દેશનું સર્વભોમહત્વ કેન્દ્ર સ્થાને હોવા જોઈએ તેમાં બે મત નથી ,ત્યારે હિન્દુ અને મુસ્લિમ પર્સનલ લો નો આગ્રહ ક્યારેક-ક્યારેક નહીં પરંતુ વારંવાર કાયદાકીય વિસંગતતાઓ સર્જી રહ્યું છે, દેશમાં સમાન સિવિલ કોડ ની આવશ્યકતા દિવસે દિવસે વધતી જાય છે પર્સનલ લોન ક્યારેક નહીં પરંતુ વારંવાર કાયદાના અમલ અને તેના અનુસરણ સામે અવરોધક પરિબળ બની ને આવતું રહે છે તાજેતરમાં જ પંજાબ અને હરિયાણા કોર્ટમાં સગીર વયની મુસ્લિમ કિશોરીને પર્સનલ લો બોર્ડ ની જોગવાઇ મુજબ કાયદેસરની લગ્નની વય મર્યાદા પૂર્વે લગ્ન કરવાની છૂટ આપતો તે ચુકાદો જાહેર થયો હતો પર્સનલ લો ઇસ્લામના મૂળભૂત વિવાદની રક્ષા કરવાને બદલે હવે બંધારણની મૂળભૂત જોગવાઈઓ સામે પ્રશ્ન ઊભો કરીને વારંવાર સામે આવી રહ્યો છે લવ જેહાદ ધર્માંતરણ અને ત્રિપલ તલાક જેવા સામાજિક દુષણો માં પર્સનલ લો પગલાં લેવામાં બાધક બને છે ત્યારે ભારતની બિનસાંપ્રદાયિક ભાવના થી દરેક ધર્મને ધર્મ ની જોગવાઈ મુજબ કાયદા પાડવાની અપાયેલી મંજૂરી હવે કાનુન વ્યવસ્થા સામે શીંગડા ભેરવી રહી છે ભારતમાં રહેતા દરેક નાગરિક માટે કાયદો એક જેવો હોવો જોઈએ, કાયદો નાગરિકોના મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવા માટે જ હોય છે દેશમાં કાયદાના રક્ષણ ના બદલે જો બધા કોમન સિવિલિયન બની જઈએ તો સિવિલ કોડની કોઈ જરૂરિયાત રહેતી નથી દેશમાં દેશનું સર્વસ્વ અને કાયદો સર્વોપરી હોવો જોઈએ પર્સનલ લો ક્યારેક-ક્યારેક વ્યક્તિને દેશના નાગરિક ની વ્યાખ્યામાંથી સંકુચિત બનાવી દેશે કાયદાની જોગવાઇ મુજબ દીકરી પુખ્ત સમજદાર અને પોતાનું ભવિષ્ય સમજી શકે તેવી પરિપક્વ અવસ્થામાં પહોંચે ત્યારબાદ તેને લગ્ન કરવાની છૂટ મળવી જોઈએ તેવી જોગવાઈ છે ત્યારે પર્સનલ લો માં દીકરી સારી રિક રીતે પુખ્ત થાય એટલે તેને લગ્નનો અધિકાર મળી જાય તેવી જોગવાઈ મા માણસાઈ કરતા શારીરિક ક્ષમતા અને મહત્વ આપવાની ૧૫૦૦ વર્ષ જૂની પરંપરાનો આજે અમલ કરવાની છૂટ થી કોઈનું ભલું થવાનું નથી છોકરી હિન્દુ હોય કે મુસલમાન દરેકને ભારતના બંધારણે આપેલા અધિકારો ભોગવવા ની છૂટ હોવી જોઈએ ,
માની લઈએ કે કોઈ એક ગામમાં સરિતા અને સોફિયા બે સાથે રમીને મોટી થઈ હોય ત્યારે સરિતાને એકવીસ વર્ષ સુધી ભણવા અને પોતાનું ભવિષ્ય નક્કી કરવાની તક મળે ત્યારે સોફિયા ને ૧૫વર્ષની ઉંમરમાં પરણાવી દેવામાં આવે !! તો સોફિયા માટે તો પર્સનલ લો જીવનનો ઉદ્ધાર નહીં પરંતુ જીવન યાતનામય બનાવવામાં નિમિત ગયું જ ગણાય અત્યારે ભારત વિશ્વગુરુ બનવા જઈ રહ્યું છે એકવીસમી સદીમાં અનેક દિશામાં ભારત દુનિયાની નેતૃત્વ પુરૂં પાડવા સમર્થ છે ત્યારે દેશમાં વિવિધ ધર્મના આગવા કાયદાની પરંપરાનો અંત લાવીને હવે સમાન સિવિલ કોડ લાવવાની ખાસ જરૂર છે