- કાળઝાળ ગરમીમાં પેપર મૂલ્યાંકનની કામગીરીનો સમય સવારનો કરવા શિક્ષકોની માંગ: 162 જેટલા શિક્ષકોનો આક્રોશ, સ્કુલનું મેનેજમેન્ટ આવું જ રહેશે તો પેપર ચકાસવાની કામગીરીનો બહિષ્કાર કરવાની શિક્ષકોની ચીમકી
દેશનું ભવિષ્ય અને જયાંથી ખરા અર્થમાં કારકીર્દીની કેડી કંડારવાની હોય તેવા ધો.12ના પરિક્ષાર્થીઓના પેપર ચેકીંગની કામગીરી હાલ ચાલી રહી છે. રાજકોટ જિલ્લાની વિવિધ સ્કુલોમાં પેપર મૂલ્યાંકન થઈ રહ્યું છે. ત્યારે રાજકોટની એસ.કે. ચોક પાસેની ઉન્નતી સ્કુલમાં પેપર તપાસવા માટે 162 જેટલાં શિક્ષકોને ફરજ પર મૂકાયા છે. પેપર ચેક કરવાની જેમને ફરજ સોંપવામા આવી છે. તેવા તમામ 162 શિક્ષકોએ પેનડાઉન એટલે કે, પેપર ચેક કરવાની પેપર કામગીરીનો બહિષ્કાર કરવાની ચીમકી આપતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
રઉલ્લેખનીય છે કે, ગાંધીગ્રામમાં આવેલી ઉન્નતી સ્ક્ુલની ધો.12 ગુજરાતી અને ઈગ્લીશ મીડીયમના પેપર ચેકીંગનું સેન્ટર આપવામાં આવ્યું છે. બી.એ. વિષય માટે 15 જેમાં કુલ પ્રત્યેક ટીમમાં 6 શિક્ષક લેખે 90 શિક્ષકો પેપર ચેક કરે છે. જયારે ઈકોનોમી વિષય માટે 12 ટીમ જેમાં પ્રત્યેક ટીમમાં 6 લેખે 72 શિક્ષકો પેપર ચેક કરી રહ્યા છે. ત્યારે આજે પેપર ચેકીંગ દરમિયાન તમામ શિક્ષકો રોષે ભરાયા, થોડીવાર માટે પેપર ચેકીંગની કામગીરી સ્થગિત કરી કેમકે, ઉન્નતિ સ્કુલમાં મેનેજમેન્ટનો અભાવ જોવા મળ્યો હતો. શિક્ષકો રોષે ભરાયા હતા. અને જણાવ્યું હતુ કે સ્કુલમાં પેપર ચેકીંગ માટે પર્યાપ્ત સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે.
તેમજ પાર્કિંગ અને આવશ્યક સાધનની પ્રત્યક્ષ ઉણપ દેખાય છે. ગરમીમાં માત્ર 2 પંખા 40-45 શિક્ષકો વચ્ચે આપવામાં અ ાવે છે. આવા અનેક પ્રશ્ર્નોને લઈ અમે આજે થોડીવાર માટે પેનડાઉન કર્યું હતુ અમારી માંગ એટલી જ છે કે સ્ક્ુલનું મેનેજમેન્ટ આવી જ રીતે વર્તન કરશે કે મેનેજમેન્ટ કરશે તો અમારે ના છૂટકે પેનડાઉન એટલે કે પેપર ચકાસણી કામગીરીનો બહિષ્કાર કરવો પડશે, બીજી માંગએ પણ છે કે, અન્ય સ્કુલોમાં પેપર મૂલ્યાંકનની કામગીરીનો સમય સવારનો છે તો ઉન્નતિ સ્કુલમાં પેપર ચેકીંગનો સમય બપોરને બદલેસવારનો કરવા માંગ છે.
ઉત્તરવહી મૂલ્યાંકનમાં મહેનતાણા મુદ્દે ભેદભાવની નીતિથી શિક્ષકોમાં રોષ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધો.10 અને 12ની શિક્ષણ બોર્ડની પરીક્ષાના મૂલ્યાંકનમાં જોડાતા રેગ્યુલર શિક્ષકો અને જ્ઞાન સહાયકોને ચૂકવાતા મહેનતાણા વચ્ચે ભેદભાવ કરવામાં આવતો હોવાની ફરિયાદ ઊઠવા પામી છે. રેગ્યુલર શિક્ષકોને બોર્ડ દ્વારા રૂ. 400 મહેનાણું ચૂકવાય છે, જ્યારે કરાર આધારિત જ્ઞાન સહાયકોને માત્ર રૂ. 240 ચૂકવાતું હોવાથી રોષ ફેલાયો છે. આમ, એક જ કામગીરી માટે જુદાજુદા મહેનતાણાના પગલે રોષ જોવા મળી રહ્યો છે. ઉત્તરવહી ચકાસણી દરમિયાન ભૂલ થાય તો સજા એક સમાન કરવામાં આવે છે તો પછી મહેનતાણામાં ભેદભાવ શા માટે તેવો પ્રશ્ન પણ ઉપસ્થિત થયો છે.