શુક્રવારે સવારે તમામ હોસ્પિટલોમાં ઓક્સિજન ઘટથી હોબાળો મચ્યો હતો તબીબો અને મેડિકલ સ્ટાફ ભાવુક બની ગયા હતા 

ગોંડલ ખાનગી હોસ્પિટલોમાં 200થી 250 કોરોના ના દર્દીઓ સારવાર લઈ રહ્યા હોય સરકાર દ્વારા પૂરતા પ્રમાણમાં ઓક્સિજનનો જથ્થો સમયસર ન આપવામાં આવતાં દર્દીઓ ના જીવ જોખમમાં મુકાયા હતા શુક્રવાર સવારે તબીબો મૂંઝવણમાં મુકાતા મીડિયા અને રાજકીય આગેવાનો ને જાણ કરાઈ હતી એન તેઓના પ્રયત્નોથી નિંભર તંત્ર સફાળું જાગ્યું હતું અને આભ ફાટ્યું છે ત્યાંથી થિંગડા માર્યા હતા.

શહેરની શ્રીજી હોસ્પિટલ, ક્રિષ્ના મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલ અને શ્રી રામ સાર્વજનિક હોસ્પિટલમાં શુક્રવાર સવાર ના ઓક્સિજન પૂરો થઈ જવાની ડોક્ટર પિયુષ સુખવાલા, ડોક્ટર ભરત શિંગાળા, ડોક્ટર વિદ્યુત ભટ્ટ સહિતનાઓએ સરકારી તંત્ર ને જાણ કરી હતી પરંતુ તંત્રના પેટનું પાણી હલતું ન હોય ઉપરોક્ત તમામ હોસ્પિટલમાં ઓક્સિજન તળિયે આવી જતા તબીબો ભાવુક બન્યા હતા મીડિયા અને રાજકીય આગેવાનોને જાણ કરતાં ગણેશસિહ જાડેજા,નૈમિષભાઇ ધડુક,અલ્પેશ ઢોલરીયા સહીત  હોસ્પિટલ ખાતે એકઠા થઇ ગયા હતા અને તંત્રને ઢંઢોળતા ક્રિષ્ના મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલ માં 58 સિલિન્ડર, શ્રીજી હોસ્પિટલ માં 25 સિલિન્ડર ફાળવ્યા હતા જેના થકી માત્ર 12 થી 25 કલાક સુધીનો સમય પસાર થઇ શકશે વાસ્તવમાં એક ખાનગી હોસ્પિટલોમાં 50 થી 75 દર્દીઓ સારવાર લઈ રહ્યા હોય ડબલ સિલિન્ડરની જરૂરિયાત સામે માત્ર અડધો જથ્થો મળી રહ્યો છે જો સરકારની નીતિ આવી જ રહી તો આગામી સમયમાં

ગંભીર પરિસ્થિતિ નો સામનો કરવો પડશે તેવી દહેશત વ્યક્ત થવા પામી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.