શનિવારે સૌરાષ્ટ્ર-કચ્છની ગૌશાળા-પાંજરાપોળના ગૌપ્રેમીઓ કરશે ગૌ ચેતના સંગોષ્ઠિ: રાષ્ટ્રીય કામઘેનું આયોગના અધ્યક્ષ ડો. વલ્લભ કથીરીયાનું જાજરમાન સન્માન કરાશે: સેવાભાવીઓ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે
ગૌ સેવાની ઉત્કૃષ્ટ ભાવના અને જીવ માત્રને જીવાડવાની અંતરની મહેચ્છાઓ સાથે ભારતમાં કરોડો ગૌમાતા, ગૌવંશ, અબોલ જીવોનું જીવનપર્યત જતન થાય છે. આર્થિક વ્યવસ્થાઓ, ઘાસ-ચારાની ઉપલબધ્તા વિગેરે પ્રશ્નોનો સામનો કરવાનો હોય છે. આ પ્રશ્નો અંગેની વિષદ છણાવટ પૂર્વક ચર્ચા કરી નિર્ણયાત્મક ભૂમિકા ઉપર આવવા માટે તેમજ સ્વાવલંબન તરફ, પર્યાવરણ રક્ષા તરફ વળવાની દિશામાં મકકમ પ્રયાસ માટે રાજકોટમાં શનિવારે સૌરાષ્ટ્ર-કચ્છની ગૌશાળા-પાંજરાપોળ તેમજ ગૌભકતો, સેવાભાવીઓનું સંમેલનનું આયોજન કરાયું છે.
ભારત સરકારના પૂર્વ કેન્દ્રીય મંત્રી, શતકવીર રકતદાતા અને ગુજરાત સરકારના ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડના ચેરમેન તરીકે નેત્ર દિપક કામગીરી કરીને લાખો ગૌમાતા ગૌવંશના કલ્યાણમાં નિમિત બનેલા, તેમજ, હાલમાં જ જેમન ઉત્કૃષ્ટ કામગીરીને ધ્યાનમાં લઈને નવા રચાયેલા રાષ્ટ્રીય કામઘેનું આયોગના પ્રથમ અધ્યક્ષ તરીકે જેમની નિયુકિત થઈ છે તેવા ડો. વલ્લભભાઈ કથીરીયાને આ સંમેલનમાં ફૂલડે વધારાશે. આ સંમેલનમાં ડો. કથીરિયાનું અનુભવ સિધ્ધ માર્ગદર્શન પ્રાપ્ત થશે. અત્રે ઉલ્લેખનીય છે કે ડો. વલ્લભભાઈ કથીરિયાના અધ્યક્ષ સ્થાને રચાનાર રાષ્ટ્રીય કામઘેનું આયોગ એ ગૌમાતા અને ગૌવંશના રક્ષણ, સંવર્ધન અને વિકાસ માટે કાર્ય કરશે.
આ સંમેલનમાં ગૌશાળા પાંજરાપોળોને સ્વાવલંબન તરફ વાળવા, ગૌ આધારીત સાંસ્કૃતીનું પુન: સ્થાપન,ગૌચર વિકાસ, ગૌ આધારીત કૃષિ આરોગ્ય ગૌચરનું નવ નિર્માણ, પર્યવરણર્થે જનજાગરણ, ગોપાલન, ગૌરક્ષા અંગેનાં વિવિધ કાયદાઓનું અમલીકરણ, દેશીકૂળના ગૌ સંવેર્ધનને પ્રોત્સાહન, ગૌશાળા પાંજરાપોળની આંતર માળખાકીય સુવિધાઓ ઉભી કરવા પશુ પક્ષીઓનાં આરોગ્યનીજાળવણી, ભાવના અને વિજ્ઞાનનો સમન્વય, માનવ માત્રમાં ગૌમાતા પ્રત્યે વધુ ક‚ણા જગાડવા, વરસાદી પાણીનો સંગ્રહ, સ્વદેશી વૃક્ષોનું વાવેતર, સ્વચ્છ દૂધ ઉત્પાદનોની ઉપલબ્ધી સહિતના અનેકો મુદા ઉપર વિસ્તૃત પ્રેકટીકલ અને દ્રષ્ટાંતો સહિત પરીણામલક્ષી ચર્ચાઓ ડો. વલ્લભભાઈ કથીરીયા અને અન્ય નિષ્ણાંતો કરશે.
ખાસ કરીને જે ગાયોને દુધ દેવાનું બંધ કરી દીધું છે. અને તેના પર દૈનિક ૫૦ થી ૧૦૦ રૂપીયા જેટલો ખર્ચ આવી રહ્યો છે. તેના ગોબર અને ગૌમુત્રના વેંચાણ થકી તેનો નિભાવ માત્ર નહી પરંતુ પશુપાલકો ખેડુતો આવા વસૂકીગયેલ ગાયમાંથી પણ આવક મેળવી શકે અને ગાયનું પણ રક્ષણ થાય તે દિશામાં કાર્ય અંગે આ સંમેલનમાં માર્ગદર્શન અપાશે. કોઈપણ ગાય કે ગૌવંશ રસ્તા પર ન રઝળે તે દિશામાં પરીણામલક્ષી પ્રયત્ન થઈ રહ્યા છે.
સમગ્ર પણે ગૌ ચેતનાને પુન: ચેતનવંતી બનાવી ગૌ પ્રભાવનાને બળવતર બનાવવાની દિશામાં સૌ સાથે મળી પ્રયત્ન કરશે. આ પ્રસંગે આશિર્વચન આપવા આત્મીય યુનિવર્સિટીના પ્રણેતા અને આર્ષદ્રષ્ટા પ.પૂ. ત્યાગવલ્લભ સ્વામીજી, હિન્નદુ ધર્મ આચાર્ય મહાસભાના મહાસચિવ અને આર્ષ વિદ્યા મંદિર (રાજકોટ)ના પ્રણેતા પરમાત્માનંદ સરસ્વતીજીઅનેક સાધુ સંતો ખાસ ઉપસ્થિત રહેશે.ભારત સરકારના એનીમલ વેલફેર બોર્ડના સદસ્ય અને રાષ્ટ્રીયકક્ષાએ ખ્યાતનામ નિષ્ણાંત વૈધરાજ ડો. હિતેશભાઈ જાની પણ આ સંમેલનમાં પોતાનું માર્ગદર્શન આપશે.
આ સંમેલનમાં પ્રતિષ્ઠિત શ્રેષ્ઠીઓ તેમજ ગૌસંવર્ધન ક્ષેત્રે ઉલ્લેખનીય કાર્ય કરનાર ચંદુભાઈ વિરાણી, ડો. પ્રભુદાસ તન્ના, કલ્પકભાઈ મણીયાર, ચંદ્રકાંતભાઈ શેઠ, ભરતભાઈ ગાજીપરા, ડો. રશ્મીકાંતભાઈ માદી, રમેભા, ટીલાળા, પરસોતમભાઈ કમાણી, નરેન્દ્રભાઈ ગંગદેવ, પ્રતાપભાઈ પટેલ, ભગવાનજીભાઈ પરસાણા, વલ્લભભાઈ સતાણી સહિતનાઓ પણ ટુંકમાં પોતાના અનુભવો વ્યકત કરશે.
ગૌ ચેતના જન જાગરણ સંગોષ્ઠી તેમજ ડો. વલ્લભભાઈ કથીરીયાનો સન્માન સમારંભ તા.૬ એપ્રીલ ૨૦૧૯ને શનિવારના રોજ સવારે ૮.૩૦ થી ૧ કલાક દરમ્યાન આત્મીય યુનિ. કેમ્પસ ઓડીટોરીયમ, યોગીધામ, કાલાવડ રોડ, રાજકોટ ખાતે યોજાનાર છે. આ રસ ધરાવતા સૌને ઉપસ્થિત રહેવા જાહેર આમંત્રણ અપાયું છે.
સંમેલનની સફળતા માટે મિતલ ખેતાણી, દિલવીપભાઈ સખીયા, ડો. પીનાકીનભાઈ ઉપાધ્યાય, રમેશભાઈ ઠકકર, ચંદ્રેશભાઈ પટેલ, ચંદ્રકાંતભાઈ શેઠ, જીવણભાઈ વાછાણી, કાંતીભાઈ પટેલ, બચુભા, ધામી, પ્રતિકભાઈ સંઘાણી, મનોજભાઈ ડોબરીયા, ધીરૂભાઈ કાનાબાર, ભુપતભભાઈ છાંટબાર, ચંદુભાઈ રાયચૂરા, રાજુભાઈ શાહ, નિતીનભા, ઘાટલીયા, ભાવનાબેન મંડલી, હેમાબેન પારસભાઈ મોદી, ભાસ્કરભાઈ પારેખ, આશીષભાઈ વોરા, ડેનિસઆડેસરા, માવજીભાઈ પાંભર, ધર્મેશભાઈ પારષખ, હીનાબેન સંઘવી વગેરે અબતકની શુભેચ્છા મુલાકાત લીધી હતી.