સ્ટ્રીટ લાઇટ અને રેલીંગની સુવિધા ન હોવાથી લોકો પર ખતરો
પોરબંદરના ઈન્દ્રેશ્વર મંદિર પાછળના વિસ્તારમાં વોક વે ની કામગીરી ચાલી રહી છે. અહી વષર્ોથી લોકો અસ્થિ વિસર્જન કરવા આવે છે ત્યારે અહીં લાઈટ સહિતની સુવિધાનો અભાવ જોવા મળે છે તેમજ વિર્સજનના સ્થળે લીલ અને શેવાળ જામી ગયા હોવાથી અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે, જેથી સુવિધા ઉપલબ્ધ કરવા માંગ ઉઠી છે.
પોરબંદરના ઈન્દ્રેશ્વર મંદિર પાછળ વોક વે ની કામગીરી શરૂ કરવામાં આવી છે. સામે હિન્દૂ સ્મશાનભૂમિ આવેલ છે. સ્મશાનભૂમિ ખાતે આવતા લોકો મૃતકના અગ્નિ દાહ આપ્યા બાદ ઈન્દ્રેશ્વર મંદિર પાછળ અસ્થિ વિસર્જન કરતા હોય છે. વોક વે ની કામગીરી થતા અહી મુશ્કેલી વેઠવી પડે છે. અસ્થિ વિસર્જન માટે તંત્ર્ા દ્વારા જગ્યા કરવામા આવી છે પરંતુ અહી દરિયાના મોજા ઉછળે છે અને પાણી માર્ગ પર આવે છે. ઉપરાંત ત્યાં લીલ અને શેવાળ જામી ગઈ છે, જેથી જરા પણ ચૂક થાય તો અસ્થિ વિસર્જન માટે આવેલ વ્યિક્તતઓ દરિયામાં ખાબકી શકે છે અને ળવનું જોખમ ઉભું થાય છે. વળી અહી સ્ટ્રીટ લાઈટ પણ મુકવામાં આવી નથી જેથી અંધારપટ્ટ છવાઈ જાય છે. અંધારામાં અસ્થિ વિસર્જન કરવા માટે ડાઘુઓ પર ળવનું જોખમ રહે છે. અસ્થિ વિસર્જન માટેના બનાવેલ રસ્તે રેલિગ અને લોખંડની ચેઇનો મુકવી જોઈએ તેવી માંગ ઉઠી છે, જેથી દરિયાદી મોજા વચ્ચે ચેઇન પકડીને ડાઘુઓ અસ્થિ વિસર્જન કરી શકે. તાકીદે તંત્ર્ા દ્વારા સ્ટ્રીટ લાઈટની સુવિધા તેમજ અસ્થિ વિસર્જનના માર્ગ પર રેલિગ અને લોખંડની ચેઇન મુકવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. જો આ સુવિધા નહી મુકવામાં આવે તો અનેક લોકો દરિયામાં ખાબકી શકે છે અને ળવનું જોખમ ઉભું થશે. આથી અહી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.