આઇટીઆઈમાં કનેક્ટિવિટીની સમસ્યાને કારણે અરજદારોએ એપોઇન્ટમેન્ટ લીધી હોવા છતાં વારંવાર પરત ધકેલાતા હોવાનો આક્ષેપ
લોક ડાઉનને કારણે તમામ ઉદ્યોગ ધંધા તો બંધ રહ્યા જ પરંતુ સરકારી કચેરીઓના દરવાજા ઉપર પણ તાળા લાગ્યા હતા જેના કારણે કોઈ પણ જાતના કામ રૂય તેવા સંજોગો હતા નહીં. સરકારી કચેરીઓ પૈકી મહત્વપૂર્ણ આરટીઓ કચેરી આશરે ૭૦ દિવસ સુધી બંધ રહેતા લોકોને અનેક અગવડતા પડી હતી પરંતુ જ્યારે આરટીઓ કચેરી ફરીવાર ધમધમતી ઈ ત્યારે લોકોના મનમાં લાગણી હતી કે હવે તેમના કાર્યો કોઈ વિક્ષેપ વિના થઈ જશે પરંતુ લોકોની આ ધારણા ખોટી પડી હોય તેવી વાત સામે આવી છે. રાજકોટ આરટીઓ કચેરી ખાતે લોકો અનેકવિધ સમસ્યાઓ ભોગવી રહ્યા છે તેવી વાતો પણ સામે આવી છે. ઉપરાંત લર્નિંગ લાયસન્સ સેન્ટર તરીકે ગવર્મેન્ટ પોલીટેક્નિક, એવીપીટીઆઈ અને આઈટીઆઈ કોલેજની ફાળવણી કરવામાં આવી છે જ્યાંથી અરજદારો પોતાના લર્નિંગ લાયસન્સની તમામ કામગીરી કરી શકે છે તેમજ આરટીઓ કચેરી ખાતે ભીડભાડ પણ રૂય નહીં પરંતુ હાલ અરજદારો તેમના નાના મોટા કામ માટે ધક્કા ખાઈ રહ્યા છે તેમજ અનેકવિધ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તેવો આક્ષેપ રાજકોટ મોટર ડ્રાઇવિંગ સ્કુલ એસોસિએશન દ્વારા લગાવવામાં આવ્યો છે.
લર્નિંગ લાયસન્સ કેન્દ્ર અને આરટીઓ કચેરી કામની કરે ફેંકા ફેકી, અરજદારો મુંઝવણમાં: જમનભાઇ વાડોદરિયા
મામલામાં મોટર ડ્રાઇવિંગ સ્કુલ એસોસિએશનના ઉપપ્રમુખ જમનભાઈ વાડોદરિયાએ જણાવ્યું હતું કે આરટીઓ અને તેની સંલગ્ન સંસઓને કારણે અરજદારો ખૂબ જ હાલાકી ભોગવી રહ્યા છે. સેન્ટર ખાતેથી આરટીઓ કચેરી જવાનું કહેવામાં આવે છે અને કચેરી ખાતેી લર્નિંગ લાયસન્સના પ્રશ્નો માટે સેન્ટર ખાતે જવાનું કહેવામાં આવે છે, ત્યાંના પ્રિન્સિપાલને મળવાનું કહેવામાં આવે છે જે ૫૦% વર્કિંગ ડે માં પણ ગેરહાજર હોય છે તો આવી પરિસ્થિતિમાં અરજદારોએ કરવું તો શુ તે એક મોટો સવાલ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે અગાઉ કોઈ પણ લાયસન્સ પાંચ વર્ષ બાદ રિન્યુ કરવાનો નિયમ હતો જેમાં સુધારો કરીને હવે આ મુદ્દત એક વર્ષની કરી દેવામાં આવી છે. મહામારીને કારણે આરટીઓ કચેરી ૭૦ દિવસ સુધી બંધ હતી તેવા સમયગાળા દરમિયાન જે લોકોના લાયસન્સની રિન્યુ મુદ્દત પસાર ઈ ચુકી છે તેઓને સ્પષ્ટ શબ્દોમાં એવું કહી દેવામાં આવે છે કે આપના લાયસન્સની મુદ્દત પૂર્ણ થઈ ચુકી છે જેથી હવે રિન્યુલ થઈ શકશે નહિ. આ તમામ બાબતોએ અરજદારો અમારી પાસે આવીને વ્યાથા ઠાલવતા હોય છે જે બાબતે અમે આરટીઓ તંત્રને રજુઆત કરી હોવા છતાં કોઈ નિરાકરણ આવતું નથી.
ફિઝિકલ ટેસ્ટની પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવે: રમેશભાઈ
મોટર ડ્રાઇવિંગ સ્કૂલ એસોસિયેશનનાં સભ્ય રમેશભાઈ એ અબતક સોની વાતચીતમાં જણાવ્યું હતું કે અમે જ્યારે કોઈ કસ્ટમરનાં ડોક્યુમેન્ટ સબમિટ કરીએ છીએ ત્યારે તંત્ર દ્વારા ડોક્યુમેન્ટ અધૂરા છે તેમ કહેવામાં આવે છે. અમારા ગ્રાહક ને જ્યારે અમે આરટીઓ ખાતે મોકલીએ છીએ ત્યારે અમને એવું કહેવામાં આવે છે કે ફોર્મ જેણે ભર્યું હોય તેમને અહી હાજર કરો. અમે ત્યાં જઈએ ત્યારે અમારા કસ્ટમર ને ૧૦દિવસ પછી મોકલવાનું કહેવામાં આવે છે. તો આ પ્રશ્ન ને હલ કરવા સરકાર ને નિવેદન છે. ટ્રેકમાં ટેસ્ટ ડ્રાઈવ માટેનો સમય આપવામાં આવે છે તો એમાં વારો આવતા હજુ બે થી અઢી મહિનાનો સમય લાગે છે. જે લોકોના લાયસન્સ લોકડાઉન માં પૂરા થઈ ગયા છે. તેમના એક વર્ષ જેટલો સમય થઈ ગયો છે તેનાથી રીન્યુ તથા નથી તો સરકાર તેમને રીન્યુ કરવામાં છુટછાટ આપવામાં આવે તેવી સરકારને વિનંતી છે.
લર્નિંગ લાયસન્સ માટેના કેન્દ્ર અરજદારોને ધક્કા ખવડાવવા સિવાય કંઈ કરતા નથી: કુલદીપસિંહ જાડેજા
મામલામાં રાજકોટ મોટર ડ્રાઇવિંગ સ્કુલ એસોસિએશન પ્રમુખ કુલદીપસિંહ જાડેજાએ અબતક સમક્ષ વ્યાથા ઠાલવતા કહ્યું હતું કે રાજકોટ ખાતે લર્નિંગ લાયસન્સ માટે કુલ ૩ સેન્ટરની ફાળવણી કરવામાં આવી છે કે જ્યાં અવાર નવાર કનેક્ટિવિટીની સમસ્યા હોય છે. અરજદાર સવારી જ કતારમાં ઉભો હોય છે અને આતુરતાથી રાહ જોતો હોય છે કે અમારો વારો ક્યારે આવે. તેમનો વારો તો નથી આવતો પરંતુ એવો જવાબ આવે છે કે કનેક્ટિવિટીની સમસ્યા હોવાથી હવે બીજી એપોઇન્ટમેન્ટ લઈને ફરીવાર આવજો. અરજદાર જ્યારે બીજીવાર એપોઇન્ટમેન્ટ માટે એપ્લાય કરે છે ત્યારે તેમને સીધી દોઢ થી બે મહિના પછીની એપોઇન્ટમેન્ટ મળે છે જેનાથી અરજદારો ખૂબ જ હેરાન પરેશાન ઈ રહ્યા છે. તેમણે કહ્યું હતું કે જ્યારે કોઈ અરજદાર ઓનલાઇન એપ્લિકેશન કરીને લર્નિંગ લાયસન્સ માટે જે તે સેન્ટર પર જય છે ત્યારે સેન્ટર ખાતેી એવું કહેવામાં આવે છે કે એપ્લિકેશનમાં એરર આવી છે, હવે આ એરરનું નિરાકરણ આરટીઓ કચેરી ખાતેી જ ઈ શકે છે તો અરજદાર આરટીઓ કચેરી ખાતે જઈને એરર સોલ્વ કરાવી જ્યારે સેન્ટર ખાતે ફરીવાર જાય છે ત્યારે બીજી એપોઇન્ટમેન્ટ લેવાનું કહીને અરજદારોને ટાળી દેવામાં આવે છે. ઊપરાંત ડોક્યુમેટ વેરિફિકેશન નહીં થયા હોવાના બહાના મારવામાં આવે છે, જેમાં મહત્વપૂર્ણ બાબત એ છે કે જ્યાં સુધી ઓનલાઇન એપ્લિકેશનમાં ડોક્યુમેટ અપલોડ ન રૂય ત્યાં સુધી એપોઇન્ટમેન્ટ મળે જ નહિ તો ડોક્યુમેટ અપલોડ થયા બાદ વેરિફિકેશનની તો વાત જ આવતી નથી તેમ છતાં આ સેન્ટરો દ્વારા અરજદારોને ફક્ત ને ફક્ત હેરાન પરેશાન કરવામાં આવે છે. તેમણે વધુમાં કહ્યું હતું કે કુલ ત્રણ જુદા જુદા સેન્ટરની ફાળવણી કરવામાં આવી છે તેમ છતાં એપોઇન્ટમેન્ટમાં ૨ મહિનાની મુદ્દત આપવામાં આવે છે કેમકે આ તમામ સેન્ટરો દિવસમાં વધુમાં વધુ ૪ થી ૫ કલાક જ કાર્યરત હોય છે અને તેમાં પણ કનેક્ટિવિટી નહીં હોવાથી કામ બધા ઠપ્પ થઈ જતા હોય છે. તેમણે કહ્યું હતું કે કનેક્ટિવિટી નહીં હોવી એ તંત્રની સમસ્યા છે જેનો ભોગ અરજદાર ક્યારેય ન બનવો જોઈએ. જો કનેક્ટિવિટી ન હોય તો તેના પછીના દિવસે જ જે તે અરજદારોનો વારો લઈ લેવામાં આવે.