સેન્સેક્સમાં 650 પોઇન્ટથી વધુની અફરાતફરી: ઊંચા મથાળે વેચવાલીનું દબાણ વધવાના કારણે સુધારો ધોવાયો: રૂપિયામાં પણ સામાન્ય નરમાશ
ભારતીય શેરબજારમાં છેલ્લા બે દિવસથી તેજીનો માહોલ રહ્યો હતો. આજે તેજીએ હેટ્રિક ચોક્કસ કરી હતી પરંતુ રોકાણકારોમાં વિશ્ર્વાસના અભાવને કારણે સવારની તેજી બપોરે મંદીમાં ફેરવાઇ ગઇ હતી. સેન્સેક્સમાં 650 પોઇન્ટથી વધુની અફરાતફરી જોવા મળી હતી. જ્યારે નિફ્ટીમાં પણ સતત ઉતાર-ચઢાવ રહ્યો હતો.
આજે સવારે મુંબઇ શેરબજારના બંને આગેવાન ઇન્ડેક્સો ગ્રીન ઝોનમાં ખૂલ્યા હતા. જો કે રોકાણકારોમાં વિશ્ર્વાસનો અભાવ જોવા મળતાં સવારની તેજી બપોરે મંદીમાં પરિવર્તિત થઇ ગઇ હતી. સેન્સેક્સમાં 650 પોઇન્ટથી પણ વધુનો ઉતાર-ચઢાવ જોવા મળ્યો હતો. નિફ્ટીમાં પણ કંઇક એવું જ રહ્યું હતું.
સવારે ગ્રીન ઝોનમાં કામકાજ કરી રહેલી નિફ્ટી બપોરે રેડ ઝોનમાં ગરકાવ થઇ ગઇ હતી. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો પણ સામાન્ય તૂટ્યો હતો.
બજારમાં સતત તેજી-મંદીના માહોલ વચ્ચે રોકાણકારોમાં વિશ્ર્વાસનો અભાવ જોવા મળી રહ્યો છે.