અબતક શબનમ ચૌહાણ, સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાની બહુમાળી ભવનમાં પ્રાથમિક સુવિધાનો અભાવ હોવાના પગલે ત્યાં જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે ત્યારે એક તરફ સુરેન્દ્રનગર જિલ્લા પ્રશાસન વિભાગ જાહેરનામું પ્રસિદ્ધ કરી રહ્યું છે કે ગાય સ્થળ ઉપર આવેલી દુકાનો ઓફિસો ધંધાકીય સ્થળો ઉપર ફરજિયાત પણે સીસીટીવી કેમેરા લગાવવા પરંતુ સરકારી કચેરીઓમાં જ સીસીટીવી કેમેરાઓ પૂરતી સંખ્યામાં કાર્યરત નથી.
તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર શહેરની બહુમાળી ભવન માં આવેલી 27 ઓફિસમાં કોઈ પણ પ્રકારની પ્રાથમિક સુવિધાઓ નથી સીસીટીવી કેમેરાની સગવડતા પણ ઉપલબ્ધ નથી લોકોને પીવાનું ચોખ્ખું પાણી પણ મળી રહ્યું નથી ત્યારે સફાઈનો અભાવ પણ સુરેન્દ્રનગર શહેરની બહુમાળી ભવન માં આવેલી ઓફિસમાં જોવા મળી રહ્યો છે અધિકારીઓ પોતે પોતાની મનમાની મુજબ કાર્ય કરતા હોવાનું પણ સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે અને આ શહેરી વિસ્તારમાં ચર્ચાએ પણ જોર પકડ્યું છે.
આગામી દિવસોમાં જે પ્રકારે શહેરી વિસ્તારમાં જાહેરનામું છે કે સ્થળ અથવા ઓફીસમાં સીસી ટીવી કુટેજ લગાવવા તેવી જ રીતે સરકારી ઓફીસ બહુમાળી ભવનમાં આવેલી છે તે તમામ ઓફીસોમાં સીસીટીવી કુટેજ લગાવવામાં આવે તેવી શહેરીજનો તંત્ર સામે કરી રહ્યા છે.