શૌચાલય બંધ હાલતમાં: પીવાના પાણીની પણ વ્યવસ્થાનો અભાવ
રાજકોટ જીલ્લાનાં પ્રવાસન પર્યટન ક્ષેત્ર આગવું નામ ધરાવતુ ધોરાજી તાલુકાનાં પાટણવાવ ગામે ઓસમા ડુંગર ખાતે રાજ્ય સરકારનાં પ્રવાસન વિભાગ દ્વારા કરોડો રૂપિયા ગ્રાન્ટ ફાળવણી કરીને માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરવાનાં હેતુથી ખર્ચ કર્યો હશે કે ગ્રાન્ટ ફાળવી હશે જેમાં ઘણાં સમયથી શૌચાલય બંધ હાલત કેન્ટીન ની વ્યવસ્થા ઝીરો પીવાનાં પાણી ની વ્યવસ્થા ઝીરો લાઈટો છે પણ વિજ વાયરનું જોડાણ કરાયું નથી સી સી ટીવી નથી બહારથી આવતાં પ્રવાસીઓ માટે પ્રાથમિક સુવિધા ઓ પુરી પાડવામા વામણુ સાબિત થયું તંત્ર ઓસમ ડુંગર ખાતે કરોડો ખર્ચી ને પણ માળખાકીય સુવિધા તો કે ઝીરો જાળવણી મરામતોનો અભાવ હોવાં અંગેની રજુઆત અનેક વખત આગેવાનો દ્વારા કરાઈ પણ કોઈ નક્કર પરીણામ નથી આવ્યુ હાલ દેશમાં વધતાં થતાં દુષ્કરમનાં બનાવોથી હાલ બહાર ગામથી આવેલ મહીલાઓ કે બહેનો પ્રવાસીઓ પોતાને અસુરક્શિત મહેસુસ કરી રહ્યા છે એવું રાજકોટથી આવેલ મીતલ બેને જણાવ્યું હતું.
ઉપલેટાથી આવેલ પ્રવાસી એવાં વિનોદ ભાઈએ શૌચાલય કેન્ટીન પીવાનાં પાણી તથા સીસી ટીવી તથા સુરક્ષા જેવી સુવિધાઓ અને જાળવણીનો અભાવ તંત્ર દ્વારા અને આ પાટણવાવ ગામે આવેલ ઐતિહાસીક ઔસમ ડુંગર ઉપર કે નીચે ગ્રાઉન્ડ પર કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.
તો ધોરાજીથી આવેલ પ્રવાસી એવાં રાજુભાઈ એ અને આર્યન ભાઈ એ પાટણવાવ ગામે આવેલ ઐતિહાસીક ઔસમ ડુંગર ઉપર કે નીચે ગ્રાઉન્ડમાં કોઈ જાતની સુવિધાઓ ઉપલબ્ધ નથી કરવામાં આવી અને આ ડુંગરનો વિકાસ ખાલી કાગળ પર જ છે જાળવણીનો અભાવ હોય એવું લાગે છે જો વધું ગ્રાન્ટો ફાળવાય અને તંત્ર દ્વારા પુરતું ધ્યાન રાખવામાં આવે તો વધું સારૂં.
તો ધોરાજી પ્રાંત અધિકારી એવાં જી વી મિયાણી એ જણાવેલ કે પાટણવાવ ઓસમ ડુંગર પર જે લોકો ને તકલીફ પડી રહી હતી તેનું કારણ ગ્રાન્ટનો અભાવ અથવા કોઈ કારણોસર કામગીરીમાં ખામીઓ હતી પણ હવે તાત્કાલિક ગ્રાન્ટો મંજૂર કરી કલેકટર શ્રીની સુચના અને માર્ગદર્શન હેઠળ કામગીરી શરૂ કરવામાં આવી છે.
ત્યારે હાલ ૧૪ થી ૧૮ વર્ષનાં યુવકો અને યુવતી ઓ માટે પ્રથમ વખત પાટણવાવમાં ઓસમ ડુંગર આરોહણ અવરોહણ સ્પર્ધા નું આયોજન આગામી દિવસોમાં કરવામાં આવ્યુ છે ત્યારે શું હવે તંત્ર દ્વારા માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે કે કેમ એ પણ એક પ્રશ્ન છે ત્યારે પ્રવાશન તરીકે જાહેર કરેલ આ ઓસમ ડુંગરનો વિકાસ ખાલી કાગળ પર જ રહેશે કે કેમ એ તો આવનારો સમય જ બતાવશે.